પૂ. મોટાભાઇ ( ચૌદ)

motabhai.jpg

 ના મોટાભાઇ ના દિવા તળે સંપૂર્ણ અંધારૂ નથી….

આશ્કા મારી જ પ્રતિકૃતિ છે અને ખુબ જ લાગણી ની ભરેલી છે અને તે સતત અમને કહેતી રહે છે પૈસા બચાવો.. પણ અમને થાય કે જે કામ માટે આવ્યા છે તે પુરુ કર્યા પછી બચતની વાત! અને હવે તો દિકરીનાં લગ્ન આવશે એટલે તેને તૈયારીઓમાં પડીશુ…(ભારતિય માબાપ છીયેને..)

તેને નજીકનાં ગામમાં ઘણી સારી નોકરી મળી છે એટલે લગ્ન પછી તે ત્યાં જશે…પ્રભુનો આ મોટો ઉપકાર જ ને…વળી હૈયાનાં હારને તેને ગમતો સજન સામે થી માંગતો આવે અને લાડે કોડે મારી દિકરી તેનાં ઘરે સીધાવે તેના થી રુડુ બીજુ શું હોયે? એના સાસુ તો બહુજ આશ્કા આશ્કા કરે છે. હમણા સુંદર ચણીયા ચોળીનો સેટ મોકલ્યો અને તાકીદ કરી કે તે પહેરી ફોટા પાડી તાકીદે મોકલવા… તેમને લગ્નની બહુ ઉતાવળ છે. તેમની સહેલીઓ અને કુટુંબીઓમાં આશ્કાનાં વખાણ, ફોટા અને તેમનો દિકરો કેટલી સરસ છોકરી લાવ્યો તેની ખુશી વહેંચવી છે.

મારુ અને શીખાનું મન માનતુ નથી.. આટલી જલ્દી લગ્ન ઉકેલી શકાય તેવી કોઇ જ શક્યતા નથી. હોટેલો માં જગ્યા નથી મળતી, તારીખો અથડાયા કરે છે. બહુજ શાંતિ થી વિચાર કર્યા પછી તેના સસરાને મેં વાત કરી કે તમારે ત્યાં તો બીજુ લગ્ન છે મારે તો એક જ દિકરી છે અને મારે તો તેને રંગે ચંગે પરણાવવી છે.. અને અહીં અમેરિકામાં છ મહિના પહેલા શક્ય નથી.. હા ભારત આવો તો રાજા ઠાઠમાં દિકરીને વળાવું… બસ આટલુ મારું બોલવુ અને તેમણે તો તરત હા કહી દીધી.. અને મને પણ ઉંડે ઉંડે એવુ તો હતુ જ આશ્કાનાં લગ્ન હોય અને બા મોટાભાઇનાં આશિર્વાદ હોય પણ તે ના હોય…આખરે આશ્કા તેમની પહેલી અને મોટી પૌત્રી છે.

 મોટાભાઇ! આ પ્રભુનો મોટો ઉપકાર જ ને? આ તમારા આશિર્વાદ જ ને?
હવે અમે બધા આવીયે છે. ઘરને આનંદમાં તરબોળ થવા અને કરવા…દિકરીને રંગે ચંગે વળાવવા…..બસ મહિનામાં આવીયે છે..

અંશ અમેરિકન છોકરીનાં સંપર્કમાં છે તેવી વાત આશ્કા લાવી હતી..તેને તેની ઉંમર કરતા વધુ ઝડપે મોટા થવું છે… અને જે રીતે તે બદલાતો જાય છે તે જ સુચવે છે કે તે હજી કાચા કાનનો છે અને તમે જે રસ્તા સુચવો છો તેની કોઇ આડઅસરો ના આવે તે ધ્યાન રાખી ઘટીત કરીશું તે કદાચ પૈસા નથી ના નામે આશ્કાનાં લગ્નમાં ના આવે તેવુ ના બને તે માટે તેની ટીકીટો ખરીદી લીધી છે…

મનમાં આવતા વિચારોની નોંધ અહીં મુકુ છુ…

અંશ અને મારી વચ્ચે છે એક મોટો જનરેશન ગેપ
હું વસું મારા ભુતકાળમાં અને
તે વસે તેના ભવિષ્ય કાળમાં

મને જે જોવા મળી
તે તો છે ભિન્ન વિચાર ધારા
અમેરિકન રિવાજોનાં તાણા વાણા

જે વિચારોની ત્રિજ્યા જુદી ત્યાં
હું કે તે કેવી રીતે જુએ એક દ્રશ્ય
અને કેવી રીતે બને તે સમદ્રષ્ટીનું દ્રશ્ય?

જનરેશન ગેપ ગોઝારો ભાઇ
જનરેશન ગેપ ગોઝારો

અટકું?

સોહમનાં પ્રણામ

This entry was posted in પૂ મોટાભાઇ, વિજય શાહ. Bookmark the permalink.

0 Responses to પૂ. મોટાભાઇ ( ચૌદ)

 1. vow ! The poem ” Generation gap ” has a very immotional & sensnational touch.
  bravo !

 2. Ashit Pathak says:

  સમદ્રષ્ટીનું દ્રશ્ય…
  આવી વાત બહુ સમય પછી વાંચવા મળી
  મઝા આવી ગઇ

  વિજયભાઇ ઘણુ સરસ લખો છો..

  લખતા રહેજો..આભાર.

 3. kanu vasoyaa says:

  Varta have jabarjast vaLaanko le chhe…
  laage chhe interval puro thayo…
  aabhaar have darek prakaran excitement vadhare chhe
  dada bapa dikaro ane ej gozaro generation gap…vah

 4. navi pedhi ne juni pedhi temaj generation gap ni vaato ne vagoli vagoli ne aapne j be pedhi vachchenu antar vadhaarvamaa aadkatari rite javaabadaar nathi shu?

 5. pravinash1 says:

  બે પેઢી વચ્ચે ચાલતી મનોમંથનની વાત
  સુંદર રીતે રજૂ કરવા બદલ અભિનંદન. આ
  તો ઘર ઘરની કહાની છે. પણ જ્યારે ભૂતકાળમાં
  ડોકિયું કરું છું ત્યારે આ વાતની સમર્થતા સમઝાય
  છે.