સાહિત્ય સંગમ એટલે લેખક અને વાચકનાં મિલનનું પહેલું સ્થળ

 
મિત્રો..

ગુજરાતી સાહિત્યને જીવંત રાખવા મથતા બ્લોગ જગતને શત શત વંદન..

હજી પણ ઘણા ઘર છે જ્યાં વેબ -ઇંટર્નેટ અને કોમ્પ્યુટર સરળતા થી ઉપલબ્ધ નથી..ત્યાં મારા જેવા કેટલાય કવિ અને લેખકો પહોંચવા માંગે તો તેમને માટે માર્ગદર્શક બનવા કેટલીક માહીતિ હું આપ સૌ મિત્રો પાસેથી મેળવી પબ્લીશર અને નવોદીત કવિ અને લેખકોને અને વિશ્વભરના વાચકોને એક મંચ ઉપર લાવવા હું કટીબધ્ધ છું

આપ લેખક છો?
આપનુ પુસ્તક ક્યાં મળે છે?
આપના પુસ્તકની મુખ્ય બાબતો જેવી કે તેનો પ્રકાર ( કાવ્ય સંગ્રહ, નવલીકા, નવલકથા, નિબંધ કે શૈક્ષણીક ) પબ્લીશર વિશેની માહીતિ જેવી કે નામ સરનામુ અને સંપર્ક ( ટેલીફોન નંબર અને ઈમેલ જેવી માહીતિ)
આપનો પ્રતિભાવ એક્ષેલમાં નીચે જણાવેલ ફોર્મેટમાં મોકલ્વા વિનંતી

લેખક નું નામ્, પુસ્તક નું નામ,પુસ્તક નો પ્રકાર,પબ્લીશર,પ્રાપ્તિ સ્થાનસંપર્ક, નામ, ઇમેલ એડ્રેસ, કિંમત્ અન્ય જરૂરી માહીતિ

આપ પુસ્તક વિક્રેતા છો?
આપને ત્યાં જેટલાં પુસ્તકો છે તે વિશ્વભરમાં પહોંચે તેવું ઇચ્છો છો?
આપનો પ્રતિભાવ એક્ષેલમાં નીચે જણાવેલ ફોર્મેટમાં મોકલ્વા વિનંતી
લેખક નું નામ્, પુસ્તક નું નામ,પુસ્તક નો પ્રકાર,પબ્લીશર,પ્રાપ્તિ સ્થાનસંપર્ક, નામ, ઇમેલ એડ્રેસ, કિંમત્ અન્ય જરૂરી માહીતિ

આપ વાચક છો?
આપને આપની લાઈબ્રેરી સમૃધ્ધ બનાવવી છે?
તે પુસ્તકો ક્યાં મળશે કેવી રીતે મળશે તે વિશે જાણવું છે? 

આ પ્રકારનો ડેટાબેઝ વધુ અસરકારક ત્યારે પણ બને જ્યારે કેટલીક પબ્લીશીંગ કંપનીઓ તેમનુ શુચી પત્ર એક્ષેલ ફોર્મેટમાં મોકલે. ( અહી તેમનો ધંધાકીય હેતુ તો જાળવાશે પણ દેશ અને વિદેશમાં વસતા વાચકોને તેમની પાસે પહોંચવાનો એક પ્રયત્ન થશે).

મને ખબર છે આ એક કઠીન કામ છે અને તે અત્યંત ચીવટ ભરેલું અને સમય માંગી લે તેવુ કામ છે પણ તે બ્લોગરો..લેખકો અને સૌથી વધુ વાચકોની સુવિધા વધારનારુ કામ છે. વિશ્વભરના વાચકોને ,વિશ્વભરની લાઈબ્રેરીઓને આજના સમયની તાતી જરૂરિયાત છે.

