પ્રતિબિંબ નો ભય…..

 

બાળ શીશુ માના આંચળ માંથી છુટી નદીએ નહાવા ગયો. કુતુહલ વશ તેને આકાશમાં નો ડુબતો `સુરજ નદીમાં હાથ વેંત લાગ્યો… સહેજ હાથ લાંબો કર્યો અને પોતાનું પણ પ્રતિબિંબ પાણી માં દેખાયું. પાણીની વહેતી ધારામાં જરી ધારીને જોયુ તો એને પોતાનું પ્રતિબિંબ ધ્રુજતુ દેખાયું.

 

વિચારો માં ચઢી ગયેલ તેનુ મન તેનુ શરીર ધ્રુજતુ અનુભવવા લાગ્યુ. ખરેખર તેનુ પાણીમાં પડતુ બીંબ ધ્રુજતુ હતુ પણ બાળ શીશુ એમજ માનવા લાગે છે તે ધ્રુજે છે.

 

આવી જ સામાન્ય ભુલ માણસ પણ કરે છે, જે નાશવંત છે તે દેહ છે. જે અજર અને અમર છે તે આત્મા છે. બંને ની ગતિ અલગ હોવા છતા પેલા બાળશિશુ ની જેમ પાણીમાં પડતા ધ્રુજતા પડછાયા ને જોઈ પોતે ધ્રુજે છે તેમ માની ને દુખી થાય છે. આત્મા અમર છે છતા આત્મા મરી જશે તેવુ વિચારીને મૃત્યુ થી બીએ છે. દેહ નો ધર્મ અલગ છે તે પ્રતિબિંબ સમાન મિથ્યા છે. આત્મા નો ધર્મ અલગ છે. તે બાળ શીશુ જે ધ્રુજતો નથી સ્થિર છે.

 

આત્મા  અજર અને અમર છે. આ વાત સમજાય તો મૃત્યુ નો ડર રહે ?

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.

0 Responses to પ્રતિબિંબ નો ભય…..

 1. Janakbhai says:

  Body is the form in which soul stays. Shrimad Rajchandra has said much about this in ATMA SIDDHI.
  હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
  કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?
  એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,
  તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિધ્ધાંતત્વ અનુભવ્યાં.
  તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું?
  નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું;
  રે! આત્મ તારો આત્મ તારો ! શીધ્ર એને ઓળખો,
  સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હ્ર્દયે લખો.