પ્રકરણ – 4 હાસ્ય

વૈજ્ઞાનીક તારણો કહે છે. નાનુ બાળક દિવસમાં 500 વખત હસે છે. જયારે પુખ્ત માણસ જિંદગીની દોડમાં હસવાનું ભુલી જ ગયો હોય છે. અપેક્ષા અને ઉપેક્ષા ના તાણા વાણામાં એટલો ગુંચવાતો જતો પુખ્ત ઉંમરનો દરેક…. હાસ્યને ભુલી માનસિક તણાવની ગર્તા માં ખુંપતો જતો હોય છે. તણાવ ના કોઈપણ કારણ હોય… તેની ગમે તેવી તીવ્ર અસરો હોય પણ આ વૈજ્ઞાનીક તારણ એટલુ કહે છે ગુસ્સો કરતા હો કે તાણ અનુભવતા હો ત્યારે બસો કરતા વધુ સ્નાયુઓ શરીરમાં તંગ થતા હોય છે. જયારે  હાસ્ય ફક્ત આંગળી ના વેઢે ગણાય તેટલા સ્નાયુ સંકોચનથી કામ કરે છે. તણાવ સ્નાયુ ને તંગ કરીને શરીરમાં અકાળે વૃધ્ધત્વ લાવે છે જયારે હાસ્ય વૃધ્ધત્વને રોકે છે.

કદાચ આજ કારણે ફીલ્મ ઈન્ડસ્ટ્રીમાં જહોની વોકર, મહેમુદ કે જહોની લીવર જેવા હાસ્ય કલાકારો ની કારકીર્દી સામાન્ય કે કરુણ રોલ ભજવતા કલાકારો કરતા ઘી લાંબી હોય છે. અને આ સત્ય સમજયા પછી એંગ્રી મેન અમિતાભ બચ્ચન કોમીક રોલ પણ પોતાની કારકીર્દી ના ભાગ રુપે ભજવતા થયા હશે… ગમતી વાતો હંમેશા હાસ્ય જન્માવે છે. ગમતા માણસો ની હાજરી માત્ર થી તણાવ દુર થઈ જતો હોય છે.

અગીયાર માં ધોરણમાં હું અને મારો મિત્ર નરેન્દ્ર સંગીત વર્ગ નાં પ્રlર્થના વિભાગમાં હતા. સંગીત શીક્ષક પ્રાર્થના ના એક આલાપમાં હતા અને તેના ભાગ રુપે તેમનું મોં ખુલ્લુ હતુ નાક ના નસકોરા ખુલ્લા હતા… અને તે ક્ષણે કયાંક થી કોઈક ઉડતુ જીવડુ કે માખી કે એવું તે નાક માં પેંસી ગયુ ને આલાપ તેમના સુરને બદલી ગયું. તેમનો હાથ અને માથુ બંને તે જીવને નાકમાં પ્રવેશતા રોકતા હતા… પમ આ દ્રશ્ય નું વર્ણન આજે 30 વર્ષ પછી પણ મને મલકાવતુ હોય છે…. આ….આ….આ… નો આલાપ… આ…એ…ઈ.. માં બદલાઈ ગયો હતો.

જયોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ અને તારક મહેતા જેવા લેકકોને તેમના લેખો માટે કયારેય પબ્લીશરો ની ખોટ ન પડતી કારણ કે દરેક લખાણો માં કાંતો સુક્ષ્મ હાસ્ય કે સ્થુળ હાસ્ય હોય જ … હરનીશ નીની, રતિલાલ બોરિસાગર અને નિર્મિશ ઠાકર ના લખાણો માં પણ હાસ્ય સાથે કોઈક જીવનબોધ પણ જણાતો… પણ આ તો થઈ હાસ્ય ની વાતો…

મોટા મોટા શહેરોમાં જયાં તણાવનું પ્રમાણ વધુ હોય ત્યાં મનો વૈજ્ઞાનિક લાફીંગ કલબોમાં જોડાવાનું પ્રીસ્ક્રીપ્શન લખે છે. આવી કલબો માં એક વખત તારક મહેતા જતા રહ્યા અને તેમણે લખેલો હાસ્ય લેખ વાંચવા જેવો છે.

