કવિ અને ચિંતક શ્રી ગિરીશ દેસાઇની રોજનીશી

આ એક એવો વિષય છે જેમા મને લખવા માટે વિષય શોધવા જવુ નથી પડતુ કારણ મારો વ્યવસાય છે. બહુ નાની ઉમ્મરથી લગભગ મારે મારાથી મોટી ઉંમરનાં માણસો સાથે જ કામ કરવાનુ મહદ અંશે આવતુ. અને આ દરેક મોટી ઉંમરનાં માણસો સાથે વાત કરવામાં મને ફાયદો ઘણો થાય.ખાસ તો તેમના અનુભવનુ ભાથુ મને કાયમ કોઇક વાર્તા કે કવિતા જરુર આપે જ. આજે વાત કરવાની છે ૧૯૯૮માં નાસામાંથી નિવૃત્ત સીનીયર શિફ્ટ સુપરવાઇઝર અને ઇલેક્ટ્રોનીક એન્જીનીયર વડિલ, કવિ અને ચિંતક શ્રી ગિરીશ દેસાઇની. .૧૯૩૦માં જન્મેલ ૭૬ વર્ષનાં ગિરીશભાઇ સાથે વાતચીતમાં હું હજી ઉંમરની ઉપાધીઓ જોતો નથી. કારણ પુછ્યુ તો કહે નિયમીત જીવન અને ગમતુ કામ કરવાની ટેવ ખોટા વિચારોથી દુર રાખે છે.

લગભગ ૧૫ વર્ષની ઉંમરથી સાંજે ચાલવા જવાનો નિયમ.અને તે ચાલવાનાં સમય દરમીયાન પ્રકૃતિ અને મનનની સાથે સાથે એક વિચાર ધારા એવી ગોઠવાઇ

પથ્થર અને માટીમાંથી બનાવ્યા પ્રભુએ પર્વતો

નિર્મુલ્ય માટીમાંથી બને જુઓ કેવી મૂર્તિઓ

કચરામાંથી બને જે ખાતર તે હોમાયે ખેતમાં

ધનધાન્ય ઉગેછે તેમા જે  તે હોમાયે પેટમાં

નથી કશુ નકામુ ક્યારે, રાખજો વાત એ ધ્યાનમાં

કદી કદી કચરો પણ જુઓ આવે કેવા કામમાં 

એક આવુ નાનક્ડુ વિસ્મય બનાવતા તેમને ક્યારેક કલાકોનાં કલાકો લાગેછે તો ક્યારેક અરધો કલાક. પણ રમકડુ બની જાય તે પછીનો આનંદ તેમને તેઓ નકામા બની ગયાનો કે નકારાનો વિચાર જન્માવતો નથી અને તેથીજ તેઓ નિવૃત્તિનો આનંદ એમની રીતે માણી રહ્યાછે

 

બેઝ્માં મગફળી વચ્ચે પેટમાં હોમાયા પછીની અખરોટનું કાચલુ અને કમળની પાંખડીમાં પીસ્તાનાં રંગીન ફોતરા કેવા સરસ રીતે દીપે છે.

 

 

 

 

આ આખુ મંદિર શાંતિથી જોશો તો ઘુમ્મટમાં ઘણી વસ્તુઓ best from waste છે. ઘુમ્મટની ઉપર સોનેરિ રન્ગ થી રંગાયેલ અખરૉટનાં કોચલા છે.ઘુમ્મટ ઉપર બેઠેલુ પક્ષી સિંગનાં છોતરઆને કાગળની કાપલીઓ છે. 

 

કાવ્યો તો ચિંતનમાંથી તે સતત લખતા પણ ૧૯૯૮માં નિવૃત્ત થયા પછી સામાન્ય રીતે નોકરીયાત પતિદેવો પત્નીને માથે આફતનું પડીકુ બનતા હોય છે જ્યારે તેમણે એક બહુજ રુડી વાત કહીં.

ભાઇ ૬૫ વર્ષે મને નિવૃત્તિ મળે તો મૃદુલાને પણ મળવી જોઇએને.. તેથી ઘરમાં રહીને તેના ઉપર જોહુકમી નહીં પણ સહ જીવન જીવુ છુ. મારી ચા જાતે મુકી દઉ છુ. ઘરે મહેમાન આવ્યા હોય તો તેને વાસણ સાફ કરવામાં, શાક સમારવામાં અને ભોજન પીરસવા જેવા કામો હું કરુ છુ તેથી તેને પણ રાહત થતી હોય છેતેઓ માને છે કે જે અંગનો ઉપયોગ ઘટે તે અંગ નબળુ પડે.મગજને સક્રિય રાખવ હું કોમ્પ્યુટર ઉપર બે ત્રણ કલાક લેખન મનન અને ચિંતન કરતો હોઉ છુ. હાથ ચલાવવા ઘરમાં દરેક પ્રકારનું કામ handyman નુ કરતો હોઉ છુ.. સેંક્ડ શિફ્ટમાં કામ કરતા હતા ત્યારે સવારનાં ફાજલ સમયમાં ઘરનુ વિસ્તૃતીકરણ હાથમાં લીધુઅને ૨૦ X ૨૫નો ડાઇનીંગ રુમ અને ૨૫ X ૨૫નો સ્ટડી રુમ એકલવીરની અદાથી બાંધ્યો આ project પુરો થતા અઢી વર્ષ લાગ્યા.

