પ્રિય સોહમ ( ચૌદ)

motabhai-2.jpg 

ગમી તારી લાગણી ભરી વાતો..

અમારા માટે સંતાનોનું જવાબદારી ભર્યુ વલણ અમને અધમણ લોહી ચઢાવી ગયુ.  ગઇ કાલે બાગ બાન જોતા હતા અને તે જે  વાતો કહેતા હતા તેમ મા બાપ એ નીસરણીનું છેલ્લુ પગથીયુ નથી પણ તે વટ વૃક્ષનું મૂળ છે અને સંતાનો તેમની વડવાઇ, તે વધતા વૃક્ષની બાજુઓ છે તે વાત તેં સાબિત કરી દીધી.

તમારા જેવા સંતાનોની શુભ ભાવનાઓ તો મનને ચંદનો નો શિતળ લેપ આપે છે.

હવે તો બેચેનીથી તમારા આખા કુટુંબને જોવા અને સાથે રહેવા અમે બંને ઉતાવળા થઇ રહ્યા છીયે.

કામવાળા બહેનો પણ કહે છે સોહમભાઇ આવવાના છે અને બા અને દાદા બંને ખીલી ગયા છે. અંશ અને આશ્કા અહિથી ગયા પછી સાત વર્ષે આવે છે. કિશોરાવસ્થામાં અહિથી ગયા હતા હવે યુવાન થઇ ને આવે છે.

આવો સૌ અને ખાલી માળાને પાછુ ભરી દો આનંદો થી…

હવે તો રુબરુ જ ઘણી વાતો કરીશુ

શીખા આશ્કા અને અંશનાં અમને મીઠા ભણકારા થાય છે અને તુ તો જાણે તારા પત્ર સાથે આવીને બેસી ગયો છે અમારા ચિત્તવનમાં…

This entry was posted in પૂ મોટાભાઇ. Bookmark the permalink.

0 Responses to પ્રિય સોહમ ( ચૌદ)

  1. Jagdish Mehta says:

    Shabdo ochha pana vedhak ane vadhu bolaka

  2. દિકરા કે દિકરીના સંતાનોની વાટ જોતી વખતે થતી લાગણી શબ્દાતીત છે