વાદળ જેવી ઘેલછા…

 

દરિયા કિનારે સૂર્ય ના તાપથી વરાળ થઈ ઉપર ઉડતુ પાણી… વાદળ થઈ ને સુરજ ને ઢાંકી તો દે….. પણ પવન ની ઝપાટો ઉચ્ચ ગીરીશૃંગો સાથે થાડી વરસાદ રુપે નીચે ઉતારે ત્યાંથી નાની નીકો ઝરણાઓ થઈ ને સરોવર કે નદીમાં પાછુ જમીન પર આણે સમુદ્રમાં લાવે.

આત્મા આપણો આજ પ્રકારે પ્રભુ ના અંશ માંથી છુટો પડી કહીક પાન કદીક ભાત કદીક વાઘ તો- કદીક શિકાર કદીક દેવ તો કદીક દાનવ કદીક માનવ પશુ પંખી જેવા જાત નવા રુપો ધારણ કરતો કરતો પ્રભુ તરફ ભાગતો હોય છે. પ્રભુ એટલે પરમાત્મા –  પરમાત્મા એટલે દરિયો.- દરિયો એટલે પાણી નું ચક્ર…. પરમાત્મા એટલે ભવાટવી ના લખચોરાશી માંથી મુક્તિ…. મોક્ષ….

 

વાદળ બની ને સુરજ ને ઢંકવાની ઘોલછા કરતા માનવ તારે તો એટલુ સમજવું રહ્યું. કે તુ તો છે બુંદ માત્ર…. તારી સાધના સમુદ્ર માં મિલન ની હોવી જોઈએ… પરમાત્માની પ્રાપ્તિ હોવી જોઈએ…તેને બદલે તુ શું પામવા દોડે છેઐશ્ર્વર્ય, ધન, વૈભવ, સુખ

 

વાદળ જેવી જ ધેલછા છે તારી સુરજ કદી ઢંકાય છે ખરો ?

 

–          વિજય શાહ

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.

0 Responses to વાદળ જેવી ઘેલછા…

  1. Dilip Gajjar says:

    Khub prerak ane samaj male tevi chhe dariyo pani parmatma khub majaa aave chhe kavit kartay vadhu. kyaathi aave chhe aa chintan ?