મોહપાશ

Picture Courtsey :www.rediff.com/news/2006/oct/11ajp.htm

 

ભાર્ગવી ને જ્યારે ખબર પડી કે તેની લાડલી અને માનીતી દિકરી એ તેને છુટી કરી ત્યારે એ અવાચક થઈ ગઈ – માનસી એનુ મનોસ્વપ્ન હતુ. તેમા તેણે તેના બધા સ્વપ્નો વાવ્યા હતા અને એની ધારણ પ્રમાણે માનસી તૈયાર પણ થઈ ગઈ હતી. સ્કુલ માં પહેલી, કોલેજમાં પહેલી – વિનય અને સદગુણો નો ભંડાર ઘરમાં જયાં અને ત્યાં માનસીનો દાખલો અપાય…. પણ જનક મામા સાથે જયારે પહેલી વખત માનસી એ તેના અંતરિક વલણો ની ચર્ચા કરી ત્યારે જનક મામા બોલ્યા – ચાલ માનસી! મમ્મી ને છુટાછેડા આપીયે

જનક અને ભાર્ગવી એ બહુ નાની ઉંમર માં મમ્મી ગુમાવેલી તેથી – 17 વર્ષ ની ઉંમરે 27 વર્ષની પુખ્તતા સાથે ભાર્ગવી બંને નાના ભાંડુરાને ઉછેરવા લાગી. સાવકી મા ન આવે તેથી મા નું દરેક પ્રકારનું કામ કરતી જિંદગી જીવવા માંડીભણતરને અનુરુપ જીવન જીવતા માર્કડં સાથે વિવાહ થયા…. અને કાચી ઉંમરે ભાંડુરાઓની માતા બનેલી ભાર્ગવી પોતાના ગમા અને અણગમા સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં હંમેશા તકલિફ અનુભવતીમોં પર હાસ્ય – હાથ માં ઘરકામ નો ભાર અને મનમાં દબાયેલા કચડાયેલા સ્વપ્નો ના ભંગાર નો અર્ધ કચડાયેલ ભાર લઈ ને જીવતી ભાર્ગવી ના ખોળો માનસી આવી.

ભર્યા ઘરમાં માર્કડં ના પરિવાર ની સાથે ભાર્ગવી માનસી ને ઉછેરતી ગઈ…. પણ પેલા કચડાયેલા સ્વપ્ના જે કાચી ઉંમરે મા બનેલ માતૃત્વ ને જરુર કરતા ગાઢા રંગ થી જીવીત કરી ગયા…. અને માતૃત્વ ના એ હુમલા માનસી અને અલીશાને ઉછેર દરમ્યાને કયાંક અને કયાંક ઘાટ છોડતા તો કયાંક ઘાટ કુંઠીત કરતા…. ખૈર…. આતો થોડીક પૂર્વ ભુમિકા.

જનક મામા પાસે હસતી હસતી માનસી બોલી…. “ મામા – મમ્મી ને તો કંઇ છુટી કરાતી હશે…”

જનક મામા ઘુંઘવાતા અવાજે બોલ્યા….. “પણ બેટા ! તેણે તારા ઉછેર માં કચાશ રાખી હોય તો છુટી કરવી પડે ને…. “

માનસી કહે…. “તેમના ઉછેરમાં કચાશ નથી – કચાશ તો અમારા માં છે…. કે અમારું ઘડતર તેમના ધારવા પ્રમાણે નથી થતું”.

જનક મામા બોલ્યા…. ભાર્ગવી અમારા ઉપર તો હીટલર થઈ તો ચાલ્યુ….. પણ તમારા ઉપર પણ આટલી જોહુકમી…..”

પણ મામા ! આમા કયાં જોહુકમી ? “

અરે તારે ! જેમ રહેવુ હોય તેમ રહેને ! આ ખા ને ખાજાડી થઈ જઈશ…. અરે આ બધી તો કંઈ ચિંતા કરવાના કારણો છે ?

હા મામા – ચિંતાના કારણો તો ખરાજ ને”…. “

નારે ના…. આ ઉંમરે તો શરીર બંધાતુ હોય છે. અને એ બધી ચિંતા જે લોકો બહુ ખાતા હોય તેમણે કરવાની…. પણ આપણે તો આમેય ઓછુ ખાતા હોઈએ અને તેમા વળી આવી સુફીયાણી વાતો તો કંઈ ચાલતી હોય?દિવસની બે રોટલી ખાવાની અને તેમાય પાછી કોરી ! “

“ મામા! તમારી વાત સાચી છે પણ હવે મારાથી નથી ખવાતુહું ખાવાનું જોઉ છું અને ઉલટી થાય છે.

