મૃગજળ….

રણમાં  વિચરતા મુસાફર્ ને રસ્તો ભુલો પડતા તક્લીફ થાય છે. આગળ અને આગળ ચાલતો જાય છે. તેમ તેમ તેને સપાટ આગ ઝરતુ રણ અને રણ જ દેખાયા કરે છે. સાથમાં લીધેલુ પાણી તો કયાંય ખલાસ થઈ જાય છે. અને તરસ લાગે છે. ગરમી ને કારણે પરસેવે થી શરીર રંબ જેબ છે.

 

દુર દુર નજર નાખે છે. કયાંય પાણી નજરે પડે… કયાંય ઝાડ પાન દેખાય…. થોડુક ચાલે અને આંખો ખેંચી ખેંચી દુર દુર તેની નજરો પાણી ને શોધ્યા કરે છે. અને દરેક વખતે તેની નજરો ને દુર દુર પાણી ની આશા જેવા ઝાડવા…. પાણી ના પડછાયા…. અને પાણી દેખાયા કરે છે. ઝડપથી ચાલે છે ત્યાં પહોંચીને જુએ છે તો પાણી ફરીથી એટલે દુર જતુ રહ્યું હોય છે. શરીર માં હિંમત અને શક્તિ છે ત્યાં સુધી પાણી…. પાણી ફરતો મુસાફર દોડે છે….. અને છેલ્લે ધબ્ભ…. દઈ ને થાકીને નીચે પડે છે…. એ મૃગજળ ની પાછળ દોડે છે તેમ સમજી ને….

 

આપણે પણ દુન્યવી સુખોમાં જે સુખ શોધીએ છે તે મુસાફર ની પાણીની શોધ જેવુ નથી શું ?

–          વિજય શાહ

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.

0 Responses to મૃગજળ….

  1. Dilip Gajjar says:

    વિજયભાઈ મુસાફર વિશે ગમ્યું. અને બેફામ તોયે કેટલું થાકી જવું પડયું…યાદ આવી ગયું…પણ જીવનદ્રશ્ટિ હોય તો ? પ્રભુપ્રિતિ હોય તો ? જીવન સજાને બદલે મજા ના લાગે ? દિલીપ ગજ્જર, લેસ્ટર