હ્યુસ્ટનમાં ૨૦૦૬ માં જે રીતે પુસ્તક મેળાનુ આયોજન થયુ હતુ તેવુ આયોજન વિવિધ શહેરોમાં જે તે શહેરોનાં ગુજરાતી સમાજ કરી શકે તે માટે આ પ્રકારનો ડેટા બેઝ ખુબ અગત્યનો છે તેવુ સમજતા આ વિનંતી આપ સૌને કરી રહ્યો છું .

મને યાદ છે મૃગેશભાઈએ (રીડ ગુજરાતી ડોટ કોમ્)આવુ એક સંકલન ગુજરાતી માસિકો અને પખવાડિકો માટે કર્યુ હતુ.. હું એજ કામ જરા મોટા પાયે કે જેમાં વિશ્વનાં વાચકો પાસે નવુ ઉપલબ્ધ સાહિત્ય  ક્યાંથી તે મેળવી શકાય વાળી ભુખ સંતોષવા મથુ છુ.ટુંકમાં વેબ ઉપર ફરતા વિશ્વના વાચકો તેમની રુચી મુજબનાં લેખકો, કવિઓ અને વાંચનને હાથ વગુ કરી શકે તેવો પ્રયાસ કરુ છું. આશા છે આપ સૌ ( લેખકો અને વાચકો) નો સહકાર મળશે.

This entry was posted in પ્રકીર્ણ, સાહિત્ય જગત. Bookmark the permalink.

0 Responses to સાહિત્ય સંગમ એટલે લેખક અને વાચકનાં મિલનનું પહેલું સ્થળ

 1. Rekha Sindhal says:

  આ પ્રકારનો ડેટાબેઝ બહુ ઉપયોગી થશે. અહીં પરદેશમાં વસેલી ગુજરાતી લાયબ્રેરીઓના પુસ્તકોનું સુચિપત્ર પણ મૂકી શકાય. “ન હન્યતે” જેવા કેટલાંક પુસ્તકો જે ન્યુયોર્કની મુખ્ય લાયબ્રેરીમાં સ્થાન પામ્યા છે તેની માહીતિ પણ આસાનીથી મળે એવું થઈ શકે તો ઘણી મોટી એવા થશે. શુભેચ્છા અને સાથ-સહકાર પાઠવું છું

 2. Devikaben dhruv says:

  અદભૂત કામ….ખુબ ઉંચો અને ઉમદા હેતુ…તે પણ નિ:સ્વાર્થ ભાવે…અમે કેટલો સહકાર આપી શકીશું તે તો ખબર નથી.પણ તમારો સહકાર અને સહાય ઘણાના માર્ગ ખોલશે તેની ખાતરી છે.ભગીરથ કામ ઉપાડવા માટે અભિનંદન…
  “કદમ અસ્થિર હો તો કદી રસ્તો નથી જડતો,
  અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો..”
  ખુબ ખુબ શુભેચ્છાઓ…..

 3. saumya says:

  લેખકો અને વાચકોને એક જ જ્ગ્યાએ ભેગા કરવાના વિચાર મત્રથી હું તો ખુબ આનંદીત છુ..સાથે સાથે પુસ્તક લેખક અને વિક્રેતાને મુલવવાની વાત પણ આવે તો મોસાળમાં જમણ અને મા પીરસનારી જેવુ જ તો થયુ…

  અભિનંદન્…

 4. kevin says:

  saras have web upar ja library hashe..

 5. Jay Gajjar says:

  Very good idea. This data base will help readers to create interest in reading and getting books of their choice. Authors will be overwhelmed to notice wide variety of readers interested in their works. Now no will have a chance to complain where they can get their books of their interest.
  Let us see how we get response.
  Good luck to readers and authors of the world.

 6. Vijaybhai the way you do the work
  ‘EDAD MAGILE TEVI VAT CHE
  AAVI BHAVNA BAHU OCHAMA JOVA MALASHE’

 7. Ashok Bhatia says:

  Very good idea
  this kind of work requires lots of co ordinations and lots of time..
  dedicated workers like you can definately complete it.
  Best of luck.