નવા વર્ષની પ્રભાતે લેવાનાં સંકલ્પો

nutanvarshnisavare.jpg

વડીલોને માન અને સન્માન
મારી પેઢી સાથે હાસ્ય ગુલાલ
દીકરા દીકરીને  દેવું અનુભવ જ્ઞાન (જો માંગે તો)
બાલ ગોપાલને સૌ વ્હાલ દુલાર.

કમાયાનું અર્ધુ બચાવવું અને
અર્ધામાંથી અર્ધુ પાછુ આપવું (સરકારને)
સાબુત રાખી તનને, વજન જાળવવું
વર્ષ આખુ નફે રહેવુ અને રાખવું.

દેશ, ભાષા, દેહ અને કુટુંબ સાચવવા
જે જ્યારે જેટલુ માંગે તેટલુ આપવું
દરેક વર્ષની જેમ તન અને મનને
સક્ષમ અને પ્રભુમય રાખવું,રખાવવું .

This entry was posted in તમે અને મારું મન. Bookmark the permalink.

0 Responses to નવા વર્ષની પ્રભાતે લેવાનાં સંકલ્પો

  1. gopal h parekh says:

    ટુંકુ ને ટચ, પણ ભાવ સભર

  2. DR. CHANDRAVADAN MISTRY says:

    VERY NICE VICHAO IN A KAVYA…CONGRATS…..