ધ્યેય પ્રાપ્તિ…

 

helen-kellerandrew-carnegieabraham-lincoln 

અધરો પંથક આગળ છે. જવુ જરુર છે. હૈયામાં હામ છે. અને બાજુઓ માં જોર છે. ખલેસા મારતો મારતો નાવિક ઉપરવાળા ખુદા નાં ભરોસે ઉંચા ઉંચા ઉછળતા ઉદધિ સામે તરતો જાય છે. મંઝીલ ની વિસાત કેવી ? કે તે આવા નાવિક ને ન મળે ?

આપણી આસપાસ આવા ઘણા ઝંઝાવાતો છે જ….. પણ જયાં હૈયુ સાબુત છે નિર્ધાર પાકો છે. ત્યાં આપણુ ધાર્યું ન થાય તે બને જ નહીં તેથી જતો વિવેકાનંદ ની વાતોમાં યુવા વર્ગ વધુ આકર્ષાય છે. તેઓ નું શ્રેષ્ઠ કંથન હતુ.

ઉઠ બેઠો થા અને ધીરજ થી ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયો રહેજે…. સિધ્ધિ ની સેવના કરવાથી તે આવતી નથી તેને પરસેવો વહાવી ને લાવવી પડે છે.

અને આવા ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહેનારા વિરલાઓ અસંખ્ય છે, અંધ મુક અને બધીર હેલન કેલર કયાં હતી અને કયાં પહોંચી, એન્ડ્રયુ કોર્નેની જે સ્ટ્રીટલાઈટ નાં પૈસે ભણ્યો અને મથતો રહ્યો ટલે અઢળક સંપત્તિ નો માલિક થયો અબ્રાહમલિંકન સત્તર વખત ચુંટણી હાર્યા પણ અઢાર મી વખતે સીધા પ્રમુખ બન્યા એ સૌ ધીરજ પુર્વક ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહ્યા હતા

અને આપણે ?

          વિજય શાહ

 

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.