જિંદગી ની બારાખડી

 

સીત્યોતેર વર્ષ ની ઉંમરે આંખ માં 12 જેટલા નંબર સાથે ડો. સી.સી. શાહ કર્મની ફીલોસોફી સમજાવતા પુસ્તક ‘ કર્મ તણી ગતિ ન્યારી”નું ભાષાતંર કરતા હતા. આ એમનુ અંગત કહી શકાય તેવુ પાંચમુ પુસ્તક હતુ.

 

વૈજ્ઞાનીક તરીકે કેટલાય રીસર્ચ પેપર્સ, પ્રોફેસર તરીકે કેટલીય જુદી જુદી જાતની પ્રસિધ્ધ શોધો પછી કર્મ ના સિધ્ધાંતો લખતી વખતે ઉત્સુક્તા થી એક જીજ્ઞાસુ એ પુછ્યું “ડોકટર સાહેબ તમને આ પુસ્તક નું ભાષાતંર કરતા શું લાગે છે. ?”

 

ડો. શાહ નો જવાબ બહુ જ સરળ હતો. “હું હજી કક્કો લખુ છું હજી તો બારાખડી શિખવાની બાકી છે ત્યાર પછી કર્મ ને હું સમજીશ. આવે વખતે હું લખુ છુ તે હું લખતો જ નથી.”

 

સીત્યોતેર વર્ષે પણ જ્ઞાન ની પિપાસા સમજવા જેવી છે એમના અગણિત પબ્લીકેશનો હોવા છતા એકદમ સૌમ્ય અને સરળ માનવી ના જીવન માં કોઈ જ એવો વિષય નહીં હોય જયાં તે કલાક નું ચિંતનીય કે મનનીય વક્તવ્ય રજુ ન કરી શકે.

 

છત્તા પણ હું તો હજી જિંદગીની બારાખડી જેવી બાબતો શિખવા માંગું છું. વાળી વાત સમજવા જેવી નથી ?

          વિજય શાહ

 

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.