લીમડે..મોહાયું રે મારુ મન.. (13)-અનીલ શાહ્

 IMG_0340
 
 
 
 
 
 
 
 
 
ઈનોવા કારમાંથી વીણા બહાર તાકી રહી.આંખો સામે ચિત્રપટની જેમ ભૂતકાળ પસાર થઈ ગયો.કેવી મોંઘેરી ક્ષણો આ ગામમાં ગાળી છે. સૌમ્યએ એને દુનિયાભરની ખુશી આપી.
આજે બધાં સાથે મુલાકાત થશે.સુનીલ કેમ હશે? નીલમનોને ગણેશનો સંસાર કેવો ચાલતો હશે?પ્રબોધ અને અદી હજુ એવાજ રમતિયાળ હશે? કે જીવને એ મને ગંભીર બનાવી દીધા હશે?
ગાડીએ બ્રેક મારી,વીણા સપનાંમાંથી જાગી પડી.ગાડી લીમડા પાસે આવીને ઊભી રહી.વીણા અને સૌમ્ય ગાડીમાંથી ઊતર્યા.બન્ને પ્રોઢાવસ્થા ઓળંગી ગયાં હતા.પણ સુંદરતામાં જરાય ઓછપ દેખાતી ન હતી.બન્નેનું જાજરમાન વ્યકતિત્વ બન્નેની સુંદરતાની ચાડી ખાતી હતી.વીણા અને સૌમ્ય લીમડા નીચે આવી ગયાં.જાણે કોઈ સ્વજનને વરસો પછી મળ્યા હોય એવું લાગ્યું.લીમડાની એક લટકતી ડાળીને હાથથી પકડી.જાણે કોઈ પ્રિયજનને ગળે લગાવતી હોય.પોતાનાં પ્રેમનો સાક્ષી આ લીમડો એક મિત્ર કરતા પણ વધારે વહાલો લાગી રહે્યો હતો.સૌમ્યે વીણાનો હાથ પકડીને એક પથ્થર પર બેસાડી.
બન્ને પાછાં સપનાંમાં ખોવાઈ ગયાં.કેવી રીતે લગ્ન થયાં.કે વા બન્ને મળી બધી મુશ્કેલીનો સામનો કર્યો,અને એક મેકનો સાથ ક્યારેય ન છોડ્યો.પ્રમોશન પણ મળ્યું,વતન છોડવું પડ્યું.લીમડાની છાવ છોડવી પડી.પછી તો બાળકોમાં એવી પરોવાઈ ગઈ કે બધું ભૂલીને બાળકોમય બની ગઈ.બાળકો મોટાં થઈ રહે્યા હતા. જવાની ઢળવા મંડી .બાળકો જુવાન થઈ ગયાં.ભણતરમાં એવા પડી ગયાં કે વીણા એકલી પડી ગઈ.થોડી ઉદાસ રહેવા લાગી.સૌમ્ય કોમપ્યુટર પર બેસી શેર મારકેટમાં સોદા કરતો.પૈસાની કોઈ કમી ન હતી.
વીણા અને સૌમ્ય દોસ્તોની રાહ જોવા લાગ્યા.સામે થી પ્રબોધ અને અદીતિ આવતા દેખા્યા.એમ ના હસતા ચહેરા જોઈ સૌમ્ય અને વીણાના ચહેરા પુલકિત થઈ ગયાં. 
રોજના નિયમ મુજબ મહાદેવના દર્શન કરીને લીમડે આવ્યા ત્યારે વીણા અને સૌમ્ય લીમડે બેઠા હ્તાં.થોડીવારમાં સુશીલ અને શૈલેષ દેખાયા તો બીજી તરફથી સુનીલ અને સુનયના પણ આવ્યા.સૌએ એક બીજાના ખબર અંતર પુછ્યા અને ઘણી જુની વાતો તાજી થતાં શૈલેષે પ્રબોધને પ્રેમગુરૂ કહ્યો તો પ્રબોધે કહ્યું-“ના અબ મુજે પ્રેમગુરૂ મત કહો વો ભુત તો અદિતિજીને કબકા ઉતાર દીયા હૈ જી…….” પ્રબોધે રાજકપુરની સ્ટાઇલમાં કહ્યું.
“શું તમે પણ શરમાતા નથી…”અદિતિએ પ્રબોધને ખભે ધબ્બો મારતા કહ્યું અને સૌ હસી પડ્યા

શૈલેશ અને સુશીલ પોતાનું કન્સ્ટ્રકશન્નું કામ કરતા હતા. તેમને પણ જોડીયા બહેનો મળી હતી રાની અને રીના એકંદરે સુખી હતા બધા મિત્રો ૪૦ વર્ષે મળતા હતા તેથી ઉષ્મા અને ઉર્જા તો ઘણી જ હતી..અને ત્યાં નીલમ દેખાઈ…સાદુ સફેદ વસ્ત્ર અને સાથે બીલકુલ તેની જ પ્રતિકૃતિ જેવી તેની દીકરી કલકી હતી જે નીલમને ઉતારી બધાને હાઇ કહી જતી રહી.