તને ખાવાની ઈચ્છા થાય છ ખરી ?”

હા પણ – ભય લાગ્યા કરે છે કે…..”

માનસી – આ ભય તે મનનું કારણ છે તે તને સમજાય છે ? તો પછી મનને કેળવવુ પડશેજેમ મમ્મી ની વાતો માનીને તેમ હવે મમ્મી ની વાતો ન માનીને ચાલવુ પડશે…. મમ્મી ની ખાવાની વાતો નો વિદ્રોહ કરવો પડશે… “

જનકે માનસી ની સામે જોયુ તો માનસી ની આંખમાં આંસુ તગતગી રહ્યા હતા…… માનસી ના આંસુ એ વાતનું પ્રતિક હતા કે આ વાતો એને ગમતી નહોંતી – મમ્મી એને પ્રાણથી પણ વહાલી હતી એ વિચિત્ર મનોદશામાંથી પસાર થઈ રહી હતી એટલે વાત ને ફેરવવા તેણે માનસીને પુછ્યું માનસી તને હરે રામ મંદીર માં વોલન્ટીયર વર્ક કરવુ છે ?”

મામા – તમને તો ખબર છે હું તો ત્યાંજ જઈ ને રહું. તેનો મને વાંધો નથીપણ એટલી શક્તિ આવે તેટલી તબિયત સારી કરવી પડશે ને….”

અઠવાડીયા પછી હરેરામ મંદિરમાં જવાનું નક્કી કર્યું અને ત્યાં સુધી માનસી ને ખાવા પીવાની બાબતો માં નહીં ટોકવા એ વાત ઉપર જનક મામા એ ભાર્ગવી ને સમજાવી દીધી…. ભાર્ગવી ને તો માનસીની આ વર્તણુંકો ખુબ જ દુખ પહોંચાડતી હતી પણ…. નાની નાની વાતો નાં અર્થ ઘટનો છોડવા યોગ્ય લાગ્યા હતા. તેથી માનસી ને નહોંતુ ગમતુ છતા એણે માનસી ની શારીરીક દશાની ચર્ચા જનક જોડે છેડી હતી.

સ્વામી હરિપ્રસાદ હરેરામ મંદીરના મહંત હતા – અને ધર્મ ને આજનાં માધ્યમ થી જોડવા સક્ષમ હતા અને ધાર્મિક ભાવોથી ભરપુર માનસી સાચા રસ્તે ચઢે તેવુ ઈચ્છતા હતા…. તેથી જુદી જુદી વાતો થી એના મનમાં પ્રવેશવા પ્રયત્ન કરતા હતા. ગૌશાળા માં ગાયો ની સેવા કરવામાં માનસી વધુ રસ લેતી હતી.

તેથી એક દિવસ હરિપ્રસાદે કર્હ્યું – “આ ગાય ને માતા કેમ માનીયે છે તે તને ખબર છે માનસી ?”

માનસી બોલી “તે ખુબ જ પવિત્ર છે અને સૌથી સારી વાત તો એ છે કે એ કદી તેના વાછરડાને કહેતી નથી કે તુ આમ કર કે તેમ કર.”

સ્વામી હરીપ્રસાદને આ પાછલી ટકોર ન ગમી પણ મૌન રહી બધી વાતો વિચારી લીધી મુળ વિદ્રોહનું કારણ કયાં હતું તે શોધી નાખ્યું. વિદ્રોહ હતો પધ્ધતિ સામેઅને એમણે જનક ને ફોન કર્યો – કાલે માનસી નું ઓપરેશન છે તમે આવી શકશે ?

બીજે દિવસે ભાર્ગવી – જનક અને માર્કડં હરે રામ મંદિરમાં પહોંચ્યા ત્યારે તેમની હાજરીમાં મહંતે માનસી ને વાતો વાતો માં હીપ્નોટાઈઝ કરી અને હસતા હસતા પુછ્યુ

માનસી આ ઝાડ ને તે કેમ પકડી રાખ્યુ છુ ?”

