બીલ ગેટસને પત્ર. _આર. જોષી રજુ. વકીલખાન e mail courtsey -Mohmad ali Bhaidu (canada)

પ્રિય મિત્ર બીલ ગેટસ,

   પંજાબથી બંટા સિંઘ તરફથી આ પત્ર છે.

અમે અમારા ઘર માટે એક કોમ્પ્યુટર ખરીદ્યું છે,પરંતુ એમા કેટલીક ક્ષતિઓ છે,તે પ્રતિ આપનું ધ્યાન દોરું છું.

1 ઈંટરનેટ સાથે જોડાણ કર્યા બાદ ,અમે ઈ_મેલ એકાઉંટ ખોલવાનો વિચાર કર્યો.પરંતુ જ્યારે પણ હૉટમેલ પર  ફોર્મ ભરતી વખતે પાસવર્ડ ની કૉલમ ભરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ફકત ****** દેખાય છે.,પણ બીજી જગ્યાએ અમે જે ટાઇપ કરીએં તે દેખાય છે.

આ વિઘ્ન ખાલી અમને પાસવર્ડ માંજ નડે છે.અમે હાર્ડવેર વિક્રેતા સંતા સિંઘને જ્યારે ફરિયાદ કરી તો એનું કહેવું છે કે આ મામલો કી બૉર્ડનો છે. અમે ઈ_મેલ એકાઉંટ  ****** ના પાસવર્ડથી ખોલ્યો છે તો આપને વિનંતી છે કે એ અંગે ઘટતું કરશો.અમને એમાં કશી ગતાગમ પડતી નથીકે પાસવર્ડ શું છે.

2 _ સ્ટાર્ટનામનું બટન એમાં છે,પણ સ્ટોપનું બટન નથી.એની ચકાસણીની પણ વિનંતી છે.

3 _એમાં એક રન નામનું બટન પણ છે.મારા એક મિત્રે રનબટન દબાવ્યું અને અમૃતસર સુધી દોડ્તો રહ્યો. એ અંગે એક વિનંતી છે કે એ બટન ને સીટ બટન માં ફેરવી નાંખવું ,જેથી અમે બેસીને એને કલીક કરી શકીએં.

4 _ અને એક વિનંતી એ પણ છે કે  એમાં રી સાયકલ છે,પણ મારી પાંસે સ્કૂટર હોવાથી રી સ્કૂટર મળી શકે?

5 _ એમાં એક ફાઈંન્ડ બટન પણ છે ,પણ તે બરબર કામ કરતું નથી.મારી પત્નિથી બારણાની ચાવી ખોવાઇ ગઇ છે,અમે એ બટન દબાવી ચાવી શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ ,એનો પત્તો ખાતો નથી. શું એમાં કોઇબગ છે?

6 _મહેરબાની કરી મને જણાવશો કે ,મને કયારે ‘HEART”(પત્તાંની રમત) જીતવા બદલ પૈસા પહોંચાડશો અને તમારા પૈસા લેવા કયારે આવશો?

7 _ મારા બાળકો મઈક્રો સોફટ વર્ડ શીખી ગયાં છે,હવે તેઓ માઇક્રોસોફ્ટ સેનટન્સ શીખવા માંગે છે. તો એની વ્યવસ્થા તમે કયારે પુરી પાડશો?

8 _ મે કોંપ્યુટર,સીપીયુ,માઊસ અને કીપેડ નાં પેકેજ સાથે ખરીદ્યું છે,પરંતુ કોમ્પ્યુટર પર એકજ વાત લખી છે’My computer તો બીજા ઉપકરણોનું શું થયું?

9 _ અને આ પણ કમાલની વાત છે કે વીડૉઝ પર લખ્યું છે કે ‘Mypicture’ પણ ત્યાં મારો એકે ફોટો નથી.તો મારો ફોટો ક્યારે મુકશો?

10 _ એમાં ‘MICROSOFT OFFICE તો છે, પરંતુ MICROSOFT HOME,નથી,.અને હું તો પીસી નો ઉપયોગ ઘરમાં કરું છું.

આપનો

બંટાસિંઘ

 

This entry was posted in અન્ય બ્લોગમાંથી ગમેàª, ગમતાનો ગુલાલ. Bookmark the permalink.

6 Responses to બીલ ગેટસને પત્ર. _આર. જોષી રજુ. વકીલખાન e mail courtsey -Mohmad ali Bhaidu (canada)

 1. અને હા, આ તો બધુ મેં પાયરેટેડ લીધુ છે..

 2. માનનિય બીલ ગેટ ના નામમાં જ દરવાજો છે પણ કોમ્પ્યુટરમાં બધો જ વ્યવહાર વિંડો માંથી જ થાય છે.

  અમે નાના હતા ત્યારે સ્કૂલના ક્લાસમાંથી છટકવા અને ચોરીછુપીથી ક્લાસમાં પ્રવેશવા માટે બારીનો ઉપયોગ કરતા હતા. શ્રીમાન બીલ ગેટ પણ આમજ કાંઇક કરતા હોવા જોઇએ, એટલે જ તેમના કોમ્પ્યુટરમાં ડોર નથી, ફક્ત વિંડો જ છે. શું આ નવી સભ્યતા શીખવવાનો પ્રયાસ છે કે પછી પોતના અનુભવોને વિશ્વની સમક્ષ મુકવાની ઘેલછા છે?

 3. સારું છે દરવાજાનું બીલ નથી આવતું. એટલે બારી થી ચલવવું પદશે.

 4. chetu says:

  વાચવા ની મજા પડી ગઇ…નએ સાથે હસવા ની પણ..

 5. અરે, મારા એક દોસ્ત પરબતસિંગ એક કોમ્પ્યુટર લઈ આવ્યા હતા એ ચાલુ કરતાં 2000 વિંડો ખુલી ને એ વિચારમાં પડી ગયા કે એટલી બધી વિંડો માટેના પડદાનો ખર્ચ કેટલો બધો આવશે1 ને એમણે એ બંધ કરીને ઢાંકી રાખ્યું છે. કોઈને જોઈતું હોય તો સસ્તામાં મળી જશે.

 6. jagruti says:

  હાસ્યસભર લેખ… મજા આવી ગઈ.

Comments are closed.