સુનીલ તો તેને એક નજર જોઇ પણ ના શક્યો. થોડીક ક્ષણો ની ચુપકીદી પછી નીલમે વાતની શરુઆત કરી. ગણેશ સાથે હું ભાગી ગઈ હતી તે ગુંચ જાણી જોઈને મે ક્યારેય ઉકેલી નહોંતી. તે ઉંમર બાઘાઇની હોય છે બસ આ એવી જ બાઘાઈ કહો તો બાઘાઇ અથવા સુનયનાનું નસીબ કે આજે સુનીલ તેની સાથે છે.

લગભગ બધા આજે તો છોકરા અને છૈયાથી પરવારીને બેઠા છે ત્યારે હજી મારો જિંદગી સાથેનો સંઘર્ષ ચાલુ છે. ગણેશ જેલમાં છે. કલકી મારી જેમજ તરંગી  છે.

સુનયના બોલી “પણ નીલમબેન તમે તો  સુનીલને ૪૦ વર્ષ થી દ્વીધામાં રાખ્યો છે કે આ હા કહેવા આવેલી છોકરી અચાનક સર્વ રીતે ઉતરતા મુરતીયા સાથે ભાગી શું કામ ગઈ હશે?”

નીલમ કહે “સાચી વાત કહું તો હું મારી બૉટાયેલી અને અભડાયેલી કાયા સુનીલને કેવી રીતે સોંપુ..જે રાતે મને સુનીલ ગણેશથી બચાવીને ઘરે મુકી ગયો તે રાત્રે મારા ઉપર બહુ વીતી..જાત જાતની  ધમકીઓ અને તણાવોમાં હું લુંટાઈ ગઈ. પરિક્ષાઓ પતી ત્યારે પાપનું બીજ ઉદરે આકાર લેવા માંડ્યું હતુ તેથી..આ એક પ્રકારની આત્મહત્યા હતી..કહે છે ને કે મન બીજા પાસે અને તન પતિ પાસે તે દ્વિધાત્મક જીવન જીવી જીવી જ્યારે હું થાકી ત્યારે થયું કે મારે થોડુક બહાદુર બનવાની જરૂર હતી..પણ પ્રભુનો ઉપકાર કે સુનીલ તો અમેરિકા જતો રહ્યો હતો…મે બટ કહીને જે અસત્ય આચર્યુ હતુ કદાચ આ તેની સજા હતી.

સુનયના સહિત સૌ ગંભીર હતા અને સુનીલ બોલ્યો..ચાલ જવાદે જે વાત વીતી ગઈ તેનુ માતમ નહીં.. આજથી આજ લીમડાની સોગંદ હવે તારે રડવાનું નહી અને પહેલા પાંચ ધમાલી હતા હવે અગીયાર છે..તેથી આજના દિવસે શુભ શુભ બોલો અને શુભ શુભ કામ કરીયે…ભલે આપણે ન મલ્યા.  કલકીને હું મારી પુત્રવધૂ બનાવીને અમેરિકા લઈ જઉં તો તને વાંધો નથીને…નીલમે સુનયના સામે જોયું અને તેના હકારથી નીલમ બોલી.

“કોઇક પૂણ્યબળ હજી તપે છે કે મિત્રો આવા ઉદાર મળ્યા ભટકેલી સરિતાને કીનારાનાં સહારા મળ્યા”

સુનીલ કહે વાળ ધોળા થયા અને જિંદગીના વળ ઉતરતા ગયા…

સુશીલ અને શૈલેશ વર્ષોથી ઇચ્છતા હતા કે આ કહાણી કોઇ પણ રીતે સંપુર્ણ બને..એક પેઢી જતી રહી…પણ આખરે તે પુરી થૈ ખરી…

સુનયનાને તો અંદરથી આનંદનાં ઉભરા છલકાતા હતા…સુનીલનો પ્રસન્ન ચહેરો જોઈ તે પોરસાતી…

હવે ડાયરી સાચવવાની જરૂર નહોંતી કલકી અને નીલનાં લગ્ન પછી નીલમ પણ જવાબ્દારીથી મુક્ત થઇ હતી.

This entry was posted in લીમડે..મોહાયું રે મારુ મન્... Bookmark the permalink.

7 Responses to લીમડે..મોહાયું રે મારુ મન.. (13)-અનીલ શાહ્

 1. Ashish gandhi says:

  eki bethake varta vanchi to rasprad rahi
  Nilamni kahani unexpected turnthi bhareli rahi

 2. Premal says:

  Thanks a lot Sir,

  Really appreicate it. Wonderful story, I was eagrly waiting for this end

 3. Premal says:

  Tamara personal email malyo. Khub Khub Aabhar

 4. kinnary says:

  kharekhar bau saras story che pan bdhane j aava friends malta nati

 5. Premal says:

  You are right Kinnary, I have seen it happening in only Stories. But I think at lesast they do exists in stories, thats also positive thing

 6. campinggears says:

  I am from Junagadh Gujarat India and one of mine friend from VVP engineering colleage,Rajkot shared with me this article.

  He is absolutely right,its “The Best”!!

  Thank for sharing…

 7. poonam says:

  bahu j mast story che hu to maru kam bhuli ene j vanchava besi gai hati relly bahu mast story che

Comments are closed.