ઋતમંડળનl ચિરાગ પટેલ

પુ.જુગલકિશોર ભાઈ અમને નેટ ઉપર છંદ શીખવતા હતા તે સમયે તેમણે એક અતિ વિકટ છંદ વિધાન ફક્ત જાણકારી તરીકે આપ્યુ.. જે એક ઉદાહરણ તરીકે જ હતુ અમારે તેના ઉપર કશુંજ કરવાનું નહોંતુ..ત્યારે તે છંદ વિધાન ને એક પડકાર સમજીને સર્વાંગ ક્ષતીશુન્ય શેર તે છંદમાં બીજે દિવસે નેટ પર જોયો ત્યારે અહોભાવથી ચિરાગની લગનને સલામ થઈ ગયા..

 

આવો આવા કાર્યદક્ષ ચિરાગ પટેલને અને તેમના બ્લોગ ઋતમંડળનેઓળખીયે..

 

ડાકોર પાસેના હેરંજ ગામનાં વતની એવા બંસીભાઈ અને રોહિણીબેન તેમના પિતા અને માતા. ત્રણ ભાઈ-બહેન – ચિરાગ, પાયલ, કુણાલ – માં ચિરાગ સહુથી મોટો. પારૂલ જેવી સાથીદાર અને વૃંદ જેવો પ્રેમાળ પુત્ર પામી માનો કૃપાપાત્ર થયા. તેમનો જન્મ વડોદરામાં અને ઉછેર વડોદરા, ગોધરા, તથા વાંસદામાં થયો છે. 2000ની સાલથી અમેરિકાના પેંસિલ્વેનીયા રાજ્યમાં લૅંસડેલ ગામમાં રહે છે. વ્યવસાયે ક્યુલૉજીક નામની કંપનીમાં સીનીયર ઈમ્બેડેડ એંજીનીયર તરીકે કામ કરે છે. સુપર કમ્પ્યુટર બનાવતી કમ્પનીઓને ખપ પડે તેવાં સુપર સ્પીડ નેટવર્ક પ્રોડક્ટ બનાવવાની કામગીરી કરે છે.

chirag_dhyaana-vi1 

 

 તેમના પિતાજીના વારસારૂપે મળેલ સાહિત્ય લેખનને આગળ ધપાવવાનું કામ પહેલાં કાગળ પર કરતા હતા. 2006 જુનમાં મૃગેશ શાહની વેબસાઈટ રીડગુજરાતી.કોમ દ્વારા આઈએમઈ ગુજરાતી ટાઈપીંગ વિશે પહેલવહેલો ખ્યાલ આવ્યો અને  મિત્ર  અભિજીતની ટકોરે બ્લૉગ ઉભો કરવાનો વિચાર જન્મ્યો. પ્રથમ તો ઈંગ્લીશમાં લખવાનો વિચાર આવ્ય તેમના અને પપ્પાના લેખો/કાવ્યોને બ્લૉગ પર મુકવાનો વિચાર આવવાથી ગુજરાતી બ્લૉગ શરૂ કર્યો. આમ, બ્લૉગસ્પૉટ પર સ્વરાંજલિની શરૂઆત થઈ. વિવેકભાઈએ વર્ડપ્રેસ પર બ્લૉગ મુકવાની હિમાયત કરી એટલે સ્વરાંજલિને વર્ડપ્રેસ પર ખસેડી. ત્યારબાદ, વિજ્ઞાન અને અધ્યાત્મને સાંકળતી પરિમીતીનો જન્મ થયો. 3-4 મહિના બાદ મારા કમ્પ્યુટરના જ્ઞાનને વહેંચવા માટે વિજાંશની પણ રચના થઈ. આમ, મારી બે માનસપુત્રીઓ સ્વરાંજલિ, પરિમીતી અને  માનદ પુત્ર વિજાંશનો જન્મ થયો અને તેઓને વાચકમિત્રોએ વધાવી લીધી. લગભગ 7-8 મહિના પહેલાં ઋતમંડળ રૂપે ત્રણેયને  કાયમી રહેઠાણ મળે એવી ગોઠવણ કરી.