તેમની ચા કાયમ માઇક્રોવેવમાં કરતા અને બે કપ ચા મુકયા પછી સવારનાં ધર્મ ધ્યાનમાં અર્ધો કલાક મૃદુલાબેન નો જાય ત્યારે ગિરીશભાઇ રસોડામાં મુકેલી તેમની રો-મટીરીયલ વર્કશોપમાં કાગળ કાતર ગુંદરની સાથે સાથે કચરામાં નાખી દેવાની વસ્તુઓ જેવીકે સીંગ નાં ફોતરા,પીસ્તા અખરોટ, નાળીયેર નાં કાચલા,નેક્ટર આલુ નાં ઠળીયા,વપરાઇ ગયેલ દીવાસળી અને ક્યુટીપ ઉપર કારીગરી કરતા

આ બે હંસનાં શરીર નેક્ટરીન નાં ઠળીયામાંથી બનાવેલા છે અને ડોક મોજાનાં પ્લાસ્ટીકનાં હેંગરમાં થી બનાવ્યા છે.ચાંચ આંખ અને મોહરા કાગળનાં છે. તેઓ કહે છે પેલુ i see dead people માં જેમ તે છોકરાને મૃત માણસો દેખાતા હતા બરોબર તેજ રીતે તેમને કચરામાંથી ક્યારેક પક્ષી તો ક્યારેક પથરામાં દેડકો અને શંખમાં કુતરો દેખાતા હોય.નીચેની છબીમાં દરીયાકીનારેથી વીણેલ પરવાળાનો પથ્થર અને શંખ માંથી કુતરો બન્યો છે


 

 

અહીં નાળિયેરનાં કાચલામાંથી ફ્લાવર વાઝ બન્યુ છે અને ક્યુટીપ ઉપર પીસ્તાનાં છોતરા ફુલની પાંખડી બન્યા છે. હાથી કાગળમાંથી બનાવ્યા છે.

 

 

 

આ ટ્રેમાં લગભગ દોઢ ડઝન જેટલા તેમના આર્ટીકલો છે માછલી, કાચબો, કુકડો ,કબુતર, હાથી , હમીંગ બર્ડ જેવુ ઘણુ તમને દેખાશે જરા વધારે ઝીંણવટથી જોશો તો તેનુ રો મટીરીયલ જોઇને મંત્રમુગ્ધ થઇ જવાશે. લગભગ દોઢશોથી વધુ આર્ટીકલ તેમના દિવાનખાનામાં છે.

 

છ ભાઇ બહેનોમાં સૌથી નાના ઍટલે કપડાતો કાયમ ઉતરેલા પહેરવાનાં પણ બાળમિત્ર વસંત સુરતી પાસેથી દરજી કામ શીખી લીધેલુ તેથી ઘરનાં બધા સભ્યોનું ટાંકા ટેભાનુ કામ કરી લેતા અને બચપણથી મા ને દરેક વાતે હસાવી લેતા તેથી જીવન પ્રત્યે ક્યારેય રોતલ અભિગમ વિકસાવેલ નહીં.

એક વખત તેમના બા કહે તપેલી લઇ આવ અને તે તોછાજલી ઉપરની બધી તપેલીને હાથ અડાડીને પાછા આવ્યા. બા એ પુછ્યુ શું થયુ? તો જવાબ આવ્યો બા “છાજલી ઉપર તો બધી ઠંડી જ છે તપેલી તો એકેય નથી.” અને તે ઠાવકાઇ જોઇને બા તો હસી હસીને લોટ પોટ થઇ ગયા.

મૃદુલાબેનને પુછ્યુ તમને એમની પ્રવૃત્તિ વિશે કંઇક કહેવુ છે તો કહે એ રીટાયર થયા જ નથી. હા અર્થ ઉપાર્જનમાંથી નિવૃત્તિ જરુર લીધી છે પરંતુ એ ભલા અને એમનુ કામ ભલુ. કોમ્પ્યુટર કે આ ઘરમાં કંઇક કરતા હોય.દર રવિવારે તેમની ઉંમરનાં પાંચ મિત્રો મળી ઉપનિષદ ગીત અને અન્ય તત્વ જ્ઞાન ઉપરનાં ચિંતનો કરતા હોય છે જે ભેગા કરી લખી અને મિત્રોમાં વહેંચવાનો શોખ વિકસાવ્યો છે.

સાંજની સહેલગાહે તેમને મારી મનોગંગા ભાગ-૧ અને ૨ નામના કાવ્ય સંગ્રહો આપ્યા. તેને કુદરતી પ્રેરણા માને છે.લખીને પછી મઠારવાને પણ અગત્યની સર્જન પ્રક્રીયા તેઓ માને છે. હાલમાંમારુ મન સરોવરનાં નામે વેબ પેઇજ વિકસવવા જરુરી તાલિમ મેળવી રહ્યા છે અને ગુજરાતી ટાઇપ સેટીંગની ત્રણ ભાષા શીખ્યા પછી યુનીકોડનો બહોળો વિકાસ જોઇ નવુ શીખવામાં સમય સદુપયોગ કરી રહ્યાછે. દીકરી જમાઇ અને તેની દીકરી જ્યારે ઓસ્ટીન થી આવ્યા હોય ત્યારે દાદાનો રોલ પૌત્રીનાં રમકડા અને ફરમાઇશો પુરી કરવામાં જાય.  તેમનો જીવન અભિગમ છે

આજમાં રહેવુ.ચાલતા રહેવુ અને પ્રભુની કૃપાછે ત્યાં સુધી સુખને જાતે શોધવુ. 

 

 

 

 

 

 

 

This entry was posted in નિવૃત્તિ ની પ્રવૃત્. Bookmark the permalink.