કવિ અને લેખક ડો.નીલેશ રાણા

Nilesh_Rana

ઉત્તમભાઈ ગજ્જર દ્વારા ચાલતી સન્ડે ઈ મહેફિલમાં પહેલી કવિતા વાંચી અને ફોન કરી તેમને અભિનદન આપ્યા ત્યારથી એટલેકે ૨૦૦૪થી ડો નીલેશભાઈ સાથે વાતો કરવાની શરુ થઇ. જુન ૧૯૭૧થી અમેરિકા સ્થિત વ્યવસાયે ડોક્ટર પરંતુ શોખ ગુજરાતી સાહિત્યનો વાંચવાનો લખવાનો અને માણવાનો તેથી નિવૃત્ત થતા પહેલા ગમતાં સાહિત્યનાં શોખને બળવત્તર બનાવ્યો. લખવાનું આમ તો 1964 થી શરુ કરેલું ભણતા ભણતા મોટા થોથા  વાંચતા કંટાળે ત્યારે લઘુનવલીકા,કાવ્યો અને  નવલકથાઓ લખવી શરુ કરી
જે તે સમયના મેગેઝીનો ‘કવિતા’ ‘કુમાર’ ‘ઉદ્દેશ’ ‘મુંબઈ સમાચાર’ ‘હલચલ’ ‘સાંવરી’ ‘આરપાર’ મીડ ડે ન્યુંઝા પેપર’ ‘હયાતી’ ‘ગુજરાત ટાઈમ્સ’ ‘અનોખી’ ‘રાજભાષા’ “ખેવના’ કાવ્ય સ્રષ્ટિ’ ‘કવિ’ મોનો ઈમેજ’ ‘ગુર્જરી’ ‘જન શક્તિ’  ‘ગુજરાત દર્પણ અને યુગવંદના માં પ્રકાશિત થઇ .કેટલાક બંધ પડેલા મેગેઝીનો જેવા કે ‘ચાંદની’ ‘નવનીત’ ‘વર્ષા’ ‘રક્ષા’ ‘નવલકથા’ ‘સુધા’ ‘શર્મીલી’ માં પાના પ્રસિદ્ધ થતી હતી.
તેમના

વાર્તા સંગ્રહ:- અનામિકા
નવલકથા :- વર્તુળના ખૂણા,પોઈન્ટ ઓફ નો રિટર્ન, અને આકાશ કંપ
લઘુ નવલકથા :- જીવનનાં વહેતા વારી, પ્રીત, પ્રીતિ અને પ્રીતમ ,બધન મુક્તિ
ગીતોની સીડી :- મિજાજ (CD  10.00 Dollars )
ભવિષ્યમાં પ્રગટ થનારી નવલકથા :- વાસંતી પાનખર અને લાચાર સંહિતા


નવલકથા પોઈટ ઓફ નો રીટર્ન ને ગુજરાતી સાહિત્ય પરિષદનું દરિયા પારના સર્જકો ૨૦૦૫નુ પ્રથમ પારિતોશીક મળ્યું
ડોક્ટર નીલેશભાઈના અન્ય શોખમાં ટ્રાવેલિંગ મ્યુઝીક અને ડ્રામા છે.

તેમની તાજા કલામ જોઈએ

“બદલો”-ડો. નીલેશ રાણા

બદલો, બદલો બેડરૂમમાં
માણસ નહીં તો ચાદર બદલો
પાછળની સૌ વાત ભૂલીને
કંઇ તો આગળ આગળ બદલો 

ફૂલ નથી તાજા મળતાં તો
બદલો ફ્લાવર વાઝ્
માણસ જો મોંઘા પડતા તો
બદલો ફોટાઓ આજ
ઓશીકાની આંખ ભીંજાતી
સ્પર્શ તણાં વાદાળ તો બદલો 

પ્રતિબિંબો જાતે ખરડાતા તો
બદલો અરીસાની ભાષા
અર્થનો ભાર થતો ભારી તો
બદલો શબ્દો કેરાં તમાશા
પરબીડીયે સરનામું રડતું
કોઇ તો અંદરનો કાગળ બદલો 

Contact: ncrana@hotmail.com

This entry was posted in કવિ વિશે માહીતિ, લેખક વિશે માહીતિ. Bookmark the permalink.

0 Responses to કવિ અને લેખક ડો.નીલેશ રાણા

  1. સુંદર ગીત…

  2. manharmody says:

    shrI nilesh rana is a well known author and poet. it was a pleasure to read about him on this blog. i have read his creations in ‘gujarat times’

  3. Pingback: રડવાનો અવાજ ! « ગુર્જર કાવ્ય ધારા………a way of talking