નિવૃત્તિની વ્યાખ્યા…

 

મોરારી બાપુ તે દિવસે પેંશનર મંડળમાં વ્યખ્યાન આપતા સમજાવી રહ્યાં હતા કે વૃત્તિની આગળ  પ્ર પૂર્વગ લાગે તેથી ભાર પુર્વક કામ કરો તેમ સુચવાય બીજી ભાષામાં વળતરની અપેક્ષાથી થતા કામને પ્રવૃત્તિ કહેવાય. જયારે વૃત્તિની આગળ નિ પૂર્વગ લાગે ત્યારે નિષેધ એટલે નિવૃત્તિ.

લોકભોગ્ય ભાષામાં નિવૃત્તિ એટલે હવે કશું નહીં કરવાનું.. ના આ ભુલ ભરેલુ વિધાન છે.

 

કારણ ખાલી એકજ વસ્તુ નથી કરવાની અને તે અર્થ ઉપાર્જન. એટલે કે સવારે ઉઠીને ટ્રાફીકમાં સમય સાચવવા માટે સમય ન કાઢો તે છે નિવૃત્તિ… ખરુ જોઈએ તો આ તક છે જે આખી જિંદગી નહોંતુ કર્યું તે સર્વે કરવાની… કદાચ ચાલીસ વર્ષ ખુબ કામ કર્યા પછી મળેલુ આ સૌથી લાંબુ વેકેશન છે. આ સોનેરી સમયને પસાર કરતા અને કરવાનો સુયોગ્ય આયોજન કરવા જરુરી ઘણી બધી વાતો હું અને મજમુદાર દાદા કરવાના છીએ. અહીં એ યાદ રહે કે મુખ્ય હેતુ તમને સક્રિય રીતે સંતુલીત જીવન જીવો તે અંગે સૈધ્ધાંતિક અને મનો વૈજ્ઞાનીક વાતો અત્રે મુકી છે.

ચાલો ત્યારે શરુ કરીયે નવી તક નિવૃત્તિને માણવાની…. હા સાચુ કહું છું. નિવૃત્તિ એ તક છે… માનવાની કેમકે હવે તમારે બધી જ જવાબદારીમાંથી મુક્ત થઈ તમે જયાં રાજી રહેવા માંગો તે બધુ કરવાની તક તમને મળે છે. 1946 થી 1964 વચ્ચે જન્મેલા દરેક તેમના નિવૃત્તિકામ તરફ આગળ વધી રહ્યા છે જે બીજી ભાષામાં કહીયે તો દર આઠ સેકન્ડે એક તેમના નિવૃત્તિ જીવન વર્ષ 60 તરફ ઘસી રહ્યા છે. આપ તેમાના એક હોઈ શકો છો.. કે છો અને તેથીજ આ પુસ્કત આપના હાથમાં છે. તો ચાલો તૈયાર થઈ એ નિવૃત્તિ તરફ… નિવૃત્તિ દરમ્યાન કરવાની પ્રવૃત્તિ તરફ અને આખી જિંદગી જેની જોઈએ છે તે હાશ! અનુભવવાની ક્ષણો તરફ….

 

ઘણા સમજે છે તેવુ ઘણી વખત નથી થતુ જેમ કે ધારીયે કે 70 કે 72 થશે અને ઉકલી જઈશુ. તેથી વહુ બચાવ્યુ હવે જીવો માણો અને મસ્ત મૌલા થઈ ને જીવીએ. આજ ની તબિબી સવલતો એ તમારી જીવન દોરી વધારી છે. અંદાજે 72 વર્ષની ઉંમરે ઉકલી જનારાનો સમય હવે લંબાઈને 85 થી 92 થયો છે. તેથી જો આજે આપ 60 વર્ષે નિવૃત્ત થવાની વાત કરતા હશો તો તમારે નિવૃત્તિ ગાળો 30 થી 32 વર્ષ નો છે. તે સમય જતા વધીને 105 થી 120 સુધી થઈ શકે છે…. જરા વિચારો જો તેમ થયુ તો તમે 4 પેઢી નહીં શક્ય છે 5 પેઢી પણ જોવા જીવશો. તમને લાગે છે તમારી જે બચતો છે તે તમે જીવો ત્યાં સુધી રહેશે ? આતો થઈ એક વાત કે જયાં નિવૃત થતા પહેલા જેમાંથી નિવૃત થઈએ છે તે તો પુરતા હોવા જોઈએ તે રુપિયા કે ડોલર કે ફ્રાંક કે પાઉન્ડ ની વાત… આ વાત ને આપણે ખાલી એક રુપરેખાનાં રુપે રાખી બીજી ઘણી વાતો વિચારવાના છીએ… જેમકે બ્રીજ અને ગોલ્ફ સિવાય ઘણી બીજી પ્રવૃત્તિઓ છે જેમાં તમારો નિવૃત્તિ કામ તમે વિતાવવાના છો. જેમકે સંતાનો ના સંપર્કો પતિ પત્ની તરીકે એક મેક નાં પ્રેમમાં ફરીથી કેવી રીતે પડવું ?  સહોદરો સાથે કેવી રીતે પુન: જીવન જીવવુ…. આમ આગળ ઘણી ગમતા અણગમતા વણાંકો આવે છે કયાંક પૈસા… કયાંક હુંફ, કયાંક વહેવાર તો કયાંક ધર્મ ની જરુર પડશે. તમારા પ્રત્યે તમારા સંતાનો નો વહેવાર… તમારા મિત્રોનો વહેવાર…. તમારી માંદગી અને સંતાનો માટે ના વારસા તરફ ની તમારી ફરજો જેવી ઘણી બાબતો તમને તંગ કરશે.

