ગરવી ગિરા ગુજરાતી…… સુકેતુભઈ ત્રિવેદી

images.jpg

નુતન વષૅની, મિત્રો, શુભેચ્છાઓ તમને,અને સહુને, સુખ, શાંતિ ને આબાદીની,
એ તો ઠીક, પણ, સુજ્ઞ તમે છો, માફ કરો તો, યાદ કરાવું એક  વાત  સમજદારીની,
                ગઇ ગુજરી ભૂલી જવાનો પ્રયત્ન કરીએ, અણગમતી યાદ્દો પરેશાનીની,
                એકબીજાને માફ કરીએ; સંભારીએ, વાગોળીએ, ફરી જીવીએ, વીતી પળો મઝાની.
 
 વાચન, મનન, ભજન, ચિંતન  એ બધું તો સારું જ છે, મારા ભાઇ,
પણ તન્દુરસ્તી ને મનદુરસ્તી જો સાચવીશું તો જ રહેશે સચવાઇ,
         વ્યાયામ કરીએ, મગજ કસીએ, નવું શીખીએ, હસીએ, હસાવીએ એ જ ખરી કમાઇ,
         હળીએ-મળીએ વારંવારે, અમથું અમથું, વગર કારણે; ઇ-મેલ કરીએ (સાવ મફત છે),
                                                             મઝા આવશે, સબંધ રહેશે જળવાઇ.
 
મજબૂરી છે, હમણાં હમણાં, આદત પડી છે, વગર પૂછે, સલાહ-સૂચનો કરવાની,
મળીએ ત્યારે, ચ્હા પીધી-ના-પીધી, ને વાત આખે આખી કહી દેવાની,
                       ઉમ્મરની, એકલતાની અને નવરાશની આ છે નિશાની,
                      પણ, નવા વષૅમાં, યાદ રાખીશું, ટેવ પાડીશું, બને ત્યાં સુધી, ચૂપ રહેવાની.
 
 
લખવા-બોલવાની સાચા ગુજરાતીમાં, હવે આપણને રહી નથી ઝાઝી ટેવ,
 ” આવજો”‘ને બદલે કહીએ છીએ ” bye” અને “હજામત” ને ‘shave”,
         એ તો એમ જ ચાલે, થોડું હસી લઇએ, પણ, ગવૅથી ફુલાવીએ છાતી,
        આવજો ત્યારે, જવાબ લખજો; પણ “try” તો કરજો શુદ્ધ ભાષાનો;
                                                                   છે ગરવી ગિરા ગુજરાતી……
                                              

This entry was posted in received Email. Bookmark the permalink.

0 Responses to ગરવી ગિરા ગુજરાતી…… સુકેતુભઈ ત્રિવેદી

 1. vijayshah says:

  લખવા-બોલવાની સાચા ગુજરાતીમાં, હવે આપણને રહી નથી ઝાઝી ટેવ,
  ” આવજો”‘ને બદલે કહીએ છીએ ” bye” અને “હજામત” ને ’shave”,
  એ તો એમ જ ચાલે, થોડું હસી લઇએ, પણ, ગવૅથી ફુલાવીએ છાતી,
  આવજો ત્યારે, જવાબ લખજો; પણ “try” તો કરજો શુદ્ધ ભાષાનો;

 2. DR. CHANDRAVADAN MISTRY says:

  READ & LIKED IT…NOW I AM REPLYING IN ENGLISH….IF THERE WAS A PROVISION FOR COMMENTS IN GUJARATI OR ENGLISH I MAY HAVE TRIED TO WRITE A FEW WORDS IN GUJARATI…I DO NOT KNOW HOW TO TYPE IN GUJARATI & THEN PASTING AS COMMENTS..AAVJO ANE JAI SHREE KRISHNA.. FARI PADHARISHU…
  DR. CHANDRAVADAN MISTRY..LANCASTER CA USA