 

આપની કુતુહલવૃત્તીને સંતોષવા માટે પહેલાં તો ઋતમંડળનો અર્થ જણાવી દઉં. સંસ્કૃતમાં ઋતનિયમ અને મંડળએટલે સંગ્રહ’. આમ, ‘ઋતમંડળએટલેવૈશ્વિક નિયમોનો સંગ્રહ’! આ વેબ-સાઈટ દ્વારા ચિરાગ પટેલ, બંસીધર પટેલ, સુરેશ જાની, દીગંત જાની, કુણાલ પટેલ,  અને જીગ્ના પટેલ  કેટલીક અજાણી અને કેટલીક ઓછી જાણીતી માહિતીનો રસથાળ આપની સમક્ષ પેશ કરીએ છીએ.

ગ્લોબલગુર્જરીગુજરાતી – લેખ – સુરેશ જાની, ચિરાગ પટેલ

સ્વરાંજલીગુજરાતી – કવિતા, વાર્તા – ચિરાગ પટેલ, બંસીધર પટેલ
પરિમીતી
ગુજરાતી – વિજ્ઞાન, ધર્મ, ઈતીહાસ – ચિરાગ પટેલ
વીજાંશ
ગુજરાતી – કમ્પ્યુટર – ચિરાગ પટેલ
ઈંફોટૉક
ઈંગ્લીશ – કમ્પ્યુટર – ચિરાગ પટેલ
બ્લોસમ્સ
ઈંગ્લીશ – મારી વાતો – ચિરાગ પટેલ

ઝરણુંગુજરાતી – કવિતા, વાર્તા – દીગંત જાની

મીસ્ટીકઈંગ્લીશ – લેખ – કુણાલ પટેલ, જીગ્ના પટેલ

 

સાચે જ, બ્લૉગ દ્વારા તેમને એક આધ્યાત્મિક અને આત્મિક સંતોષ મળે છે.  તેમને જે તે સમયે જે સાચુ લાગ્યું, યોગ્ય લાગ્યું એ રીતે જ અને એ જ પીરસે છે. . જ્યારે પણ કોઈ વાચકમિત્ર તેમના લેખ કે કાવ્ય દ્વારા કંઈક ભાવ કે જ્ઞાન પામે છે, ત્યારે લખ્યું વધુ સાર્થક થતું જણાય છે. બાકી તો તેઓ તેમની મસ્તીમાં મસ્ત છે. મા” તેમને જે પ્રેરણા આપે છે તેમ દોરવાતા આગળ વધ્યે જાય છે

This entry was posted in બ્લોગર વિશે માહીતિ, લેખક વિશે માહીતિ. Bookmark the permalink.

0 Responses to ઋતમંડળનl ચિરાગ પટેલ

 1. Thanks to Vijay to bring Dear Chirag……

  Dear Chirag,

  You are the son of Basidhar and Rohiniben
  Hope you Shine like a sun in your work.
  Hope Vrind gets the same from you and Parul.
  with love

  Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 2. Chirag Patel says:

  Vijabhai,

  Thank you for sharing my bio. Here’s the poem in CHHAND.
  Link to it: http://rutmandal.info/swaranjali/2007/07/19/saapex-chirag-patel/

  ————————————————————
  સાપેક્ષ – ચીરાગ પટેલ Jul 19, 2007

  આઈંસ્ટાઈન જેવો, અનુભવ નવલો, તાલ જામ્યો હવે આ;
  સાપેક્ષવાદ લાધ્યો, ખળભળ જ મચ્યો, જ્ઞાનનાં સમુદ્રમાં.

  મારી સામે જ જોયો, સમય મલપતો, જોડતો માપ મોટાં;
  ઈલેક્ટ્રોને જણાવ્યો, સમય પળ મહીં, જોજનો લાખ લાંધ્યા.

  મહીના થાય નાના, હર પળ છ ગણી, થાય મારી કસોટી;
  સાપેક્ષવાદ ભાળ્યો, જળમય નયને, છેતરું પાળ બાંધી.

  તારાઓનો નઝારો, ચમક ચમકતો, આંખને ઠારતો આ;
  જ્યારે જોઉં સદેહે, અલક મલકનાં, ખેલ એવાં નઠારાં.

  ધોળાં કાળાં ગર્તમાં, વમળ ઉમડતાં, થાય સ્ફોટો ઉર્જાનાં;
  રાતાં પીળાં ચક્કરો, અણુ ભરમ થતાં, જોડતાં જાળ મોટાં.

