નરસિંહ મહેતા – સંત ભક્ત કવિ કે વૈજ્ઞાનિક?

રાસલીલાનું વર્ણન લગભગ આપણે બધા જ જાણીયે છીએ.બાળકૃષ્ણની એ લીલા નરસિંહ મહેતાએ નરી આંખે, એક મશાલના અજવાળે જોઇ હતી.એનું પ્રમાણ ઇતિહાસમાં જોવા મળે છે.

શ્રીમદ ભાગવતમાં આલેખાયેલ આ રાસલીલા કંઇક આવા પ્રકારની હતી.એક કૃષ્ણ એમના સાથી ગોવાળિયાઓ સાથે રાસલીલા રમે છે.વ્રજની ગોપીઓ તેમાં સાથ આપે છે.દરેક ગોપીને લાગે છે કે કૃષ્ણ તેની સાથે છે.કૃષ્ણ પુરુષ (+ વીજભાર)છે.ગોપીઓ સ્ત્રીઓ(- વીજભાર)છે. સ્ત્રીઓને પ્રકૃત્તિ કહી છે.જેના પર આગળનો સંસાર નિર્ભર છે. સર્વશક્તિનો ભંડાર-ગોવાળિયાઓને સમતોલન નો ભાર(વીજભાર વિહીન) સોંપાયો છે.

રસાયણશાસ્ત્રમાં તત્વ(એલીમેંટ)નું બંધારણ વિશે વિચારીયે તો આવું કંઇક સ્પષ્ટ નજરે પડે છે.પ્રોટોન(+વીજભાર)છે,ઇલેકટ્રોન(-વીજભાર)છે.અને ન્યુટ્રોન(વીજભાર વિહીન)છે.દ્રેક ઇલેકટ્રોન પ્રોટોન સાથે જોડાયેલો છે.તત્વની દરેક પ્રક્રિયામાં ઇલેકટ્રોનની આપ-લે,કે મહત્વની ભૂમિકા હોય છે.તત્વનો શક્તિભંડાર-ન્યૂટ્રોનનું કામ સમતોલનનું છે.

ચિત્ર જૂઓ.

rasleela-2.jpg  rasleela-1.jpg

તો સમીકરણ કદાચ આવું બને..

કૃષ્ણ પ્રોટોન.

ગોપી ઇલેકટ્રોન.

ગોવાળિયા- ન્યુટ્રોન.

તો.. પ્રભાતિયાંરુપી સમીકરણો ક્યારે ઉકલશે ?

This entry was posted in કીરીટ ગો. ભક્તા. Bookmark the permalink.

4 Responses to નરસિંહ મહેતા – સંત ભક્ત કવિ કે વૈજ્ઞાનિક?

 1. સંસાર અસાર છે. દરેક સંત, કવિ કે વૈજ્ઞાનિકે તેને પોતાની દ્રષ્ટિથી માપવાનો પ્રયાસ કર્યો હોય છે.

  જીવન અને મૃત્યુ આ સંસારના અભિન્ન અંગ છે. સંત આધ્યાત્મિક દ્રષ્ટિકોણ થી સંસાર અને તેની પારના તથ્યોને ઓળખવાનો અને ઓળખાવવાનો પ્રયત્ન કરે છે. કવિ કલ્પનાના ઘોડા પર બેસીને તેને વર્ણવે છે. અને વૈજ્ઞાનિક સાબિતીઓની એરણ પર ચકાસે છે.

  નરસિંહ મહેતાએ જોયેલ રાસલીલા જેમ શ્રી કિરીટે કહ્યું તેમ આ સંસારના મૂળભૂત એકમ પરમાણું ની વ્યાખ્યામાં બંધ બેસે છે. નરસિંહ મહેતાને આપણે સંત, કવિ અને વૈજ્ઞાનિક એમ ત્રણેનો સમન્વય કહી શકીએ.

  અને સમીકરણ…

  કૃષ્ણ :- પ્રોટોન

  ગોપી :- એલેક્ટ્રોન

  ગોવાળિયા – ગોવાલણો : ન્યુટ્રોન

  આ સંસાર થી મુક્તિ મેળવીને પરમપદ પામવા માટે માણસ માટે જરુરી છે તો એકજ કે તે પોતે ક્યાં તો ગોપી પદ મેળવે અથવા તો ગોવાળિયા – ગોવાલણ પદ પામે અને આ સંસારના મૂળભૂત એકમમાં સમાઇ જાય.

  પ્રભાતિયાં આ પરમપદ પામવાની ક્રિયામાં ઉદ્દીપકનું કામ કરે છે. ઉદ્દીપક ( Catalyst ) એ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વપરાય છે, જે પોતે પ્રક્રિયાથી અલિપ્ત રહે છે.

  તો,

  પ્રભાતિયાં :- ઉદ્દીપક

 2. Chirag Patel says:

  અખંડ રાસ! પરમાણુમાં ઈલેક્ટ્રોન અને પ્રોટોનનો રાસ. (હકીકતે પ્રોટોન અને ન્યૂટ્રોન એકબીજામાં પરીવર્તીત થયા જ કરતાં હોય છે, એટલે એમને એક જ સબ-એટમીક પાર્ટીકલ ગણી શકાય.)

  ગ્રહોનો તારા ફરતે રાસ. તારાઓનો આકાશગંગાના કેન્દ્ર પ્રત્યે રાસ. આકાશગંગાઓનો બ્રહ્માંડના કેન્દ્ર પ્રત્યે રાસ. અને બ્રહ્માંડોનો?

  બ્રહ્માંડના અણુએ અણુમાં નીરંતર – અખંડ રાસ ચાલ્યાં જ કરે છે.

Comments are closed.