પ્રિય સોહમ ( સોળ)

motabhai.jpg

 લગ્નની ચોરીમાં કન્યાદાન દેવા તુ બેઠો છે શીખા બેઠી છે. કુંતલનાં પગ ધોવાય છે આશ્કાની મામા લગ્ન મંડપમાં તેડીને આવે છે. આશ્કાતેના પગ મમ્મી ધુએ તે રીત થી ખુબ જ સંકોચાય છે આંખમાં આંસુ દેખાય છે. સ્વજનો સાજન અને મહાજનો વચ્ચે કુંતલ તેની માંગ ભરે છે. મંગળ સુત્ર પહેરાવે છે. ગૈ કાલે એવુ નક્કી કર્યુ હતુ કે આશ્કાને તેનો માનેલો મનમીત મળ્યો છે તેથી તેની વિદાય વખતે રડવુ નહીં પણ મને વંશ આગળ વધશે ચોથી પેઢી જોવા મળશે તેવા આનંદો કરતા હવે તુ એકલો પડીશ દિકરી ની હુંફ હવે નહી મળે એવુ વિચાર વમળ આવ્યા કરે છે

તુ અમેરિકા ગયા પછી એ ખાલીપો આવ્યો વેઠ્યો અને પચાવ્યો..સોહમ બહુ જ અઘરુ છે તે..
ગોર મહારાજ વિધિ સમજાવે છે કુંતલ અડધુ પડધુ સમજે છે અને આશ્કાને કહે છે હવે જરા જલ્દી પતાવે તો સારુ પણ વરરાજાની આજે ક્યાં કોઇ સાંભળે છે. લગ્ન પત્યા જમણવાર પત્યો અને એ વિદાયની ક્ષણ આવી ઉભી. કુંતલ્ની મમ્મી હરખે ગાતી હતી લે જાયેંગે લે જાયેંગે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે ત્યારે મારા મનમાં સોહમ અત્યારે શું વેઠતો હશે શીખા કેમ કરી તેની લાડલીને વિદાય આપશેનું મંથન ચાલતુ હતુ અને મનમાં આશિર્વચનો નીકળતા હતા બાબુલ કી દુઆએ લેતી જા …

આશ્કા તેના કુંતલ સાથે હનીમૂન માટે નીકળી ગઇ … અને આવતી કાલે આ હલચલ અને કોલાહલ શમી જશે…પરદેશી પંખીડા ઉડી જાશે આ માળો ખાલી કરીને…સોહમ શીખા અને અંશ ત્રણેય અમેરિકા પાછા જતા રહેશે. સોહમ! તારી બા તો ધર્મ મય જીવન પાછુ કરશે પણ સાચુ કહુ ભૈલા મને બહુ ખાલી ખાલી લાગશે!તારી હાજરી માત્રથી મન મારુ નિર્ભયતા અનુભવતુ હતુ

ગાડીમાં પાછા જતા અંશ મારી સાથે હતો.. તે પણ સારો એવો ગમગીન હતો. બહુ ઠરેલા ભાવે તે બોલ્યો.. દાદાજી મારા લગ્ન હું આટલા ધામધૂમથી નહીં કરુ..આટલા બધા માણસોને બોલાવવાના, જમાડવાના અને ખોટા ખોટા હેતનાં અને વહાલનાં દેખાડા કરવાના ને હું તો બેવકુફી સમજુ છું. મારે કહેવુ પડ્યુ ભાઇ વહેવાર છે કરવો જોઇએ અને આ વહેવારમાંજ કેટલી નવી ઓળખાણો થાય અને જિંદગી આગળ વધે…

હું જોઇ શક્તો હતો કે તેર વર્ષનાં ભારતિય અંશમાં અમેરિકા એ આઠ વર્ષમાં કેટલો બદલાવ લાવી દીધો છે. તે પોતાનુ વિચારી શકે છે..સમાજ માટેનાં તેના માપદંડો કેટલા જુદા છે. મેં તેને હસતા ટકોર કરી લગ્ન એ માબાપનું બહુ લાંબા સમયથી સંતાનો માટે જોવાતુ સ્વપ્ન છે..જે અહીં બહુ સરસ રીતે સોહમે પુરુ કર્યુ..આશ્કા માટે તો આ સ્વપ્ન અમારુ પણ હતુ.. આ ભારતિય સંસ્કૃતિ છે. તમે અમેરિકનો એટલે તો સમૃધ્ધ બનો છે પૈસાથી અને કંગાળ બનો છો સંસ્કારોથી..

હું જોઇ શકતો હતો તેને મારી ટકોરમાં તુ દેખાયો હતો.. પણ સંસ્કાર તો હતા તેથી તેને ન ગમેલી વાત તે દલિલ કર્યા વિના સાંભળી ગયો…અને ઘર પણ નજીક આવી ગયુ હતુ.. સોહમ હું ધારતો હતો એટલો થાક્યો નહોંતો પણ દિકરી વળાવ્યાનો થાક તો વરતાતો હતો..દુલા કાગની પંક્તિઓ સંભળાતી હતી.

લૂંટાઇ ગ્યો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રયો;

જાન ગઇ જાણે  જાન લઇ; હું તો સૂનો માંડવડો-

                                                    કાળજા કેરો કટકો મારો.

This entry was posted in પૂ મોટાભાઇ. Bookmark the permalink.

0 Responses to પ્રિય સોહમ ( સોળ)

 1. Amit says:

  પત્ર શ્રેણીમાં આ ડાયરી કે સ્વગતોક્તિ વાર્તાનાં વહેણને ખંડીત નથી કરતી તે વાતનાં અભિનંદન્

  આ વખતે ઘણા સમય પછી પોસ્ટ મુકાઇ.
  અનિયમિતતા થોડી દુઃખ દાયક છે.
  આશા રાખુ કે નિયમિતતા આવે અને રસ જળવાય્

 2. Jagdish Shah says:

  હું જોઇ શક્તો હતો કે તેર વર્ષનાં ભારતિય અંશમાં અમેરિકા એ આઠ વર્ષમાં કેટલો બદલાવ લાવી દીધો છે. તે પોતાનુ વિચારી શકે છે..સમાજ માટેનાં તેના માપદંડો કેટલા જુદા છે. મેં તેને હસતા ટકોર કરી લગ્ન એ માબાપનું બહુ લાંબા સમયથી સંતાનો માટે જોવાતુ સ્વપ્ન છે..જે અહીં બહુ સરસ રીતે સોહમે પુરુ કર્યુ..આશ્કા માટે તો આ સ્વપ્ન અમારુ પણ હતુ.. આ ભારતિય સંસ્કૃતિ છે. તમે અમેરિકનો એટલે તો સમૃધ્ધ બનો છે પૈસાથી અને કંગાળ બનો છો સંસ્કારોથી..

  Motabhai aavu ja boli shake

 3. vijayshah says:

  અમિતભાઇ

  આપની વાત અને ટકોર બન્ને સાચી છે.
  થોડાક સમયથી કોશેટામાં જતી રહેલી સર્જન શક્તિને બહાર લાવવા મથું છું.
  આપના પ્રેમાળ સુચનો તેમા ઉર્જા પુરે છે

  આભાર
  વાંચતા રહેજો…
  વિજય શાહ્