અલભ્ય

કદીક કશુંક અલભ્ય રહે તો
તે સારું જ છે.
કારણ દરેક ચાહતો પુરી થવી જોઈએ
એવુ ક્યાં ધર્મગ્રંથોમાં લખ્યું છે પરમ પિતા પરમેશ્વરે?
અને મળે તે બધુ ગમે તેવુ પણ ક્યાં થતું હોય છે?

ગમતુ મળે તે ભાગ્ય!
પણ મળે તેને ગમાડે તે માણસ
ન ગમતાને ગમાડે તે સંત
માટે જ તો તે પ્રભુને ગમતો

આ સંદેશ ગર્ભિત છે

કળયુગમાં સંત થવુ અઘરુ છે કારણ તે દરેક પરિસ્થિતિમાં તેના ગમાને ઓગાળી દરેકને સારુ સીંચતો ફરે છે. અને તેથી સાચા સંત અલભ્ય હોય છે. સાચા સંતને પોતાના આગમનનાં ઢંઢેરા પીટવા નથી પડતા, મઠ સ્થાપવા નથી પડતા,કે નથી ફંડફાળા ઉઘરાવવા પડતા.તેના સત્કાર્યો જ તેમની સુવાસ પુરતા હોય છે જેમકે મધર ટેરેસા કે જલારામ … કો’કને માઠા સમયે મદદ કરતો માણસ અને મદદ કર્યા પછી કદી તે મદદ ને યાદ પણ ન કરતો માણસ કદાચ આજનાં જમાના નો મહામુર્ખ માણસ કહેવા પણ આવા માણસો હજી આ પૃથ્વી ઉપર છે અને તેથી તો પૃથ્વી હજી વિના ટેકે અવકાશે મુક્ત ફરે છે.

This entry was posted in કવિતા, તમે અને મારું મન. Bookmark the permalink.

0 Responses to અલભ્ય

 1. pravinash1 says:

  કળિયુગ માં સંત થવાની ક્યાં વાત કરો છો.
  સત ને વળગી રહેવું પણ મુશ્કેલ છે.

 2. આપણા માટે તો મળે તેને ગમતું માનીએ એ સમજણ આવે તો ય ભયો ભયો

 3. Dr. Chandravadan Mistry says:

  A THOUGHT OF WISDOM…..BUT ONE NEEDS TO IMPLEMENT IN LIFE…THEN & THEN GOD SHOWERS HIS BLESSINGS…

 4. અસરકારક શબ્દોમાં ચોટદાર વિચારો!
  …. હરીશ દવે અમદાવાદ