ચગડોળ છે જિંદગી..

giantwheel.jpg

ઘણું બધુ થાય પણ નયને, આંસુ ન સરે,
ચચરાટ ને ઉકળાટ ઘણો, શાતા ન મળે

હળાહળ ઝેર પીતા શીવને ઉમા આણ છે
હું તો સીધો માણસ મને તો તે ઝેર નડે

સમુદ્ર મંથને નીકળે ઘણું, ખબર ન પડે
મેરુ બની કેમ ફર્યા કરુ શેષનાગની ધરે

ખુટતી જાય છે જીવન ક્ષણો ક્ષણે ક્ષણે
છતા ચિત્ત ચઢ્યા કરે દ્વિધાની અવઢવે

સમજાય ના ઓ ઇશ તુ કરવા શું ચહે
સ્વીકારી લઉં સુખ દુ:ખ પ્રસાદી સ્વરુપે?

આજ છે અજંપ ઘણી,કાલની ના ખબર
ચગડોળ છે જિંદગી ચાલે ઉંચે નીચે ફરે

This entry was posted in કવિતા, તમે અને મારું મન. Bookmark the permalink.

0 Responses to ચગડોળ છે જિંદગી..

 1. પામ્યે પ્રસન્નતા તેનાં દુઃખો સૌ નાશ પામતાં;
  પામ્યો પ્રસન્નતા તેની બુધ્ધિ શીઘ્ર બને સ્થિર. (ભ.ગીતા અધ્યાય 2 શ્લોક 65)
  આ શ્લોકને વાગોળીને પચાવવાનો પ્રયત્ન કરવાથી પછી જિંદગી ચગડોળ નહીં લાગે

 2. સુરેશ જાની says:

  સરસ રચના.

 3. સુંદર રચના…

 4. Dr. Chandravadan Mistry says:

  I LIKED THE POEM>……

 5. pravinash1 says:

  That is true. In the blink of an eye You are up or down

 6. vijayshah says:

  આભાર!
  સુરેશભાઈઅને ડો વિવેક્ભાઈ
  સુધારા સ્વીકારી લીધા