ચમત્કાર

 

મહાભારત નુ યુધ્ધ ચાલી રહ્યું હતું. કર્ણે અર્જુન ની સામે અગ્ન્યાસ્ત્ર છોડયું હતું. ઘડી ના છઠ્ઠાભાગમાં રથ સારથી ધ્વની સહીત અર્જુન નો નાશ થવા નો હતો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની  શક્તિ થી કશુ જ ન થયું. તેથી અર્જુન માં થોડોક અહંકાર પ્રવેશ્યો…. શ્રી કૃષ્ણ ને એ અહંકાર કળી જતા વાર ન લાગી સખાભાવથી અર્જુન ને એ અહંકાર એનો મિથ્યા છે તે સમજાવવા

 

સાંજે પરત થતા શ્રી કૃષ્ણે અર્જુન ને પહેલા રથ પરથી ઉતરવા કહ્યું અર્જુન ને નવાઈ તો લાગી પરંતુ ઉતરી ગયા, પછી શ્રી કૃષ્ણ ઉતર્યા…. અને ક્ષણાર્ધમાં સમગ્ર રથ અગ્ની થી ભસ્મિભુત થઈ ગયો.

 

અર્જુન આભો બનીને જોઈ રહ્યો. શ્રી કૃષ્ણ બોલ્યા અગ્ન્યાસ્ત્ર નિષ્ફળ ગયુ નહોતુ પરંતુ હું પહેલો ઉતર્યો હોત તો તું પણ ભસ્મીભુત થઈ ગયો હોત.

 

દરેક કાર્ય ઈશ્ર્વર ની મરજી થી થાય છે. એવુ વિચારનાર કદી આ મેં કર્યું ના મદમાં કે અહંકાર માં આવતો નથી અને જો એ એવા અહંકારમાં આવે તો એ અહંકારી ને ઈશ્વર ચમત્કાર બતાવ્યા વિના રહેતા પણ નથી.

          વિજય શાહ

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.