દિવસ ની શરુઆત માં કોઈ પણ કારણ વિના ખુલ્લા મને… મોટા અવાજે અર્ધો કલાક હસવું એ તાજગી પ્રદ કસરત છે. હું નાનો હતો ત્યારે કાયમ મરક મરક થતો… મને નાના નાના સુખો તરત જ  અસર કરતા,,, આ મારા મિત્ર ડો. શરદ ના શબ્દો છે. પણ કટરી નું ભણતા ભણતા અને ખાસ તો નક્સલાઈટ દ્વારા હું અપહરણ થયા પછી તે હાસ્ય હું ભુલી ગયો.. અપહરણ થવુ અને મુક્ત થવુ એ ઘરના ફક્ત દોઢ દિવસ ની હતી પમ એની કિંમત આજે હજી કેટલાય વર્ષો થી તે ચુકવે છે.

તમને થશે કે નિવૃત્તિ ની પ્રવૃત્તિમાં આ હાસ્ય ઉપરના લેખની શી જરુર છે ?  કારણ કે હવે મળતા ઘણા બધા સમયમાં જો હસવા ની ટેવ નહીં પડે તો શક્ય છે તમે આ તમારુ નિવૃત્ત જીવન રોગ મુક્ત નહીં બનાવી શકો…. આટલા વર્ષોથી તમે તણાવ અને કોણજાણે કેટલાય જુદા જુદા પ્રકારના બંધનો અનુભવ્યા છે. હ્દય અને મગજના દ્રંદ્રો વેઠયા છે. હવે માંડ માંડ એ કાર્યક્ષેત્ર કે જયાં તણાવો જન્મતા હતા ત્યાંથી એટલે કે નાણા ઉપાર્જન ક્ષેત્રમાંથી બહાર આવો છો ત્યારે બાકીના વર્ષોમાં જે અત્યાર સુધી ન હસ્યા નું દેવુ ચઢેલુ છે તે દુર કરવાનો સમય એટલે… હસવું… અને બાળક જેવુ ખડ ખડાટ હસવુ છે.

ખુલ્લા મને ખડખડાટ હસવા માટે રેણુ ને લ્યુસી નો શો ખુબ જ ગમે…. એ તેનો એક કલાક હસવાનો સમય… અથવા તેને તેના ભાઈ બહેનો સાથે બે ચાર દિવસ એના પિયરમાં મુકી દો… એટલે એકદમ પ્રફુલ્લિત…. કદાચ લગ્નજીવન માં તેને મારા જેવો શુષ્ક માણસ મળ્યો અને એના રસનાં વિષયોમાં હું નિરસ રહ્યો… નિવૃત્ત થયા પછી ની ઘણી બધી પ્રવૃત્તિ માં પહેલી પ્રવૃત્તિ છે અરિસા સામે ખડખડાટ હસવુ… આ હસવા નું કારણ ઓ અરિસામાં ફુંગરાયેલો તમારો ચહેરો જોઈને હસવું… હસતો ચહેરો અને ક્રુધ્ધ ચહેરો બંને તમે જોશો અને સમજાશે કે હાસ્ય એ ઘરેણું છે. જે તમે પહેરો એટલે સામા વાળાને હસવુ પડે… તે નિર્દોષ છે… ચેપી પણ છે… તે તમારા હ્દય નું પ્રતિબિંબ છે.

હાસ્ય શરીર ના રસાયણો ને સમતુલિત કરી તણાવો ના ઝેર ભગાડે છે. હસતા માણસનું મિત્રવૃંદ ઘણુ મોટુ હોય છે. જયારે રોતલ માણસો હંમેશા મિત્રો ગુમાવે છે. દિલીપકુમાર અને દેવાનંદ જેવા કુશળ અને સફળ કલાકારો ની પત્ની બનવા કરતા મધુબાલા એ કિશોર કુમાર ને અપનાવ્યો તે જીવંત હકીકત છે. હસતા સૌને ગમે કે હસે તેનુ ઘર વસે વાળી વાત નું….

નિવૃત્તિ ની વાતો માં હસવુ કે હસતા શીખવુ કે હસાવતા શીખવુ આ એક ખુબ જ અગત્ય ની વાત છે. ચાર્લી ચેપ્લીન લ્યુલી ટીકાર્ડો કે રેમંડ ના શો વર્ષો પછી પણ રીટન થતા હોવાનું કારમ ફકત આજ છે. કે જનરેશન ભલે જતી રહે તેઓ ના છબરડા દરેક જનરેશન ને હસાવતા રહે છે.