  વારી જાઉં છટાને, હર મહત તત્વ, ઝાકળે આભ સ્ફુરે;
  સાપેક્ષે આમ શોધ્યો, જળ થળ નભમાં, આતમે તું જ સ્મરે!

  ————————————————————————–

  છંદમાં કવીતા લખવાનો આ મારો પહેલો પ્રયાસ છે. આખી કવીતા ‘સ્ત્રગ્ધરા’ છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.

  કુલ અક્ષરો: 21
  યતી: 7, 14
  બંધારણ: ગાગાગા ગાલગાગા, લલલલલલગા, ગાલગા ગાલગાગા

  ભુલચુક સુધારશો.

 3. Dear Chiorag,

  Keep writing …..મહીના થાય નાના; હર પળ છ ગણી, થાય મારી કસોટી;

  સાપેક્ષવાદ ભાળ્યો, જળમય નયને, છેતરું પાળ બાંધી.

  Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 4. Wish you all the best Chiragbhai,

  Nice to know about you here. emjoyed your poem as well.

 5. jjkishor says:

  માન. વિજયભાઈ,

  આરંભે જ મારું નામ અને તે પણ શિક્ષક તરીકે છે તેથી આ કોમેન્ટ મૂકવાનો ધર્મ ગણું છું.

  ચિરાગ તો છે જ અધ્યાત્મ માટેની ચિર–આગ !! એની ઉંમરે આવું કામ એ પાછલાં જન્મોનું જ અનુસંધાન ગણાય.

  એણે મૂકેલી કવિતામાં સ્રગ્ધરાના બંધારણ મુજબ કેટલીક ક્ષતિઓ હોઈ એને સ્રગ્ધરા કહેવામાં દોષ કહેવાય. તેથી એક શિક્ષક રૂપે આટલા તાત્કાલિક સુધારાઓ કરીને નવેસરથી કાવ્ય મૂક્યું છે. જેમને ખરેખર છંદમાં રસ હોય તેઓ સરખાવીને સુધારાઓ જાણી શકશે. સુધારાનાં સ્થાનો લાલ અક્ષરે બતાવીને ચિરાગને તો મોકલ્યા જ છે પણ અહીં કોમેન્ટમાં રંગ શક્ય નથી.

  અગિયારમી પંક્તિમાંના તત્વ શબ્દમાં ત દીર્ઘ બને છે જેને હુંય સુધારી શક્યો નથી !

  આને ટીકાત્મક ન ગણતાં એક શિક્ષકની વાત ગણવા વિનંતી છે.

  આઈંસ્ટાઈન જેવો, અનુભવ નવલો, તાલ જામ્યો હવે આ;
  લાધ્યો સાપેક્ષવાદે, ખળભળ જ મચ્યો, જ્ઞાનનાં સાગરે શો !
  મારી સામે જ જોયો, સમય મલપતો, જોડતો માપ મોટાં;
  ઈલેક્ટ્રોને જણાવ્યો, સમય પળ મહીં, જોજનો લાખ લાંધ્યા.
  માસો નાના થઈને, હર પળ છ ગણી, થાય મારી કસોટી;
  ભાળ્યો સાપેક્ષવાદે, જળમય નયને, છેતરું પાળ બાંધી.
  તારાઓનો નઝારો, ચમક ચમકતો, આંખને ઠારતો આ;
  જ્યારે જોઉં સદેહે, અલક મલકના, ખેલ એવા નઠારા.
  ધોળાં કાળાં શું ગર્તે, વમળ ઉમડતાં, સ્ફોટ ઉર્જા તણા શા !
  ચક્રો રાતાં પીળાં, અણુ ભરમ થતા, જોડતા જાળ મોટાં.
  વારી જાઉં છટાને, હર મહત તત્વે, ઝાકળે આભ સ્ફુરે;
  સાપેક્ષે આમ શોધ્યો, જળ થળ નભમાં, આતમે તું સ્મરે હા !

 6. Chirag Patel says:

  જુ.કાકાને હક્ક છે. ખુબ ખુબ આભાર કાકા, કાવ્યને મઠારીને મુકવા માટે. સાચે જ, નવશીખીયાની ભુલો આ બન્ને કાવ્યો સરખાવવાથી સુધરી શકશે.