આત્મ સ્વરુપને જે જાણે તે મુક્તિને પામે.(2)

ધર્મ કહે છે આત્મા સહજાનંદી, શુધ્ધ સ્વરુપી, અવિનાશી છે. તે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધરાવે છે.
સામાન્ય બુધ્ધી આ જગ્યાએ ગોથુ ખાઈ જાય છે..અને મત-મતાંતરો આધારીત વિવાદોમાં ગુંચવાય છે.પહેલી ગુંચવણ એ છે કે આત્મા નિરાકાર છે તેથી કોઈ જૉઇ નથી શકતા તેથી બુધ્ધી વિજ્ઞાન નો આધાર લઈને ગુંચવય છે તેની હયાતી કે અસ્તીત્વ વિશે. જે લોકો ધર્મ અને પ્રભુવાણી સત્ય છે અને આચાર્ય ભગવંતો તે સત્ય ટકાવવા માટે મથે છે તેવા દરેક શ્રધ્ધેય માણસો એ સ્વિકારી લીધુ કે જેમ પવન દેખાતો નથી છતા અનુભવાય છે તેમ જ આત્મા છે અને જ્યારે મૃત્યુ થાય ત્યારે અનુભવાય કે આત્મા છે. 

This entry was posted in ધર્મ તો એમ માને છે, સા. બુ. કહું તો... Bookmark the permalink.