બગભગત…..

 

તે દિવસે બગલા ને એક પગે ઉભા રહીને આંખ મીંચેલી હાલતમાં જોઈ ને આજુ બાજુ ની માછલીઓ ને ભારે આર્શ્ર્વય થયું. તેમને લાગ્યું કે આજે કંઈ બગલો નવા ઠાઠમાં છે. ચબરાક કરચલો તો બબડયો પણ ખસે ઢોંગી છે. કોઈ નવો ઢોંક હશે. બગલો બોલ્યો ના રે ના, બહુ પાપ કર્યા. હવે ઢળતી ઉંમરે ભગવાન ને યાદ કરવા પેલા સામે ઉભેલા યોગી ની યોગ મુદ્રા કરી છે એક પગ અધ્ધર રાખીને આંખ મીંચી ને હું તો હરિભક્તિ કરુ છું.

 

કરચલો બોલ્યો. બગલાભાઈ તમે અને ભક્તિ ? ભોળી માછલીઓ ને ભરમાવા નો ઠીક ધંધો શોધ્યો છે. થોડોક સમય ગયો હશે અને માછલીઓ માં વિશ્ર્વાસ બેસી ગયો…. હા….. બગલાભાઈ તો ભગત બની ગયા હવે તે કંઈ આપણ ને ઓછા મારવાના છે. મુક્ત મને પાણીમાં વિહરો…. ખેલો અને કુદો. કરચલાભાઈ ના કહેતા જ રહ્યા… અને માછલીઓ તો ફરવા માંડી.

 

ઓચિંતી જ બગલાભાઈની નંદ્રા તુટી ત્યારે તેમના બીજા પગ નીચે અને ચાંચ માં ભોળી બે પાંચ માછલીઓ હતી જ….

 

આવા બગભગતો આપણા સમાજમાંય કયાં ઓછા જોવા મળે છે હેં ?

 

         વિજય શાહ

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.

0 Responses to બગભગત…..

  1. ‘આંખ મીંચી ને હું તો હરિભક્તિ કરુ છું’.
    One has to open inner Eye to do Hari Bakti unless wants to do Bagbhagat Bhakti to get few fish!