આંબે આવ્યા મ્હોર !- ડો. દિનેશ ઓ.શાહ.

untitled.jpg              

               કોણે વાવ્યા’તા વૃક્ષ  કેરીના, કોણે નાખ્યા’તા ખાતર ખોર ?
               કોણે સિંચ્યા’તા નીર બપોરે, ભર ઉનાળે નાચ્યા’તા મોર !
               આજ મારે આંબે આવ્યા મ્હોર !

               હરખે મલકે કેરિયું નાની, ઝુલે ડોલમ ડોલ
               એની સુગંધનો દરિયો ઉછળે, આજે છોળમ છોળ !
               આજ મારે આંબે આવ્યા મ્હોર !

               મ્હોરમાંથી મારી કેરીયું થાશે, ને કોયલ કરશે કલશોર !
               ગાડાં ભરી ઘેર કેરિયું જાશે, મારા હૈયાની ભીંજશે કોર !  
               આજ મારે આંબે આવ્યા મ્હોર !

               જીવતર મારું કેરીનું ગાડું, હંકારુ ખેતરથી ઘરની કોર
               કોણે વાવી’તી ને કોણ રે ખાશે, કોણે ખેંચ્યા’તા કુવે દોર ?  
               આજ મારે આંબે આવ્યા મ્હોર !   
            
               અમરત સમ રસ પીવે સૌએ, મન મારું  કરે કલશોર !
               વાવવા મારે આંબા આ ભવમાં,કાલે સૌ થાશે ભાવ વિભોર !
               આજ મારે આંબે આવ્યા મ્હોર !
 
             ગેઇન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ.એ.
               સપ્ટેમ્બર ૧, ૨૦૦૭

ડો. દિનેશ શાહ હવે સાહિત્ય જગત થી અજાણ્યા નથી પરંતુ આ કૃતિ તેમનો સાચો પરિચય છે. તેઓ જે કરે છે તેને શબ્દ સ્વરૂપ આ કાવ્યમાં છે. તેઓ એ ઘણા આંબા વાવ્યા છે. અને હજી વાવી રહ્યા છે. સારા કામોનું જો એંધાણ મળે તો તેમનો માંહ્યલો જીવ તે રસ્તે તરત જ વળે છે. તેમની ટહેલ ધર્મ સંપ્રદાયોને એ હતીકે ભલે એક ઓછુ મંદિર બંધાય તો ચાલશે પણ ભારતથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા હોસ્ટેલ જરુર યુનિવર્સિટિ નજીક બાંધો.. અને એ પુનિત કામ ફ્લોરીડામાં તેમણે સામુહિક રીતે પુરુ કર્યુ.

અમરત સમ રસ પીવે સૌએ, મન મારું કરે કલશોર !
વાવવા મારે આંબા આ ભવમાં,કાલે સૌ થાશે ભાવ વિભોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

આતો હું અલ્પમતિ અને તેમના ઘણા કામોમાં એક કામનો સાક્ષી તેથી આ લખ્યું. કંઇ કેટલાય વિદ્યાર્થીઓને તન, મન અને ધનથી મદદ કરતો આ આંબો કેટલાય હજી બીજા આંબા વાવે અને ગુર્જર સાહિત્યનો વિરલો બને તેવી અભ્યર્થના- વિજય શાહ

This entry was posted in કાવ્ય રસાસ્વાદ, વિજય શાહ. Bookmark the permalink.

20 Responses to આંબે આવ્યા મ્હોર !- ડો. દિનેશ ઓ.શાહ.

 1. pravinash1 says:

  ખરેખર દાદ માંગી લે તેવા કાર્ય માટે અભિનંદન.
  એક ગુજરાતી તરીકે હું પણ ગર્વ અનુભવું છું
  ભારતીય તરીકે તેમના કાર્યને બિરદાવ્યા વગર
  રહી શકાતું નથી.

 2. જીવતર મારું કેરીનું ગાડું, હંકારુ ખેતરથી ઘરની કોર
  કોણે વાવી’તી ને કોણ રે ખાશે, કોણે ખેંચ્યા’તા કુવે દોર ?
  Dear Dineshbhai,

  You are a thinker and a great poet.
  Hope,You stay connected and when visit your son visit us too.

  The Trivedis

 3. ખુબ ઉચી વાત..સંતોષી અને નમ્ર અભિવ્યક્તિ..ગમી ગઇ..

 4. સુંદર રચના… અભિનંદન…

 5. Usha Patel - Gainesville says:

  Every time from now on while eating “Kari No Rass” will think of you and this poetry. Great keep it up.
  Go Gators

 6. Very nice geet Dear Dinesh uncle…. Congratulations!!

  (mane to india ni keri khava nu mann thai gayu 😀 )

 7. Uttam Gajjar says:

  ડૉ. દીનેશભાઈ શાહની કૃતી ‘આંબે આવ્યા મોર’ બહુ જ ગમી.. ભાવવીભોર કરનારી, જીંદગીનો રાહ ચીંધતી, જીંદગી પરત્વેના પોતાના સાચલકા અભીગમ અને પોતાના કતૃત્વને ઉજાગર કરતી રચના અને તેય સરળ હલકારામાં રજુ કરવી સહેલી તો ન જ હોય ! હું કવી નથી; પણ ભાવક ખરો.. ભાઈ વીજય શાહે દર્શાવ્યું તેમ, જેના હાથે આવા કંઈક આંબા–ઉછેરનાં કામો થયાં હોય તેને હૈયે આ શબ્દો ઉગે ને કલમે ઉતરે..
  અમારા ધન્યવાદ..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com

 8. અમરત સમ રસ પીવે સૌએ, મન મારું કરે કલશોર !
  વાવવા મારે આંબા આ ભવમાં,કાલે સૌ થાશે ભાવ વિભોર !
  આજ મારે આંબે આવ્યા મ્હોર !
  આ ભવમાં વાવેલું કયાંક તો ઉગીજ નિકળે છે! વાવો..તેવું લણો! સુંદર ભાવોને સુંદર રીતે વ્યક્ત કરતી રચના! મારા અભિનંદન..