ત્યારે માનસી બોલી ઝાડે મને પકડી રાખી છે હું તો છોડવા માંગુ છું.

ભાર્ગવી આ વાંતો સમજી શકતી નહોંતી તેથી તે ચુપ રહી. મહંતે તેની સાથે વાતો આગળ ચલાવી –

ઝાડ ના હાથ તને દેખાય છે ?”

માનસી – કહે ના

મહંત – તારા હાથ ઝાડની આજુબાજુ છે તે તને દેખાય.છે?”

માનસી – હા, પણ મને ઝાડે પકડી રાખ્યા છે.

મહંત – ના તારે પહેલ કરવાની છે જો ઝાડ તને છોડી દે”.

માનસી અસંજસ માં હતી. તેથી એ વાત ને ફરી મહંતે દો હરાવી – તારે ઝાડને છોડવાનું છે. તું નહીં છોડે તો તને તકલીફ થશે…..”

માનસી ના ચહેરા ઉપર કંટાળા નાં ભાવો હતા તે જોઈ મહંત ફરી બોલ્યા… “તારે જોવુ છે આ ઝાડ તને કેવી રીતે છોડતુ નથી….”

માનસી – મેં ઝાડને પકડી રાખ્યુ હતુ…. હે ! હે ! અને આ છોડી દીધુ ખડખડાટ હસતા હસતા માનસી એ એકદમ રડવા માંડયુ.”…

મહંતે તેને રડવાની ના પાડી અને ફરી પુછ્યુ તુ કેમ ખાતી નથી ?”

મને ખાવુ છે – મને મમ્મી ખાવાનુ કહે ત્યારે ભય લાગ્યા કરે છે.

કોનો ભય ?”

મમ્મી ની દરેક વાત મેં માની છે. પણ હવે મને લાગે છે કે મમ્મી ખોટી છે તેથી સૃજલ ની વાત મેં મમ્મી ને નથી કહી.

કોણ સૃજલ ?

મારે સૃજલને મેળવવો છે પણ મમ્મી પાસે તેને લઈ જવાની હિંમત નથી.

કેમ ?”

મમ્મી ને મેં ખુબ દુખ વેઠતી જોઈ છે. અને એ દુખને જોયા પછી મને લગ્ન કરવા ન હોંતા – પણ સૃજલને જોયા પછી મનમાં ફરી પરણવાના…..”

માનસી તે ઝાડને પકડ્યુ છે…. તારા મનમાં જે વિચારો ચાલે છે તેનુ નિરાકરણ થાય તેમ છે

જો તેમ થાય તો તુ આ સત્યાગ્રહ છોડી દઈશ ! “

“એમ થાય તેમ નથી તેથી તો મારે જીવવુ નથી

એમ કરવાનું કામ માઠુ છે. તારે માટે તો બંને પક્ષે તકલીફો જ છે – જો આમ ડીપ્રેશન માં રહી જીવ છોડીશ તો અવગતે જઈશ અને ધર્મધ્યાન સાથે સમજ પુર્વક દેહ છોડીશ તો સૃજલ નહીં મળે એટલે તેને પામવા ફરી ભટકવુ પડશે ?

સૃજલ તો મારી સાથે આવશે…. અહીં નહીં અમે ત્યાં ભેગા થઈશુ જયાં મમ્મી નથી – દુનિયા ના દુઃખો નથી…..”

દરેક ના મનમાં પ્રશ્ર્નો હતા – અને તંદ્રા ત્યાં અટકાવી દઈ મહંતે જનકની સામે જોયુ ભાર્ગવીની સામે જોયુ માર્કડં સામે જોયુ…. અને પુછ્યુ આ છોકરી જીવવા નથી માંગતી તેના કારણો સમજાય છે ? તમારા બાળકો ઉપર તમારા આગ્રહો એટલા જ મુકો જેટલા તેને જરુર હોય…..”

થોડાક સમયની ચુપકી દોને અંતે ભાર્ગવી બોલી સૃજલ કયાં છે તેની માહિતી મળી શકે ?”