નિવૃત્ત થવા ની ખરેખરી મઝા જ આ છે કે જયારે મુક્ત મને હસવુ હોય ત્યારે હસી શકાય છે. પછી ભલે ને સામે જોનારો માણસ પાગલ માને…..

 

લાફટર કલબ તારક મહેતા

પંચાવન વર્ષ કૉમેડીમાં કાઢયાં, એનો અફસોસ તો ના જ હોય. લેખો લખ્યા, નાટકો લખીને ભજવ્યાં, આકાશવાણી-દૂરદર્શન, ચલચિત્રો અને બાકી રહ્યું હતું તે કૉમિક ભાષણો કર્યાં. ટૂંકમાં લોકોને હસાવ્યા અને થોડું કમાયા પણ ખરા.

હવે થોડા વખતથી તકલીફ છે. મને પોતાને હસવું આવતું નથી. ટુચકાઓ વાંચું, હાસ્યવક્તાઓને, મિમિક્રી કલાકારોને સાંભળું, ટી.વી ઉપર કૉમિક સિરિયલો જોઉં, અરે, ચાર્લી ચેપ્લિન જેવા હાસ્યનટોનાં ચલચિત્રો જોઉં છું તો પણ હસવું આવતું નથી. વિવેક ખાતર મલકાઈએ કે થોડું હસીએ તે જુદી વાત  છે. એમ જ લાગતું, મારી અંદરનું હાસ્ય હવે ખતમ થઈ ગયું છે. હાસ્યનો કાર્યક્રમ હોય કે કોઈ ઊઠમણું, મને કશો ફરક પડતો નથી. મારામાં આવેલું આ ડિપ્રેશન શ્રીમતીજીએ નોંધવા માંડ્યું હતું. એક્વાર એમના એક કઝિન અમને મળવા આવેલા. મને જોઈને એમની હાસ્યવૃત્તિ ઉત્તેજિત થઈ જાય છે અને ઉપરાછાપરી રમૂજી ટુચકાનો મારો ચલાવે છે. એ પ્રમાણે એક કલાક એમણે મને ટુચકાનાં તીર માર્યાં અને એ હાંફી ગયા. નાસીપાસ થઈને એ જતા રહ્યા. શ્રીમતીજી પણ અસ્વસ્થ થઈ ગયાં.તમને થયું છે શું ?’ એમણે સીધો સવાલ કર્યો.
કેમ એવું પૂછે છે?’
પેલા બિચારાએ તમને હસાવવાની કેટલી મહેનત કરી પણ તમે તો શોકસભામાં બેઠા હો એવું ડાચું કરીને બેસી રહ્યા. બચુભાઈ કેટલા ભોંઠા પડી ગયા ! આમાં મારું કેટલું ખરાબ દેખાય !
હા, પણ તારો એ બચુ મને જુએ છે ને ટુચકા સંભળાવવા તલપાપડ થઈ જાય છે. મારા વાંચેલા-સાંભળેલા ટુચકાઓ સાંભળીને હું કેટલી વાર હસું ? ટી.વી. ઉપર ખોટું ખોટું હસવાના શેખર સુમનને પૈસા મળે છે. આજે કે.લાલ પાસે જઈને કોઈ જાદુના ખેલ દેખાડે કે, મોરારિ બાપુ પાસે જઈને રામકથા સંભળાવવા બેસે તો એ લોકો મારી પેઠે સહન કરે કે ? અરે, મને તો રડવું આવે છે.
તમને ડિપ્રેશનનો ઍટેક આવ્યો છે. ડાઘુ જેવું ડાચું લઈને ફર્યા કરો છો તેમાં મને કંઈ કંઈ થઈ જાય છે. ઘરમાં બે જણમાંથી એક જણ તંબૂરા જેવું ફર્યા કરે તો વાતાવરણ પ્રદુષિત થઈ જાય. ડિસેમ્બરમાં દીકરી છોકરાઓને લઈને આવે એ પહેલાં સાજા થઈ જાઓ. હું ડૉકટરની ઍપોઈન્ટમેન્ટ લઈ લઉં છું, ખોટી દલીલબાજી ન કરતા.

