પૂ મોટાભાઇ(26)

moon-venus_filtered.jpg

તમારી વાત સાચી હોવા છતા મનમાં એવુ ક્યારેય થતુ નથી કે અહીં રહીને મારે તમારુ ઘડપણ બગાડવુ જોઇએ.મારી મારા સંતાનો તરફ કોઇ ફરજ છે તો તમારી તરફ પણ મારી ફરજ છે. ડોલરનો નશો તો કદી ઉતરે તેવો નથી અને માણસને સાચા ખોટાનુ ભાન ભુલાવી દે તેટલો નશો પણ શુ કામ કરવો જોઇએ?

હા આશ્કા તેના સાસરે સુખી છે અજય મોટો થઇ રહ્યો છે જ્યારે અંશ તેના જીવનમાં સુખી છે.ત્યારે મને અહીં હું મારો સમય વેડફી રહ્યો હોઉ તેવુ લાગે છે.

બહુ શાંતિથી તમારી વાત ઉપર વિચારતો હતો અને એક ઘટના નવી ઘટી..મારુ કોમ્પ્યુટર ક્રેશ થયું..સમજણ તો બહુ પડે નહીં પણ ડેટા પાછા કાઢવાનાં અને ફરી ચાલુ કરવાનુ આ ઉંમરે અઘરુ..આશ્કા ત્યાં બેઠી બેઠી ચિંતા કરે અને શીખા અંશની અસહકારની ચળવળથી ખુબ જ કૃધ્ધ અને વ્યથીત…મને તેના શબ્દો બરાબર યાદ હતા..જે બાપને છોકરા ના હોય તે બાપ જે કરે તે કરો..તેથી તેનો સહકાર લીધા વિના બે કલાક્ની માથાકુટ કરી કોમ્પ્યુટરને વાઇરસ રહિત કરી ચાલુ તો કર્યુ. પણ ડેટા બધા જ ન લાવી શક્યો.

ગુગલ પર સરતા સરતા અંશની સાઇટ મળી.એના પર એની ડાયરી વાંચી અને મારુ મગજ બંધ થઇ ગયુ..પહેલી વખત મને અહેસાસ થયો કે સંસ્કાર અને તાલિમ એ બે નેસ્ત નાબૂદ થતી પૂર્વની વાતો અહીં ફક્ત હાંસી અને મઝાકનું કારણ છે.અને પોતાની જાતને અમેરિકન બનાવવા તેણે જે પ્રયત્નો કર્યા તે જ તેની આજ છે.

હું અને શીખા તેને ભારતિય સંસ્કારો આપવા મથીયે ત્યારે તેનુ મન એને અમેરિકન ધારા ધોરણ થી મુલવે અને ખાસ તો પૈસા ખર્ચવાની બાબતે તે દેવુ કરીને ઘી પીઓમાં માને ત્યારે હતાશ બાપ મનમાં દ્રવતો દ્રવતો કહે_

મીઠા જળનું તુ માછલુ કેમ તરે તુ ખારા જળ

વળ મારા વંશજ પાછો ત્યાં દેખાયે અશ્રુ જળ

 

સો કમાયે ત્યારે કર ના ખર્ચ એકસો વીસ.

જેનો.તે તો જરૂર પડશે ઉંધો એકો દિન.

 

વાણિયાનો દિકરો પ્રેમના નશામાં કરે છે અવળી વાત!

પાંચ ખર્ચતા પતે જે વાત તેની પાછળ પાંચસો ખર્ચતો

 

સુર્ય કદી કોઇએ જોયો છે પશ્ચિમે ઉગતો કદી ભલા?

તે તેના જીવનને માણે છે ત્યારે મને થાય કે શા માટે મારે અને શીખાએ તેના જીવનની ચિંતા કરવી? તેને સમજાવ્યો.માઠુ .ભવિષ્ય બતાવી ડરાવ્યો .દરેક પ્રયત્નોનુ પરિણામ જ્યારે ઉંધુ જ આવે ત્યારે ડહાપણ મને એમ કહે છે જાગતાને જગાડી જાતને મુર્ખ બનાવવા કરતા તે ઉજાગરા અને રુદનો ને પાછળ રહી ગયેલી મારી ફરજો જેમકે તમો બંને તરફ વાળી કેમ તમારા પાછલી વયનાં એકાંતોને શણગારુ?

આ વિચાર જ્યારે પણ મને આવે છે ત્યારે દસ હજાર માઇલની દૂરી ખુબ જ નડે છે. તમે તો અમે તો પીળુ પાન કહી તમારુ મુરબ્બી પણુ દેખાડ્યુ. હવે મારો આ સમય છે કે મારે મારી દીકરા તરીકેની ફરજો બજાવવી.

This entry was posted in પૂ મોટાભાઇ. Bookmark the permalink.

0 Responses to પૂ મોટાભાઇ(26)

 1. readsetu says:

  I can understand the pain… but there is always something blinking around the dark…
  Lata Hirani

 2. આપણી ઉમ્મરના અને દેશમાં ઉછરેલા સૌ લોકોની વ્યથાનું સુંદર ચીત્રણ.
  પણ……
  જે અમેરીકામાં જન્મ્યા છે, તે અમેરીકન છે. ભારતીય નહીં જ. માટે એ લોકો એમની રીતે એમના જીવનનો નકશો બનાવે તેમાં કાંઈ ખોટું નથી. અમેરીકાના ઘણા લોકોમાં પણ ઉચ્ચ સંસ્કારો હોય છે – લોકોત્તર વીભુતીઓ નહીં પણ આપણા જેવા સામાન્ય માણસો.

  ખ્રીસ્તી અને મુસ્લીમ સંસ્કાર પણ હીન્દુ વીચારની જેમ જ નીતીમાન જીવનને મહત્વ આપે છે.
  આપણે ત્યાં દેશમાં પણ નીતીમત્તાનો હ્રાસ પુરાતન કાળથી થતો આવ્યો જ છે.

  કોઈ પણ સમાજ હોય , જીવનની નીતીમત્તાના માપદંડો સમાન જ રહેવાના. અને કોઈ પણ સમાજ હોય , ગંદવાડ પણ રહેવાનો જ.

  તમે આ માધ્યમનો ઉપયોગ સારપને ઉજાગર કરવા કરો છો , તે બહુ જ પ્રશંસનીય છે.

 3. DR. CHANDRAVADAN MISTRY says:

  Vijaybhai..Nice to read the continuation of PUJAYA MOTABHAI…..The situation descibed is often the stories of many who had settled in AMERICA from INDIA & elsewhwhere…..It is my opinion that instead of lementing we should go to the DIVINE & leave the FUTURE in HIS HANDS…..

 4. Sheela Sheth says:

  This is a dilema for most who came to this country when young. I mean in their 20 -30. Now they are feeling like
  that they are between 2 PAD of GHANTI. And they are crushed.
  They want to help parents and also feel their obligation to their children , even though children may be on their own.
  Also if they plan to go back to India many a times they feel they are out of place as their old friends and families are well settled in their own lifestyle and you will be like tagging along.
  Hopefully next generation will not be in that same dilema.
  Sheela