દરેક ગુજરાતીનું શેર લોહી ચડે એવા સમાચાર

 
અમરેલી જિલ્લાના 630 ગામડાની પ્રાથમિક શાળાઓ કે  જ્યાં પુસ્તકાલયો હતા જ નહીં ત્યાં 754 પુસ્તકાલયો “સોનલ ફાઉ ન્ડેશન” દ્વારા શરૂ કરવામાં આવ્યા.
       ડૉ. પ્રફુલ્લભાઇના મોટા બેન (વિનોદીનીબેન) જે સુરેન્દ્રનગરમાં એજ્યુકેશન સોસાઇટીના પ્રમુખ છે ને જેઓ પોતાના ઘરમાં પુસ્તકાલય ચલાવતા હતા તેમાંથી એમને પ્રેરણા મળી,અને એને વધારે ધક્કો સુધામૂર્તિના પુસ્તક”સંભારણા ની સફર”(અનુવાદક:સોનલ મોદી) દ્વારા મળ્યો. સુધાબેને કર્ણાટકમાં 10,000 પુસ્તકાલયો કર્યાં.
પુસ્તકાલયો અમરેલી જિલામાં ચાલે છે તેની ખાત્રી માટે ત્યાંની 400 સ્કૂલોના 7000 પત્રો આજસુધીમાં ડૉકટર દંપતીને મળ્યા,જે દરેક પત્રોનો જવાબ તેઓ પોતાના હસ્તાક્ષરમાં આપે છે.પત્રોનો પ્રવાહ ચાલુ જ છે.
  આમાંથી પ્રેરણા લઇ   ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 133 પુસ્તકાલયો ચાલુ થયા છે, ભાવનગર તાલુકામાં 95 માટે તૈયારી થઇ રહી છે. 
  બાળકોમાં વાચન પ્રત્યે વધારે ભૂખ જાગે તે માટે સમસ્ત જિલ્લાની સ્કૂલોનો વાર્તા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન.
..જી.વી.મોદી હાઇસ્કૂલ,સાવરકુંડલામાં 30મી ડિસેમ્બર2008 ને બુધવારે રાખેલ છે. જેના મુખ્ય મહેમાનતરીકે  આદરણીય,ક્રાંતિકારી સ્વામી ધર્મબંધુજી પધારીને આશીર્વાદ આપશે.
 
ગોપાલ પારેખ-વાપી
ડૉ. પ્રફુલ્લ શાહ /”પ્રશાંત” ગાંધી સોસાઇટી,કૉલેજ રોડ, સાવરકુંડલા
ફોન:02845-224635/મો :09427244456
ઇ-મૈલ: indu1935@yahoo.com      

    http://gujpratibha.wordpress.com/2007/08/29/praful_shah/

This entry was posted in નિવૃત્તિ ની પ્રવૃત્. Bookmark the permalink.