 9. Harnish Jani says:

  Now a days this type of poems are rare–Kone vavi-KoN Khashe–That is the philosophy of Mango tree–We enjoy the fruits of somebody else’s good deeds–We should think about the future generation and do some thing for them–
  “Lay” and “Bhav” makes the poem good enough for Gujarati Text book-
  Read one more time-Absolutely delight.

 10. Shirish Kamdar says:

  Dineshbhai,

  Sambodhan vagar lakhu chhu, karan tamne Pujya pan lakhay aane Priy pan lakhay………Tamara Gyan mate Pujya and aamne ladka lago chho tethi Priy……..

  Tamari kavya rachna kaik aaneri chhe. You have proved one very important fact…….. When some one does something for you, never forget and repay (If not to the same person, may be to the society) You have not only repaid / repaying to the society but teach us also about our responsibility towards society and in particular to the upcoimg younger generation.

  Tamara kavyo ma dar vakhte kaik message hoi tem mane lage chhe, pan aa vakhte khub saras rite saral rite……… vanchnara na man ma barabar yad rahe tem sabdo ni rachna thai chhe tem lagyu.

  Tamari sathe Pune 6.10 na roj vato karva ni khub khub rah joi rahyo chhu.

  Tamara lekhan karya mate vadhu su lakhu? Prabhu tamne khub khub lakhvani shakti aape, tevi prarthana.

  Shirish

 11. Ramesh Patel. Premormi says:

  આંબે આવ્યા મ્હોર-ખુબ સુંદર રચના ! આંબો વાવો તો મ્હોર આવે અને ત્યારે જ “અમરત રસ પીવે સૌએ” એ ઉક્તી સાચી પડે. દિનેશભાઇએ અનેક ક્ષેત્રોમાં આંબા વાવ્યા અને અનેકોએ એ કેરીનો રસ ખોબે ખોબે પ્રેમથી પીધો છે એનો હું સાક્ષી છું. કવિતા વાંચી બાળપણ યાદ આવ્યું, કેટલી સરળ અને ભાવવિભોર કરે તેવી કવિતા!ને પાછી ગેય ! ક્યારેક એને કોઇના રુપાળા કંઠમાં સાંભળવુ ગમશે, અને અનેક લોકોને સત્કાર્યની એમાંથી પ્રેરણા મળો એજ આવા સુંદરતમ ગીત માટે પ્રાર્થના. દિનેશભાઇ, આવા સુંદર ગીતોના આંબા વાવ્યા કરે ને કવીતાનું અમરત સૌને પીવડાવતા રહે તેવી શુભેચ્છા !

  રમેશ પટેલ “પ્રેમોર્મિ”, લંડન, યુ.કે.

 12. Rajani Shah from Austin, TX says:

  I know Dr. Shah for long time. There is lot to learn from Dr. Shah as a scholar / scientist as well as a Humble Poet. One thing that strike me the most about him is that inspite of this glory and fame he has never forgotten his past and that reflects in this poem. He wants to distribute / give away all his mangos and in doing so, his heart feels good about it,,,what a climax !! Best wishes,
  Asmita and Rajani Shah from Austin, TX

 13. Jagdish Patel says:

  This remind me of his another poem Parab Tara Pani. I have knwn this ‘Gemntle’ man since last few years and is forptunate to have tested the mangoes of his Amba. He has extendedhelpinghad for the poor Agate workers of Khambaht who die of Silicosis – a letha lung diseases casued due toexposure to fine silica dust generated during giving shape tothe silica stone.His poems are simple but gives geat message. This inspires one to plant at least one Amba in ones life time forthe coming generation toget teh fruits. We all have enjoyed the legacy and need toleave behind something forthe others

 14. Vikram Vakil says:

  Dineshbhai, What is your e-m address? I’ll be in USA Nov 6-> Dec 6th. Would like to talk to you.
  Vikram
  Mumbai

 15. Pingback: News from Dr. D O Shah: A view from Nadiad to Gainesville! «

 16. Pingback: આંબે આવ્યા મ્હોર ! - ડો. દિનેશ ઓ. શાહ | ટહુકો.કોમ

 17. butabhai patel says:

  very good

 18. butabhai patel says:

  very very good

 19. digesh chokshi says:

  Thank You dineshbahai for your contribution not only in science but as a great human being &such a great poetry.I just read your book parab tara pani &you write so naturally from your heart .
  Digesh &neha Chokshi

 20. bharat rathod says:

  THANK YOU !
  DINESHBHAI I PROUD FOR YOU

Comments are closed.