વ્યક્તિત્વ

 

 

 

સંત વાલ્મીકી વાલીયો લુટારો હતો ત્યારે તેના નામથી લોકો થરથર કાંપતા હતા. એ જયાં પણ લુંટ ચલાવતો ત્યાં કોઈને જીવતા ન છોડતો. એના વિસ્તારમાં એની ધાક લાગતી હતી.

પુણ્ય ના પરમ ઉદયથી નારદ સાથે ની ચર્ચા માં આ પાપો જેના માટે થાય છે. તે લોકો તેના ભાગીદાર નથી એ જાતે જ ભોગવવા પડશે ની ઘટના સમજાઈ અને રામ નામ ના બે અક્ષરો ની નારદ પાસે દિક્ષા લઈ ને આખુ વ્યક્તિત્વ બદલી નાખ્યું.

દીવા પાછળ પોતે ઉભા રહી પોતાના પડછાયા થી બીનારા માણસો પણ પોતાના વ્યક્તિત્વ ને બીકણ માણસ માં ફેરવી નાખતા હોય છે. આપણે આપણી જાતે જે બનવુ હોય તે બનતા હોઈએ છે.

 

ધ્યાત્મકિતા ની ઉચ્ચતમ ઉંચાઈ બક્ષનારા રામાયણ ના ગાયક શ્રી વાલ્મીકી કેટલી અધમ કક્ષાથી ઉચ્ચત્તમ કક્ષા સુધી પહોંચી શક્યા. તો આપણે એમના ઉદાહરણ થી આપ જેટલી આંતરિક ઉંચાઈ છે ત્યાં તો પહોંચીયે !  પડછાયા થી ભય પામી છે તેનાથી નીચે તો ન ઉતરીયે !

                                                                       

                                                                                                      – વિજય શાહ

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.