વિચાર વિસ્તાર

દુષ્કરોમાં સૌથી દુષ્કર શું હશે ?
-મોહ ને મહોરાં ઉતારી જીવવું.

-મનસુખલાલ ઝવેરી

http://layastaro.com/?p=855

“લય સ્તરો” માંથી જડેલ આ ધ્રુવ વાક્ય વાંચતા જ વિચારો એ જોર પકડ્યું.  શાશ્વતા સુખની શોધ દરેક જણ તેમની જિંદગીમાં કરે છે. કેટલાક તે સુખ જ્યાં દુ:ખ છે ત્યાંથી કરે છે, તેમાં કરે છે અને તે છે મોહ રાજાનો ગઢ એટલે મમ, મારુ અને મારા પણાનો ભાવ અને તે જન્માવે અપેક્ષાઓની વણઝાર.. આતમ રાજાને ગુંગળાવતા આ આવરણો પછે ચઢાવે ઘણા મહોરાં જેમ કે મારું કુટુંબ, મારુ ઘર, મારો ઉદ્યમ, મારા સંતાનો અને મારુ જગત. સમયનાં વહેતા વહેણમાં  મારાની આગળ “અ” કે “ત’ આવે તે અમારા કે તમારા થાય.. અને શરુ થાય વરવી અપેક્ષા હનનની રંગમંચી રમત…જેમાંથી સર્જાય વિધ વિધ અંકોનુ પણ કદી ન પુરુ થતુ સંસાર ઝંઝાળ, દુ:ખોનુ અડાબીડ જંગલ અને એકલી વેદનાઓ કે સંવેદનાઓ.

ઓછા નુકશાને બહાર આવવાનો રસ્તો કવિ શ્રી મનસુખભાઇ ઝવેરી એ સુચવ્યો છે અને તે છે સ્થિતપ્રજ્ઞ થા અને તે થવા જરુરી છે મોહ ને મોહરાં ઉતારવા

This entry was posted in received Email. Bookmark the permalink.

0 Responses to વિચાર વિસ્તાર

 1. vijayshah says:

  abhhar dhavalbhaai
  bahu mongheru motee bataavyu..

 2. Hemal says:

  vichaar vistar vaanchyaa pachhe muktak vadhu sundar laagyu..

 3. gopal h parekh says:

  moh ane mohara utarine jivavu e lakhvu bahu aasan chhe, jivanmaa utaravu etlu j agharu

 4. સુંદર વિચાર-વિસ્તાર….

  આભાર…