નવ્વાણુ નો ધક્કો

 

deepchand

 

એક વાણીયો, નામ દીપચંદ અને કામ ગાંધીનું. ધર્મ પ્રમાણે આચરણ અને 6 પૈસાની કમાણી થી ચાલે. એક વખત છરી પાળતો સંધ આવ્યો અને આખી દુકાન નો માલ એક જ દિવસમાં ખપી ગયો. વાણીયા એ નફા નો હિસાબ મુકી જોયો તો પુરા નવ્વાણુ રુપિયા થયા. આટલી મોટી રકમ એક દિવસમાં મળી જશે તેવી તો તેને કલ્પના પણ નહીં….

 

વિધીની વક્રતા જુઓ… મનમાં નવ્વાણુ રુપિયા કમાયા નો આનંદ ન થયો પણ એક રુપિયો સો માં ઓછો પડયાનો અફસોસ થયો. દુકાન તો ખાલીખમ હતી હવે રુપિયો કયાંથી કાઢવો ? મનમાં પાપ પેઠુ અને જે જુવાર પારેવડા ને નાખવા અલ્લા રાખી હતી તે પણ કાઢી નાખી…. સો રુપિયા પુરા થયા….

 

અને રઢ લાગી હવે કયારે બીજા સો પેદા કરુ….. 6 પૈસા ની કમાણી વધારી ને બાર પૈસાની કરી…. મોંધવારી વધી ગઈ છે. સોળ પૈસા કરી… ચોવિસ પૈસા કરી… એમ કરી કરી સો ના નવસો નવ્વાણુ રુપિયા ભેગા કર્યા…. ફરી પાછી હજાર ની રઢ લાગી.

 

ઘરાક ઘટયા નવ્વાણુ ના ઘક્કા માં નીતિ બાજુમાં મુકાઈ ગઈ અને અંતે દરિદ્રતા થી જીવવા નો વારો આવ્યો. લોભ ને થોભ હોતો નથી અને વધતા લોભ ને કોઈ સાથ દેતુ નથી. સિવાય કે દરિદ્રતા, દીપચંદભાઈ ના આ ઉદાહરણ ને જે સમજે તે નવ્વાણુ ના ધક્કામાં થી બચે.

          વિજય શાહ

This entry was posted in અંતરનાં ઓજસ. Bookmark the permalink.