 

હું અને હરેકૃષ્ણદાદા આ પુસ્તક માં જુદી જુદી રીતે તમને… હા તમને ધ્યાનમાં રાખી ને વાતો કરવાનાં છીયે… શક્ય છે અમારી વાતો તમને તમારી નિવૃત્તિ નાં સમય ને ઘણી પ્રવૃત્તિ ઓથી ભરી છે પરંતુ દરંક વાતો અને તમારી જિંદગી એક નિર્ધારીત રીતે ન ચાલે તો હંસની જેમ ગુણ ગ્રાહી બનજો…. અને જે વાત તમને ન લાગુ પડે તેને જેમ હંસ દુધ અને પાણી નાં સંમિશ્રણમાંથી દુધ પીલે છે અને પાણી છોડી દે છે. તેમ નીર અને ક્ષીર નાં વિવેક ને વર્તજો. અમારો પ્રયત્ન આ પુસ્તક દ્વારા ફક્ત એટલો છે કે તમે તમારી જિંદગી ની લાંબી દડમજલ મઝેથી તકલીફ રહીત વિતાવો તેથી જે લોકે અમારા નિરીક્ષણ નાં વ્યાસમાં છે તેમણે કરેલી કે માણેલી નિવૃત જિંદગી તમે સારી રીતે માણી શકો. હા તમને હક્ક છે તે રીતે તમે જીવી શકો છો. પરંતુ ભુલ કરી પસ્તાવુ તેને બદલે બીજાની ભુલ થી શીખવુ અને ધારેલ ધ્યેય ને પામવુ તે બુધ્ધીમાની છે. કારણ કે જિંદગી નો આ તબક્કો એવો છે જયાં તમારુ મન માને છે કે તમને બધી ખબર છે… પમ સત્ય એ છે. જિંદગી નાં દરેક તબક્કાની જેમ આ તબક્કો પણ નવો છે. જયારે બાળક હતા ત્યારે –  માબાપ અને શિક્ષકો માર્ગદર્શન હતા લગ્ન થયા પછી જીવન સાથી ને સહારે સંતાનો અને ઘર ગૃહસ્થ જીવ્યા… હવે નિવૃત્તિનાં સમયે પણ આગળનાં વણાંકે શું થશે તેના વિશે આ છો પાતળો ખ્યાલ છે. પરંતુ તે અંગે નું વહેવારીક જ્ઞાન કાં તો પુસ્તક  આપશે કા તો ધર્મ ગુરુ આપશે કાં સંતાનો આપશે જાણકારી તાકાત છે. જ્ઞાન છે અને વણજોઈતી ઉપાધી માંથી બચી જવાની શક્યતા છે. ઘણા એવુ માને છે કે જે મારા માબાપે કર્યું તેવુ હું કરીશ… કદાચ તે આજ નાં દિવસની સૌથી મોટી ભુલ છે કારણકે તેમણે જે કર્યું તે તબક્કો આજે નથી. બદલાતી ક્ષીતિજો હંમેશા તમને નવુ જાણવાની અને કરવાની તકો આપે છે. તેથી તેએ કૃઝમાં ગયા માટે તમે જશો… શક્ય છે દસ વર્ષ પછી બીજા ગ્રહમાં જવું એ કૃઝ હોઈ શકે.