ડૉકટર મેઘાંશુ બૂચ મિત્રતુલ્ય છે. ફીમાં ડિસ્કાઉન્ટ આપે છે, સાચી સલાહ આપે છે અને આવશ્યક રમૂજવૃત્તિ ધરાવે છે.
શ્રીમતીજીએ એમને ફોન ઉપર મારાં લક્ષણો વર્ણવ્યાં હશે એટલે માનસિક રીતે તૈયાર હતા. પેશન્ટો અને એમનાં સગાંઓ જોડે રોજેરોજ કામ પાડીને ડૉકટરો મનોચિકિત્સકો થઈ ગયા હોય છે.

આવો, આવો, પ્લીઝ કમ ઈન.એમણે હસતાં હસતાં એમને આવકાર્યાં. એમણે તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી.
એક સરદારજી ચેસ રમતા હતા.તે બોલ્યા.
સરદારજી ચેસ રમે એને જૉક ગણવામાં સાંભળનાર એ વાક્ય ઉપર ધ્યાનથી વિચાર્યા પછી હસે છે. હું ન હસ્યો.
એક સરદારજી હેલિકૉપ્ટર શીખવા ગયા. હેલિકૉપ્ટર ઉપર પંખો શરૂ થયો. થોડું ઊઠયું ત્યાં પંખો બંધ થઈ ગયો અને હેલિકૉપ્ટર પછડાયું. સરદારજી બચી ગયા. ભેગા થઈ ગયેલા લોકોએ પૂછયું, ‘સરદારજી ક્યા હુઆ

