વિચારો ને લગામ….

 

માનવ ને પ્રકૃત્તિ દત. એક શ્રાપ છે…. આકાર ઘાટ વિનાનું એનુ મન….. અગણિત ઝડપે એ દોડી શકેછે …. અકલ્પ્ય સુખો તે આપી શકે છે …. વિચારવાની શક્તિ મેળવીને માનવ મને એક અજબ સિધ્ધિ મેળવી જેનાથી અન્ય દરેક જીવ વંચિત….. અને તેથી જ તો આવ્યા સુખ અને દુઃખ. 

કેટલાક નું મન પૈસા ને સુખ સમજે, કેટલાકનું મન એશો આરામ ને સુખ સમજે, કેટલાક ને મન પૈસો જ દુખનું કારણ તે કેટલાક ને મન એશો આરામ જ દુખનું કારણ, વિચારો જયારે અંકુશહીન હોય ત્યારે રસ્તામાં નો ક્ષુદ્ર ભીખારી પોતાને રાજા વિચારીને સુખી થતો હોય…… અને અબજો પતિ હેનરી ફોર્ડ પણ સંપત્તિ ને ગવર્નમેટ લઈ જશે અને પોતે રોડ પર આવી જશે ની વાતો વિચારી ને ભય પામતો હોય છે. 

આપણને ધ્યેયહીન બનાવતા આ વિચારો ના અશ્વોને સંયમની લગામ થી નાથી યોગ્ય દિશા આપીયે તો એ વિચારોમાં એટલી બધી શક્તિ છે કે તે આપણ ને અબ્રાહમ લિંકનની જેમ સતત અઢાર વખત હાર્યા પછી પણ ઓગણીસ વખત જીતીને નિર્ધારીત ધ્યેય પર લઈ જઈ શકે છે. 

વિચારો ને લગામ આપે છે સંયમ અને સંતોષ. તેને કેળવીયે તો સુખ સુખ અને સુખ જ છે. પ્રભુ પિતા આપણને દુઃખ આપી શકે તે કલ્પના પણ થતી નથી.. હl પેલુ બે લગામ મન જરુર દુઃખ આપી શકે..

કારણ મન શયતાને માનવનાં કોમ્પ્યુટરમાં નાખેલો ઝેરી વાઈરસ છે. તેને વlરંવાર દુર કર્યા કરવો પડે છે. નિયમથી. 

 વિજય શાહ

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.

0 Responses to વિચારો ને લગામ….

  1. neetakotecha says:

    khub sachi vat kahi che…paiso n hova karta paiso hovo vadhare dukh aape che…

  2. મનને વાઈરસ તો કેમ કહી શકાય? મન તો છે જ અને રહેવાનું જ છે… એને કોઈ દૂર ન કરી શકે… મન વગરનું કોઈ હોતું જ નથી… હા મન સુધરતું કે બગડતું જરૂર હોય છે… કમ્પ્યુટરની જેમ. એટલે કે તમે માણસને જો કમ્પ્યુટર કહો તો મનને હાર્ડડ્રાઈવ કહેવું પડે કે જેમાં ખરાબ વિચારોને વાઈરસ સાથે અને દિવ્ય વિચારોને ઉપયોગી સોફ્ટવેર-પ્રોગ્રામ્સ સાથે સરખાવી શકાય…! 🙂