નિવૃત્તિનો આ તબક્કો જેમાં ઘણા વૈવિઘો જોવા મળે છે તેનું કારણ એ છે કે આ યુગનાં સૌને આખી જિંદગીનો આ ઓછા દબાવવાળો તબક્કો છે. તેમની પાસે અનુભવ છે, પૈસો છે, અને નવું કંઈક કરવાની તમન્ના છે. આપણી આજુબાજુ આવા ઘણી તમને જોવા મળશે. ઉદાહરણ તરીકે મારા પડોશ માં રહેતા નિવૃત શાળા શિક્ષીકા તરુલતાબેન પંડયા… 70 વર્ષે પીયાનો શીખે છે. તેમને કયારેક હસતા પુછીએ કે તમે તમારી જાતને વૃધ્ધ સમજો છો ! તો જવાબ હશે…. કયારેય નહીં… અહીં વૃધ્ધ અને ઘરડો તે સમાનાર્થી શબ્દો ને તેઓ આ રીતે વર્ણવે છે કે ઘરડો એટલે જે ધીમે ધીમે જીવન સંકેલે છે તે… વૃધ્ધ એટલે જે જીવન માણે છે તે… જેમના જીવનમાં વૃધ્ધી થાય છે. જ્ઞાન કર્મ ધર્મ ધન તરુલતાબેન કહે છે. હું તો હજી પીયાનો શીખી ને મારી પોતાની કન્સર્ટ કરવાની છું. જિંદગી પ્રત્યેનો તેમનો નજરીયો બહુ સ્પષ્ટ હતો કે જિંદગીએ મને જે આપ્યુ તેમાનુ બધુ સારુ મેં જીવની જેમ સાચવ્યું… જે મને કરવાની તક ન મળી તે હવે કરું છું. હજી હમણા તો મને સમજાય છે કે મારી જિંદગી ની શ્રેષ્ઠ ક્ષણો તો હવે આવે છે. અત્યાર સુધી હું મારી જાત ને કયારેય મારા માટે જીવતી ન હોંતી –  કયારેક વહુ તો કયારેક દિકરી તો કયારેક સાસુ બની ને જીવી…. હવે હું ફક્ત મારે માટે જીવુ છે. હું બની ને જીવુ છું અને ત્યારે મને સમજાય છે કે હું પણ અપેક્ષાઓ નો ઢગલો છું. અને મારી અપેક્ષામાં ફક્ત હું જ પુરી શકુ તેમ છું. તેથી આ સમય ને હું મારી શ્રેષ્ઠ ક્ષણો જ કહું છું. તરુલતાબેનની વાતોએ મને વિચારતો કરી દીધો. તેઓ કેટલા સાચા હતા… જયારે તેમની દિકરીએ કન્સર્ટ માં ભાગ લીધો ત્યારે તે 45 વાંજીત્રકારો માં ની એક હતી… પણ તે વખતે તરુલતાબેન એક સ્વપ્ન જીવતા હતા… મુખ્ય વાંજીત્રકાર નું… અને તે હવે પુરુ કરી રહ્યાં છે.

 

વિજ્ઞાન એમ માને છે આ સમય જિંદગીનો કિંમતી સમય એટલા માટે છે કે આ સમય દરમ્યાન જીત નું નિરિક્ષણ કરી જે સ્વપ્ન 30 થી 60 વર્ષ વચ્ચે મુલતવી રાખ્યા હતા તેને જાગૃત કરવાની અને પુરા કરવાનો સમય છે. જેમ મકાન બાંધવા પ્લાન જોઈએ… વેકેશન માં જવા પ્લાન જોઈએ તેમજ સુખી નિવૃત જીવન જીવવા પણ પ્લાન જોઈએ. આ પ્લાન તમને આગળનાં તબક્કાઓ કાર્યદક્ષી રીતે પુરા કરવા તક આપે છે.

 

અમારા કવિ મિત્ર વિશ્ર્વદીપ બારડ ની કાર્યભુમી હ્યુસ્ટન સ્કુલ ડીસ્ટ્રીકટ નાં પરચેજ મેનેજરની પરંતુ વર્ષો થી કવિ થવાનું સ્વપ્ન મનો ભુમીમાં ઘરખી રાખેલુ તે નિવૃત્તિ ની તક મળી અને તરત જ દરેક છુટા છવાયેલા કાવ્યોને ભેગા કરી કાવ્ય સુંદરી ની સાથે સાથે  નામે કાવ્ય સંગ્રહ પ્રસિધ્ધ કર્યો વાંચન નો અને ખાસ કરી ને કવિતા વાંચન નો જબરો શોખ તેથી જુના નવા ગુજરાતી બંગાળી મરાઠી દરેક કાવ્ય સંગ્રહો માંથી મન ને સ્પર્શી જાય તેવા કાવ્યો રોજ વંચાય… ટાઈપ થાય અને ફુલવાડી નામના તેમના બ્લોગ ઉપર રોજ મુકાય… જયારે જુઓ ત્યારે પ્રસન્ત વદન પતિપત્ની એક દુજે કે લીયેનું જીવન જીવે છે. તેનુ કારણ રેખાબેન નું પ્લાનીંગ તો છે.

This entry was posted in નિવૃત્તિ ની પ્રવૃત્. Bookmark the permalink.

0 Responses to નિવૃત્તિની વ્યાખ્યા…

  1. puthakkar says:

    નિવૃત્તિ પછી સમય વધારે મળે. બસ જરૂરી એટલું છે કે, દિલચશ્પીથી જીવવું અને હર એક ક્ષણને માણવી. ઉપરના ચિંતનમાં એ દિલચશ્પી વિષે વધારે સમજાયું. અભિનંદન.. વિજયભાઇને.. આ દિલચશ્પી ના હોય તો જીંદગી બોજ થઇ પડે. ઘણાં વૃધ્ધો દિવસે ઉજાગરો વાવીને રાત્રે ઉંઘી શકતા નથી. અને ઉંઘ માટે ગોળીઓ લે છે.. હતાશા અનુભવે છે. હતાશાના કારણો પરનું એક ચિંતન..http://puthakkar.wordpress.com પર. મુલાકાત લેવા હાર્દિક આમંત્રણ..