પુ. મોટાભાઇ (પંદર)

motabhai-2.jpg

 એરપોર્ટ ઉપર જ્યારે ઉતર્યા ત્યારે ચારે જણા થાકેલા હતા.. બેગો લઇને બહાર નીકળ્યા ત્યારે દેખાતો સમગ્ર સ્નેહીવર્ગ અને મિત્રોને જોઇ સહુ ગદ ગદ થઇ ગયા. આશ્કાને લેવા તેનુ આખુ ટોળુ અને અંશને લેવા પણ તેના મિત્રો હતા ફુલ અને હાર સાથે સૌ પ્રેમાળ ઉષ્મા અને વહાલ લાવ્યા હતા..શીખા અને સોહમનાં પણ કુટુંબીઓ હતા..સોહમનાં આનંદને દ્વીગુણીત કરતા બા અને મોટાભાઇ આવ્યા હતા. આશ્કા દોડીને પહેલા દાદાજીને પગે લાગી બાને વળગી પડી પછી અંશ અને સૌ પગે લાગ્યા..ભારતિય સંસ્કારો હજી જિવંત હતા

  સોહમ તો ક્યારેય કલ્પના નહોંતો કરી શકતો કે બા અને મોટાભાઇ વ્હીલ ચેરમાં એરપોર્ટ આવે. ઘરે પહોંચ્યા તો આસ પાસ અને દુર અને નજીકનાં પડોશીઓમાં પણ એજ સ્વત્વ અને આવ ભાઇનો આદર અને મીઠેરો ટહુકો મળ્યો..ભાવતા ભોજન અને ગમતીલા હાસ્યો સાથે દિવસો તો ઝડપભેર પસાર થતા ગયા. અને લગ્ન નાં દિવસો નજીક આવી ગયા.તે દિવસે મોટાભાઇ જે લાકડીનાં ટેકા સિવાય ચાલતા નહોઁતા તે દિવસે વાતો વાતોમાં લાકડી વિના દિવાન ખંડથી રસોડા સુધી ચાલી ગયા…કામવાળા બેન બોલ્યા અંશભાઇ જુઓ તમે શું ચમત્કાર કર્યો..દાદાની લાકડી જતી રહી..બા બોલ્યા હવે તો એક નહિ બે લાકડી છે તો પછી નિર્જીવ લાકડીની શું જરુર?

  તે દિવસે મોટાભાઇ બહુજ ખડખડાટ હસ્યા..નાના બાળક જેવુ નિર્દોષ અને નિર્મમ..પછી જાણે ચોરી પકડાઇ ગઇ અને પોતાની જાતે જ બોલ્યા અરે લાકડીનો હું કેદી હતોજ ક્યાં? આતો હાથવગી હોય તો અડબડીયુ ન ખવાઈ જાય તેની અગમ ચેતીજ તો વળી…હું અને અંશ તેમને વહાલભરી નજરથી જોઇ રહ્યા હતા જાણે તેમનુ બચપણનું અમારા ઉપર વર્સેલુ વ્હાલ એમના બાળ સ્વરુપે અમે પાછુ ન આપતા હોઇએ..પછી તો અંશે દાદા સાથે ખુબ જ વાતો કરી તેમના દાદાની, મારા દાદાની અને તેના દાદાની…અને મોટાભાઇ પણ બહુજ પ્રસન્ન હતા. સોહમ મન ભરીને ત્રણેય પેઢીનાં સંવાદો માણતો હતો

  તે દિવસે સાંજે રીક્ષામાં બેસી આશ્કાનાં લગ્નસ્થળની મુલાકાત લીધી. ઘરમાં સૌને સુખદ અને આનંદ દાયક આશ્ચર્ય હતુકે સાત વર્ષની સ્વૈચ્છીક નજર કેદ ભોગવતા મોટાભાઇ બહાર નીકળ્યા..કદાચ દિકરો સાથે હોવાનું સુખ તેમણે અનુભવ્યું…સોહમ પણ અતિ પ્રસન્ન હતો.

This entry was posted in પૂ મોટાભાઇ. Bookmark the permalink.

0 Responses to પુ. મોટાભાઇ (પંદર)

 1. Parth sagar says:

  naanaa prasango pana saras lekhan Monotonus nathi lagatu.

  vartaa pravaah jalavaayelo rahe chhe te vijaybhai ni khubi chhe.

  abhinandan

 2. Premal Bhatt says:

  પોતાની જાતે જ બોલ્યા અરે લાકડીનો હું કેદી હતોજ ક્યાં? આતો હાથવગી હોય તો અડબડીયુ ન ખવાઈ જાય તેની અગમ ચેતીજ તો વળી…હું અને અંશ તેમને વહાલભરી નજરથી જોઇ રહ્યા હતા જાણે તેમનુ બચપણનું અમારા ઉપર વર્સેલુ વ્હાલ એમના બાળ સ્વરુપે અમે પાછુ ન આપતા હોઇએ..પછી તો અંશે દાદા સાથે ખુબ જ વાતો કરી તેમના દાદાની, મારા દાદાની અને તેના દાદાની…અને મોટાભાઇ પણ બહુજ પ્રસન્ન હતા. સોહમ મન ભરીને ત્રણેય પેઢીનાં સંવાદો માણતો હતો

  Master piece…

 3. Kaushik Desai says:

  aa vakhate bilkul saraLa lakhyu vijay pana jaaNe motabhaai ( my Father) saathe hu vaato na karato hou!