જળ…

 

 

જળ, પ્રકૃત્તિ ની એક અજબ ભેટ,

 

તમે ગમે તે ઘાટમાંકાચમાં, રંગમાં અને સ્વરુપમાં રાખો તે દરેક માં એક સરખુ દેખાશે

ગંગાના ઘાટમાં, વરસતા વરસાદમાં, ઉછળતા ઉદધિમાં, હિમાલય નાં ઉતંગ હિમશીખરે….

દરેક પ્રકારના પાણીમાં પાણી પાણી જ રહે છે. તેની તરસ છીપાવવાની ક્ષમતા એની એજ રહે છે.

 

વૈજ્ઞાનીકો નાં પ્રથક્કરણ માં પણ દરેક સ્થળે…. દરેક જાતનું પાણી અંતે તો હાઈડ્રોજન અને ઓક્સીજન નું સંમિશ્રણ જ રહેવાનું.

 

આપણે ગમે તે રુપમાં, જાતિમાં, યોનીમાં આપણે એજ ઈશ્ર્વર ના સંતાન, હોવાના….

જેને સુખમાં રહેવુ ગમે…. જેને સમય પર ભોજન ની ભુખ લાગે…. સમય પર હસવુ આવે…. સમય પર રડવુ આવે…..

 

નરસિંહ જે પદ ગાઈ ને કહે છે ને કે…..નામ રુપ જુજવા…. અંતે તો હેમનુ હેમ જ…….

કાનનું કુંડળ બનાવો કે નાકની નથની, પગનું ઝાંઝર હોય કે સુહાગણ નું મંગળ સૂત્ર…… સોનુ સોનુ જ છે.

 

આપણે દરેક સ્વરુપ માં આત્મા છીયે

આપણે દરેક સ્વરુપ માં ઈશ્ર્વર ના સંતાન છીયે

 તો પછી શીદને જન્મે આ રાગ દ્વેષ?

  વિજય શાહ 

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.