દિશા મિસ્ત્રીના સંકલીત બે કાવ્યો

almostfullmoonrise20040827-1sm.jpg 

ખીલીને સોળે કળાએ ઝળહળે છે ચાંદની,
કંઈ ને કંઈ બહાને ફરી તુજને અડે છે ચાંદની.

વાટ થઈ વગડામાં નક્કી તું જ પથરાઈ હશે,
એટલે તો ચોતરફ આ ટમટમે છે ચાંદની.

ચંદ્રના અરમાન વેરાયા હશે શું સૃષ્ટિમાં?
ફોજ તારાઓની લઈને નીકળે છે ચાંદની.

છે ઊછીનું તેજ તોયે ઠારતું, ના બાળતું,
લેણ-દેણીની રસમ ગર્વિત કરે છે ચાંદની.

આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,
ચાંદ સમ તું ગઈ એ દિ’થી ક્યાં ઊગે છે ચાંદની ?!

શ્વાસમા મુજ તેજનો લય થઈ ગઝલ રેલાય છે,
જ્યારે-જ્યારે શબ્દને મારા અડે છે ચાંદની

****

રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને છૂટા પડી ગયા

ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને ભળી ગયાં

અને અચાનક મળી ગયાં અમે,
ના રસ્તા કે ના ઝરણાં
એટલે ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !

This entry was posted in received Email. Bookmark the permalink.

0 Responses to દિશા મિસ્ત્રીના સંકલીત બે કાવ્યો

  1. દિશા મિસ્ત્રીના સંકલનમાં ગઝલ વધારે ગમી

  2. DR. CHANDRAVADAN MISTRY says:

    Pravinaben..NAMASTE..Visied your website first time Enjoyed your KAVYO LEKH etc..Before the visit I came to know of your BLOG via the site of VIJAY SHAH..There is no mention of your name & I suggest you write a short PARICHAY of yourself so the visitors can know about you..JUST A THOUGHT..
    I invite you to visit my BLOG CHANDRAPUKAR at http://www.chandrapukar.wordpress.com &post your comments>>DR. CHANDRAVADAN MISTRY

  3. DR. CHANDRAVADAN MISTRY says:

    Vijaybhai some mistake in posting..CAN YOU TRANSFER THE COMMENTSTO THE WEBSITE OF PRAVINABEN ?