એકતા નું બળ

flying-birds

શિકારી એ પહેલા તો દાણા વેર્યા…. પછી જાળ પાથરી…. અને પછી સંતાઈ ગયો ઝાડ પાછળ.

 ભુખ્યા પક્ષીઓ ને દાણા દેખાયા પણ બારીક જાળ ન દેખાઈ…. એક પછી એક ઘણા પક્ષીઓ દાણા ખાવા આવ્યા

અને દાણો ખાતા પહેલા જ પગે જાળ ભરાઈ.

 

 શિકારી ખુશ થાય છે.

 

જેમ પક્ષીઓની સંખ્યા વધે છે. તેમ શિકારી આનંદમાં આવે છે. આ બાજુ પાંખો નો ફફડાટ વધે છે.

 

ત્યારે એક ગંભીર અને વૃધ્ધ પક્ષી એ કહ્યું. ગુંચવવાને બદલે સૌ સાથે ઉડીયે એક થઈ ને એક દિશામાં ઉડીશું તો જરુર આ જાળમાં થી છુટીશું… પણ જો આડા અવળા અને છુટા છવાયા પડયા તો… ગયા જ સમજો….

એ પક્ષી ની વાત માની ને સૌ ઉડયા… એક જ દિશામાં… અને યુક્તિ ફળી. તાકાત વધી_ શિકારી ની મન ની વાત મનમાં રહી.

 

આપણે જયાં પણ હોઈએ ત્યાં જાળ તો હોવા ની જ…. પણ એક થઈને ઉડીયે તો શિકારી ની દરેક જાળ નાકામીયાબ નિવડે જ…. એકતા નું બળ ખરેખર અનન્ય હોય છે.

          વિજય શાહ

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.