ગુજરાતી શબ્દ સ્પર્ધા-(૪)

જે સંસ્થા શબ્દ સ્પર્ધાનું આયોજન કરવા માંગે છે  તેમણે તેમના સમાજમાંથી એક પ્રતિનિધિનો ઇ મેલ (પ્રમુખ્ની કે સેક્રેટરીની અનુમતીથી) મને આપવાનો છે કે જેમની સાથે નીતિ નિયમો અને સ્પર્ધાનાં બે દિવસ પહેલા સ્પર્ધાનાં શબ્દો સહિત સ્પર્ધાને જરુરી માહિતિ આપી શકાય્. પ્રથમ સ્પર્ધા નું સ્થળ અને સમય અત્રે જાહેર કરીશું અને તેનો વીડીયો પણ મુકવા પ્રયત્ન કરીશું. ઊત્તમ ગજ્જર ગઈ કાલે ફોન ઉપર ઘણા જ ઉત્સાહીત હતા અને તેમણે કરેલ સુચનો બદલ આભાર. હાલ આ સ્પર્ધા સ્તર મર્યાદિત છે પરંતુ બ્લોગર મિત્રો માટે આ કામ તેમના કાર્ય ક્ષેત્રનાં ગુજરાતી સમાજ કે સંગઠનમાં કરવું સરળ છે.

જેમ ગુજરાત દર્પણ નાં કલ્પેશભાઈને આ કાર્ય સુયોગ્ય લાગ્યું અને પોતાનો સહકાર ફરતો શીલ્ડ જાહેર કરીને કર્યો તેમ આપને પણ જો તમારા સમાજમાં કે આ પ્રયોગમાં તમારું યોગદાન નોંધાવી શકો છો. જે સહયોગી ૭૨૦ અજાણ્યા પરંતુ અર્થસભર શબ્દો તૈયાર કરવા માંગે છે તેમની મહેનત ને સુયોગ્ય રીતે અનુમોદીત કરીશું  

આ સ્પર્ધા વીડીયો કોન્ફરન્સથી જુદા જુદા સ્થળોએ જીવંત પ્રસાર કરવાનો પ્રયત્ન થશે.

 મિત્રોને વિનંતિ કે www.bhagavadgomandalonline.com મુલકાત લઈ લઘુત્તમ ૭૨૦ શબ્દોનું અર્થ અને તેના વાક્યનાં ઉપયોગ સાથે પોસ્ટ તૈયાર કરે

એકાક્ષર શબ્દ તરીકે સમગ્ર બારાખડીમાંથી તૈયાર કરીને મુકેલ છે જેમાં વધુ એકાક્ષરો આવકારનીય છે.( શબ્દ સ્પર્ધા -૨)

બહુ અક્ષર શબ્દ તરીકે હાલ હું આ કાર્ય કરી રહ્યો છું ( લઘુત્તમ ૩ અક્ષર નાં અજાણ્યા અને  સંપૂર્ણ )

ઉદાહરણ તરીકે

શબ્દ                   અર્થ                     શબ્દ પ્રયોગ

પીયૂષ                     અમૃત               સંત હંમેશા ભક્તિ કરો તેવી પ્રેરણાનાં પીયૂષ પાતા હોય છે.  

જ્ઞવાર                     બુધવાર             અઠવાડીયા મધ્યે જ્ઞવાર આવે ને લાવે પ્રકાશીત સવાર્..

ઊઋણ                   દેવા મુક્ત            અરૂણે તેની  દિકરી કીશોરીનૂં કન્યા દાન કરી ઊઋણ થયો

ઢચર                    આડંબર               જુઠ્ઠા લોકોનાં ઢોંગ અને ઢચર ઘણાં

ખગન                  તલવાર               રાજાનું મૃત્યુ થયેલ જાણી સૈન્યે ખગન તેમના માનમાં નમાવી 

આપણી ગુજરાતી કેટલી સમૃધ્ધ છે તે અહેસાસ ભગવદ્ગોમંડળનાં ઓન લાઇન રૂપાંતરણ જોવાથી  આવી રહ્યો છે.  આવો માણીયે આપણી ભાષાની સમૃધ્ધીને…

This entry was posted in પ્રકીર્ણ, માહિતી, સાહિત્ય જગત. Bookmark the permalink.

0 Responses to ગુજરાતી શબ્દ સ્પર્ધા-(૪)

 1. vijayshah says:

  Speak Bindas to me
  show details 12:06 AM (8 hours ago) Reply

  Excellent movement, Vijaybhai.

  I truly am so happy to see Gujarati Blogger friends being so active.

  Let me know if I can be of any help through Speakbindas.com for this movement. If possible, you can send me the entire write up which contains all details of this activity, and I would be happy to publish the same. Photos of individuals associated with this activity are also welcome.

  Good luck to your venture.


  Regards
  Devang Vibhakar (Admin)
  http://www.Speakbindas.com

 2. one word & a try…..
  હા, રે , હા, હું કે તું, પા, પા, પી, કે “હા જી, હાજી “માં, તો તો, હું કે તું “ઢ્”…તું “ઢ્ ના તો હું “ઢ “…..ભૈ,રો મા ! બા તો છે, ને હું છું, ને સૌ છે, રો મા, રો મા !