ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીનું એક વધુ બહુમાન!

adil-mansuri.jpg

પચાસ વર્ષની લાંબી સર્જન યાત્રામાં એક વધુ સન્માનથી પુરસ્કૃત થયા ન્યુ જર્સી સ્થિત ગઝલકાર જનાબ આદિલ મન્સૂરી. તે અવોર્ડ છે ” Life time acheivement awrd”.

અમેરીકન ફેડરેશન ઓફ મુસ્લીમ્સ ઓફ ઇંડીયા- આ એવોર્ડ તેમના વાર્ષિક અધિવેશન માં ખાસ આમંત્રિત દિલ્હીનાં નિવૃત ન્યાયાધીશ ડો રાજેન્દ્ર સાચરનાં હસ્તે જનાબ આદિલ મન્સૂરીને 1 સપ્ટેંબર 2007 નાં રોજ કેનેડા ખાતે અપાશે.

 આ પહેલા તેઓ શ્રી ને ” કાકા કાલેલકર પારિતોષીક” (1970), “ગીતાંજલી એવોર્ડ” બર્મીંગહમ (1993), “સ્મૃતિ ગૌરવ એવોર્ડ” પ્રેમાનંદ સાહિત્ય સભા, વડોદરા (1995) , “કલાપી એવોર્ડ”ઇંડીયન નાટ્ય થીયેટર (INT) તરફથી(2001), “ગુજરાત ગૌરવ પુરસ્કાર”ઊર્દુ સાહિત્ય અકાદમી-ગાંધીનગર (2004).”શિકાગો આર્ટ સર્કલ એવોર્ડ” શિકાગો (2006) અને ઇંડીયન મુસ્લિમ વેલફેર સોસાયટી,બાટલી (2007) જેવા એવોર્ડ થી નવાજીત થયેલા છે.

તેમનો સંપર્ક 201-868-6991 ; email address adil@mansuri.com

તેમની એક નવી અને તાજી ગઝલ

લાગે છે

આ જીંદગીયે ખરેખર મજાક લાગે છે

કે ઘરમાં બેસી રહેવાનો થાક લાગે છે

 

ઘડી ઘડી હવે પડછયો જાય રીસાઇ

કે વાત વાતમાં એનેય નાક લાગે છે

 

બધાય પંથ વળી જાય છે તમારી તરફ

તમારા પંથે બધાયે વણંક લાગે છે

 

મરણ દરેકની સાથે કર્યા કરે રક્ઝક

બહુ અનુભવી જુનો ઘરાક લાગે છે

 

અમાસ આવતા ફિક્કો ને ઓગળેલો ચાંદ

મિલનની પૂનમે તો ફુલફટાક લાગે છે

 

હજીયે કંપે છે ‘આદિલ’ બધાય પડછાયા

કોઇના નામની ચોમેર ધાક લાગે છે.

This entry was posted in સાહિત્ય સમાચાર. Bookmark the permalink.

10 Responses to ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીનું એક વધુ બહુમાન!

 1. vijayshah says:

  અભિનંદન!

  મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
  બહુ અનુભવી જુનો ઘરાક લાગે છે.

  બહુ સરસ..
  હજી વધુ લખો અને ઉત્તમ લખો તેવી પ્રભુને પ્રાર્થના

 2. Akbarali Momin says:

  congratulations!

 3. Srujal Vadodariaya says:

  abhinandan!

 4. abhinandan! gazal paN saras chhe!

 5. khub khub abhinandan…

  ane ek sundar gazal … vaah..

 6. પંચમ શુક્લ says:

  આધુનિક ગુજરાતી ગઝલના પ્રેરણામૂર્તિ આદિલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. પ્રભુ એમને લાંબુ અને નિરોગી જીવન બક્ષે અને ગુજરાતીને અમૂલ્ય ગઝલરત્નો મળતાં રહે એવી શુભકામના.

 7. Pingback: ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીનું એક વધુ બહુમાન! «

 8. હજીયે કંપે છે ‘આદિલ’ બધાય પડછાયા
  કોઇના નામની ચોમેર ધાક લાગે છે.
  વાહ,વાહ,,,
  સાચુ પૂછો તો આપની કલમમાં કરામત લાગે છે……

 9. આદિલ સાહેબને અભિનંદન પાઠવવા માટે આ કલમનો પનો ટૂંકો પડે છે….

  એક જ મિસરો કહી શકાય:

  और जियादा….

 10. Mansuri Taha says:

  AADHUNIK GUJARATI GHAZAL NA PRANETA AADIL SAHEB NI KALAM NI DHAR HAVE UMAR NI SATHE SATHE VADHU NE VADHU TEJ THATI JAY CHE.

  KHUDA NE EJ PRARTHNA KE TEO HAJO LAKHTA RAHE NE RANK GURJARI NE NYAL KARTA RAHE.

  TANE MARHUM MANILAL NA SAM,
  TU JO LAKHVANU BANDH KARE AADIL.

Comments are closed.