?’
અરે ભાઈ, પંખા ચાલુ હુઆ તો બહોત ઠંડી લગી તો હમને પંખા બંધ કર દિયા.ડૉ. બૂચે મલકાતાં મલકાતાં મારી સામે જોયું પણ મને હસવું ન આવ્યું. ડૉકટરે પ્રયત્ન ચાલુ રાખ્યા પણ મને હસાવી ન શક્યા. પછી મારું બી.પી. તપાસ્યું.તમારી વાત સાચી છે ઈન્દુબહેન, તારકભાઈને ડિપ્રેશનની અસર છે. અત્યારે એન્ટિડિપ્રેસન્ટ ટેબ્લેટ્સ લખી આપું છું પણ મારી સલાહ છે કે તમે કોઈ લાફિંગ કલબ જોઈન્ટ કરો. હવે તો ઘણી કલબો શરૂ થઈ ગઈ. લાફટર ઈઝ ગુડ ફૉર યૉર હેલ્થ. ઘરમાં એકલા બેસીને હસવાથી બોર થઈ જવાય પણ સવારે ગ્રુપમાં મોટેથી ખડખડાટ હસવાની મજા આવે અને ફાયદો થાય. ખુલ્લામાં ખડખડાટ હસવાથી આઠ ગણો ઑક્સિજન લંગ્ઝમાં જાય છે. કાર્બનડાયોકસાઈડ પૂરેપૂરો બહાર આવે એટલે ફેફસાં મજબૂત થાય. લોહી ઝડપથી ફરવા માંડે તેની સાથે હાર્ટ મજબૂત થાય, બી.પી નૉર્મલ રહે….’ બૂચે લાફટર ઉપર લેકચર આપ્યું.પ્રહસનો ભજવતી વખતે કે રમૂજી ભાષણો વખતે કદી કલ્પના પણ નહોતી કરી કે આપણે લોકોનું આરોગ્ય સુધારી રહ્યા છે. મને હાસ્યયોગ સામે વાંધો નહોતો પણ વહેલા ઊઠવાનો હું કાયર છું. કાચી ઊંઘમાંથી ઊઠીને કોઈ પાર્કમાં જઈને ટોળામાં મોટેથી હસવું તે સોસાયટીનાં કૂતરાંઓ સાથે કોરસમાં ભસતા હોઈએ એવું લાગે, મને મુક્ત હાસ્ય કરતાં નિદ્રાંની વધારે જરૂર હતી. પણ ડિસેમ્બરમાં અમેરિકાથી પુત્રી પરિવાર સાથે આવે તે પહેલાં મને હસતો કરવાનો ઈન્દુગૌરીએ સંકલ્પ કર્યો હતો. જોતજોતામાં એમનો પ્લાન મજબૂત થઈ ગયો.અમારા પાડોશી દલીચંદને રોજ અટ્ટહાસ્યની એકસરસાઈઝ કરવાથી ડાયાબિટીઝ દબાઈ ગયો છે. દલીચંદ દંપતી સાથે રોજ એમની ગાડીમાં સાત વાગ્યે સનરાઈઝ પાર્કસામૂહિક લાફિંગ કરવાનું નક્કી થયું. સુસ્ત ફેફસાંઓમાં શુદ્ધ પ્રાણવાયુ ઠાંસ્યા પછી પાર્કનો એક રાઉન્ડ મારવાનો હતો. છત્રીઓ ગાડીમાં રાખવાની હતી એટલે વરસાદનું બહાનું ચાલે તેમ નહોતું.ખુલ્લમ ખુલ્લા હાસ્ય કરેંગે હમ દોનોંએવા પ્રેમભીના પ્રભાતિયા સાથે પત્નીએ બીજે દિવસે સવારે સાડા છએ જગાડ્યો અને રિહર્સલ કરતાં હોય તેમ (ક્રૂર) અટ્ટહાસ્ય કર્યું. દવાનો વેપારી દલીચંદ સજોડે હસું હસું થતો તેમને લાફટરથી થતા લાભ ગણાવતો અમને હંકારી ગયો. ઊલટા, વહેલા ઊઠવાથી મારું ડિપ્રેશન વધી ગયું હતું.પાર્કમાં લાફિંગ કલબના સભ્ય પ્રાણીઓ એકઠાં થઈ રહ્યાં હતાં અને પૂર્વતૈયારીરૂપે ગળાં ખોંખારી રહ્યાં હતાં. વાતાવરણ હરિયાળું અને હાસ્યપ્રવૃત્તિ માટે અનુકૂળ હતું. દલીચંદે અમારો પરિચય કરાવ્યો. હાસ્યપ્રેમીઓએ અમને આવકાર્યાં.અચાનક એક ટીશર્ટ અને ટૂંકી ચડ્ડીવાળો અને બિહામણી મૂછોવાળો ખડતલ, રાક્ષસી કૂતરા સાથે આવી પહોંચ્યો અને રાક્ષસી અવાજે બોલ્યો :
તુમ લોગોં કો બોલા હૈને ? ઈધર શોર નહિ મચાનેકા ? ફિર ભી તુમ લોગ ઈધર આકે હાહા-હૂહૂ કરકે હમારી સોસાયટી કી નીંદ ખરાબ કરતા હૈ.
ભગા દો સાલોં કો, કેપ્ટન.ખડતલની પાછળ પાછળ આવેલા ચારમાંથી એક જણે એને પાનો ચઢાવ્યો.આજુબાજુનાં બે-ચાર મકાનોમાંથી વિરોધી ઘાંટાઘાંટ થઈ.
યૈ પબ્લિક પાર્ક હૈ. હમ કો એક્સરસાઈઝ કરને કા રાઈટ હૈદલીચંદે બહાદુરી દેખાડી. બીજા સભ્યોએ ટેકો આપ્યો. જવાબમાં રાક્ષસી કૂતરો ભસ્યો.ત્યાં તો એક પોલીસવાન આવી. ડાન્સબાર ઉપર રેડ પાડવા નીકળ્યા હોય તેમ એક ઈન્સ્પેકટર અને પરચૂરણ હવલદારો ફૂટી નીકળ્યા.
તુમ લોગો કે અગેન્સ્ટમેં બહોત કમ્પ્લેન્ટ્સ મિલા હૈ.
સાહેબ, હમ લોગ લાફિંગ કા –’
લાફિંગ-બાફિંગ સબ પબ્લિક ન્યુસન્સ હૈ. સબકો ડિસ્ટર્બ હોતા હૈ, લાફિંગ ઘર પે કરો, ઈધર કરના હૈ તો ગવર્મેન્ટ કા પરમિશન લેના પડેગા.
કૂતરો ભસ્યો. ખડતલ ઘૂરક્યો. એના માણસોએ ટેકો આપ્યો.
હમ કોર્ટમેં જાયેંગે.દલીચંદે લૂલી ધમકી આપી.
તો જાવ. ઈધર ગડબડ મત કરો.પોલીસવાળા ગયા. અમે લાફટર વગર લીલા તોરણે પાછા ફર્યા. કૂતરો ભસ્યો. ભસવાનું એલાઉડ છે, હસવાનું એલાઉડ નથી.

 

 

 

This entry was posted in નિવૃત્તિ ની પ્રવૃત્. Bookmark the permalink.