મહંત ભાર્ગવી ના માતૃત્વ સમજી ગયા – અને માનસી ને તંદ્રામાં આગળ લઈ જતા કહ્યું સૃજલ ને બોલાવી લઈએ – જરુર પડશે તો મમ્મી ને જનક મામા સમજાવશે, પણ તમારી તપશ્ર્વર્યા ને મિલન સ્વરુપ મા ફેરવશું. એવુ બનતુ હું જોઈ રહ્યો છુ – હવે તો ઝાડ છુટશે ને ?

માનસી બોલી – મમ્મી ને દુખી કર્યા વિના સૃજલ મને મળે તે તો કલ્પના બહાર ની વાત છેપણ તે પ્રભુકૃપાથી શકય બનશે.

માનસી ની વાત સાંભળી ભાર્ગવી એ મનોમન નક્કી કદી લીધુ કે દિકરી ને ઘડતા ઘડતા હવે એ થાકી ગઈ છે – દિકરી મા બની જાય અને મા દીકરી તો કેવુ ?

બે કલાક ની ઉંધ પછી માનસી ઉઠી ત્યારે ભાર્ગવી – જનક અને માર્કડં ત્યાં નહોંતા ઘણા સમયથી ઉંધ મળી ન હોંતી તેથી આ મોહનિંદ્રા એ એના મન ને ભરી દીધું હતું. તેના ચહેરા પર સ્ફુર્તિ હતી.

અલીશા જાણતી હતી સૃજલ ને….. અને ભાર્ગવી સૃજલ મળી તેને જોઈ મનમાં તો નિ:સાસો નાખ્યો….. પછી નુકશાન માંથી ઓછુ નુકશાન કયુ તેમ વિચારી થંભી ગઈ. પુખ્તતા દેખાડી દિકરી ને સૃજલ સાથે પરણાવવી કે નહીં તેની ગડમથલો માં અચાનક તે બબડી પડી…. એ તો મને શું છુટી કરતી હતી હું જ એને છુટી કરુ છું…..

માર્કંડ મા દિકરી ની દ્વીધા અને અર્થ ઘટનો અને તેના વિચિત્ર અંતો ને જોઈને ખીજવાયો ભાર્ગવી તને ખબર છે ને प्राप्तेषु षोड शे वर्षे पुत्रं मित्र वदाचरेत।

સોળ વર્ષ પછી પુત્ર મિત્ર બને છે અને પુત્રી પણ સહીયર હવે માનસી નાની નથી. એમને જતન પુર્વક ઉછેરી ને મોટા કર્યા આપણા માબાપ નું આપણા ઉપરનું જે ઋણ હતુ તે પુરુ કર્યું. તેમને ભણાવ્યા પછી જયારે તેમની બુધ્ધી શક્તિ ખીલી ગયા પછી આપણા વિચારો ને સુચવવાના હોય લાદવાના ન હોય. સૃજલ ને તુ નહીં સ્વિકારે તે નહીં ચાલે હું બંને ને હસતા જોવા માંગુ છું તુ 1960 માં જે રીતે ઉછરી જીવી તે રીતે માનસી ને ઉછેરી તે 2000 માં જયાં જમાનો ઘણો આગળ વધ્યો છે ત્યાં નાના નાના આગ્રહો ને છોડી આખુ ચિત્ર નવેસરથી જોવાની વાત ને સ્વિકારો….

 

ભાર્ગવી માટે કપરી કસોટી હતી પણ સૃજલ બહુ જ આદરથી બોલ્યો માનસી મમ્મી અને પપ્પાના આશિર્વાદો વિના નવજીવન નથી શરુ કરવું.

ભાર્ગવી નાં મનમાં સૃજલ નો વિનય સ્વિકૃત થયો અને મમ્મી એ માનસી ને મનથી છુટી કરી. ખરેખર ઘણું જ કપરુ હોય છે આ પુત્ર કે પુત્રીને આપણા મોહપાશમાંથી અલગ કરવા..

જનકમામા હસતા હસતા બોલ્યા ચાલો છુટાછેડા દુર કરો અને લગ્નની તૈયારી કરો

લગ્ન નક્કી થાય છે અને માનસી મમ્મી ને પગે લાગે છે. ભાર્ગવી દુઃખનાં ડુંગરો મો પર ધારીને કહે છે સૃજલ સાચવજે મારી માનસીને

માનસી બોલી “મોમ તુ પણ સાચવજે…”

 

 

This entry was posted in ફરી પાછુ એ જ પ્રશ્નાર્થ ચિન્હ. Bookmark the permalink.