પ્રિય સોહમ (દસ)

 motabhai-2.jpg

બદલાવની વાત તુ સરસ લઇ આવ્યો.. પણ ધીરી બાપુડીયા કારણ બદલાવ બે રીતે આવે છે. એક જે છે તેમાં સારુ સાચવીને નવુ શીખીયે તે અને બીજી રીત જે છે તે બધુ નકામુ છે માટે નવુ અપનાવો. કદાચ નવો વાવડ હંમેશા દરેકને આકર્ષે છે પણ જ્યારે તે બદલાવ નુકસાનદેય પરિણામ આપે છે ત્યારે સમજાય છેકે દરેક બદલાવ આવકાર્ય નથી હોતા. અને તેથીજ ઍપ વાનરમાંથી અણુ યુગનોઅ આજ નો માનવ થવામાં આટલા બધા વર્ષો લાગ્યા.

મારી વાત કરું તો ગામડામાંથી પાંચમા ધોરણમાં હું તાલુકાની શાળામાં ભણવા ગયો ત્યાંથી શહેરની શાળામાં હોસ્ટેલમાં રહી મેટ્રીક પાસ કરી અને વધુ ભણવા બહારનાં રાજ્યમાં ગયો..નવુ અપનાવતો હતો પણ સાથે સાથે મા બાપ સાથે રહેવાનો સુખમય સમય ગુમાવતો હતો.. તુ તો જાણે છે મોટાકાકા ફાઇનલ સુધી ભણ્યા અને વચલા કાકા મેટ્રીક સુધી.. તેમણે ઘરની હુંફ મારા કરતા વધારે ભોગવી એમના સંતાનો ને તેઓ જેટલુ આપી શક્યા તે તમારા અનુભવે તમે જ નક્કી કરો તમે આગળ છો કે નહીં? હવે અહીં એટલુ વિચારવાનુ છે કે ભલે હું ઘરની બહાર નીકળી ગયો પણ મારા પિતા અને માતા માટેનું મારું આત્મિક કે માનસિક  લગાવ સ્તર કદી નીચો ગયો નથી. તેઓ તો બે ચોપડી ભણેલા હતા છતા દરેક મંગળવારે તેમના પોસ્ટકાર્ડ આવે અને હું તેમને બુધવારે ભુલ્યા વિના જવાબ આપુ અને તે રિવાજ તમે લોકો એ પણ ચાલુ રાખ્યો સમય બદલાયે શક્ય છે પોસ્ટ્કાર્ડને બદલે ફોન આવે પણ તે થઇ પહેલી વાત કે જ્યાં તમે ત્રણ ભાઇ બહેનોનો દેશ બહાર નિવાસ છે.

શક્ય છે તમે એવા દેશમાં છો જ્યાં માબાપને ભગવાન સમજવાનો રિવાજ ન હોય..અને શક્ય છે અંશ પછીની પેઢી અંશને ન પણ ગણે ત્યાં જુનુ સાચવવાનો પ્રયત્ન તારે કરવાનો આવે. નવુ શિખતો અંશ નવા વાતાવરણમાં સંસ્કારને ગૌણ કરી પૈસાને મહત્વનાં બનાવી દે તે બને પણ વડીલ તરીકે મેં જે કર્યું તે તુ કરી શકે તો કદાચ સંસ્કારોનો વારસો આગળ ચાલશે. વડીલો વારસામાં પૈસા આપે દેવુ પણ આપે પણ સંસ્કાર તરફ્ની બેદરકારી પશ્ચિમનાં દેશોની નબળાઇ છે. તેઓની સંસ્કૃતિ આપણા જેટલી જુની નથી તેથી સંસ્કૃતિ પ્રત્યેની આપણી જાગૃતિ ખુબ જ જરુરી છે. અંશ સોળનો થયો અને હવે કોલેજ જવાનો અને તુ કહે છે તેમ તે બીજા શહેરમાં જવાનો તેથી તે વધુ ભ્રમોનો શિકાર થશે બને તો તેના ભણતરનાં વર્ષોમાં ભણતર સિવાય બીજુ કશું ન કરે તે સમજાવતા રહેજો. જોકે આશ્કાનુ કહ્યું તે વધુ માનશે તેથી આશા રાખીયે કે તારા વનવાસનો બાકીનો તબ્ક્કો સરળતા થી પસાર થાય. આ સમયે મળતા મિત્રો સમજુ અને સંસ્કારી હોય તો બહેકી જવાની શક્યતા ઘટે. આપણે તો કહી શકીયે પરંતુ અંતે તો ધાર્યુ ધણીનુ થાય તે તો સત્ય વચન છે ને?

થોડીક અહીંની વાત લખુ?

તારી બાનો ડાયબીટીસ કાબુમાં છે. કામવાળા આવે છે તેઓ તેમનુ કામ કરે છે અને શક્ય તેટલો  ધર્મ કરીયે છે. ટુંકમાં અહીં બધુ મઝામાં છે.

શીખા અને તને આશિષ

આશ્કા અને અંશને વહાલ્

This entry was posted in પૂ મોટાભાઇ. Bookmark the permalink.

0 Responses to પ્રિય સોહમ (દસ)

  1. Mehta Axay says:

    બહુ સરસ રીતે આગળ વાર્તા વધે છે

  2. jivan Thakkar says:

    શક્ય છે તમે એવા દેશમાં છો જ્યાં માબાપને ભગવાન સમજવાનો રિવાજ ન હોય..અને શક્ય છે અંશ પછીની પેઢી અંશને ન પણ ગણે ત્યાં જુનુ સાચવવાનો પ્રયત્ન તારે કરવાનો આવે. નવુ શિખતો અંશ નવા વાતાવરણમાં સંસ્કારને ગૌણ કરી પૈસાને મહત્વનાં બનાવી દે તે બને પણ વડીલ તરીકે મેં જે કર્યું તે તુ કરી શકે તો કદાચ સંસ્કારોનો વારસો આગળ ચાલશે. વડીલો વારસામાં પૈસા આપે દેવુ પણ આપે પણ સંસ્કાર તરફ્ની બેદરકારી પશ્ચિમનાં દેશોની નબળાઇ છે.

    sachi vaata chhe