“જ્યોતિષ મંથન” -જ્યોતિષ જ્ઞાતા શ્રી અનીલ શાહ

  

anil-shah1

 

અનીલ શાહનો પરિચય મારે આપવાનો હોય તો મારે ૧૯૬૪ સુધી જવું પડે..૮માં ધોરણથી સાથે ભણતો આ ગોઠીયો જબરો મજાકીયો અને કોલેજ તબક્કlની વાત કરું તો અનીલ  અને નરેન્દ્ર બંને સાથે હસાવવા બેસે તો બાકીના અમારા ત્રણની એટલેકે વિનય, અજીત અને મારી હાલત બગડી જાય ત્યાં સુધી વાતોને ખેંચે..

પાંચેક વર્ષથી સ્વૈચ્છાએ નિવૃત્તિ લઇને એટલાંટા સ્થિર થયેલો આ લેખક જીવડો એમ. એસ્. સી. કેમેસ્ટી, ડિપ્લોમા ફાર્મસીસ્ટ થઈને અકાઉન્ટટ જનરલની સરકારી નોકરીએ લાગ્યો ત્યારે સૌને નવાઈ લાગી હતી.. મેં હસતા હસતા પુછ્યું કે યાર્. એમ એસ સી ડાઈ નાં વિષય સાથે થયોને તને આ શું સુજ્યું કે એકાઉંટટ જનરલની ઓફીસે પહોંચ્યો.. તો કહે If you want to die than work with Dye…

ખૈર્. આ મિત્રની હળવી બાજુ થઈ પરંતુ તેનો સ્વભાવ વિશ્લેષક અને વિજ્ઞાન નો અનુસ્નાતક અને  તેથી ગ્રહોને વૈજ્ઞાનીક રીતે જોતો થઈ ગયો અને સંશોધનો થી શોધી નાખ્યુ  ( બીજે ચંદ્ર ધનવાન્ બનાવે ને સાતમા સ્થાને ગુરુ સુંદર પત્ની અપાવે) અને પછી રસ પડ્યો અને જરુરી ભણતર લઈ જ્યોતિષ જ્ઞાતા બન્યો…આ તો ૧૫ વર્ષ પહેલાની વાતો.

બે એક વર્ષ પહેલા તેણે કહ્યું વિજય મારો બ્લોગ તો છે જ્( www.anilasto.com)  પણ મને ગુજરાતીમાં મારા સંશોધનાત્મક લેખો મુકવા છે તો ગુજરાતી કેમ ટાઇપ કરવુ તે શીખવને…અને જન્મ થયો જ્યોતિષ મંથન  (www.anilshah19.wordpress.com).

અનીલ માને છે કે કેટલાક માણસોના જન્માક્ષરના આધારે થતી આગાહીઓ ઘણી સાચી પડે છે પણ કેટલાક માટે સાચી પડતી નથી. આનો અર્થ એ થાય કે કેટલીક જટીલ કુંડળીનુ અર્થઘટન કરવામાં કેટલાક જ્યોતિષીઓ પાછા પડે છે ! પરંતુ તેથી શાસ્ત્રને ખોટુ કહેવુ તે વધારે પડતુ છે ” કેટલીક વાર યોગ્ય નિદાન કરવામાં ડોક્ટર પણ ક્યાં પાછા પડતા નથી ?”

જ્યોતિષ શાસ્ત્ર એક વિજ્ઞાન છે જે ક્યારેક તમોને સાવધ કરે છે તો ક્યારેક જીવનનુ બળ આપે છે. ક્યારેક મોટી ચિંતામાંથી બચવા થોડીક ચિંતા કરાવે છે તો ક્યારેક તમારી નબળાઈઓ બતાવી તમોને આંધળુકીયા કરતા રોકે છે. ક્યારેક આયોજન કરવામાંતો ક્યારેક આયોજનમાં ફેરફાર કરવામા રાહ ચીંધે છે. ક્યા ગ્રહો ક્યારે કેવુ ફળ આપશે તે અનુભવથી સમજાવવા નમ્ર પ્રયાસ કર્યો છે.વધુ વિગતે જાણવા લેખક સાથે સંપર્ક કરવો જરુરી છે.  કારણકે આ જ્યોતિષ શાસ્ત્ર એક સાગર સમાન છે અને આ સંશોધન લેખો તો તેનુ આચમન માત્ર છે.

અમેરીકામાં તેણે જ્યોતિષનું કામ ધંધાદારી રીત થી કરવા સજ્જતા બતાવી હજારો ડોલરનાં કોમ્પ્યુટર સોફ્ટવેર વસાવ્યા..અને ફ્લોરીડાનાં માસિક સીટી મસાલામાં Star lite Star Brite Horoscope ની કોલમ લખે છે. તેમનો જેમને પરિચય છે તેઓ માને છે કે  તેઓનાં નિદાનો  ૯૫% સુધી સાતત્ય પુર્ણ હોય છે.

ગુજરાતી બ્લોગ તેઓ લખે છે તે લખાણને તેમના સંશોધનો નો ભાગ માને છે અને જેઓને રસ પડે છે તેમને તેઓ સંતની જેમ જ્ઞાન પીરસવા માંગે છે..આ લેખો પુસ્તક સ્વરુપે પણ આવવાનાં છે. ફાજલ સમયમાં તેઓ પણ સરસ ગુજરાતી વાર્તાઓ લખે છે

તેમનો સંપર્ક anilshah19@yahoo.co.in

This entry was posted in બ્લોગર વિશે માહીતિ, લેખક વિશે માહીતિ. Bookmark the permalink.

0 Responses to “જ્યોતિષ મંથન” -જ્યોતિષ જ્ઞાતા શ્રી અનીલ શાહ

 1. Thank you Vijay for my introductions on
  blog ” Gujarati Sahitya sangam ”

  4307 Jefferson CT.
  Alpharetta, GA 30005
  Phone- 404-751-6832

 2. PULKESH says:

  Dear Astrologer,
  realy I am surprise and happy to knowing this high jump in your progress. Hope keep suh progress and remember to us like small but friend too.

 3. panchmesh saptamesh sukhesh dhanesh labhesh e badhu su che?kaya lagn ma a badha nu sthan kevi rite hoy?bhavishya jowa mate janmalagna rashichakra bhavalagna emathi su jowanu?chaturthesht no swami dashme bejano swami satme dasma bhavano swami trije e badhu janma kundli jowa graho kaya bhav & sthan ma che?e badhu kevirite samaj wu?e badhu kundli upar thi alag page par yogy margdarshan & mahiti apva vinanti.