ક્યાંથી વરસે આ વરસાદ ?-દિનેશ ઓ.શાહ

rain

        વાદળ ના દેખાયે તો’ય ક્યાંથી વરસે આ વરસાદ?

       રુદિયામાં નિરંતર રણકે કોઇની મીઠી યાદ

       જીવનના અજાણ રસ્તે કોનો સુણું આ સાદ? ….ક્યાંથી વરસે આ વરસાદ

 

        છાટાં વાગે વર્ષાના, નીતરે મારી આ કાયા

        અંતર મારું સુકુ રણ, રહ્યુ રદય ભિંજાયા વિના

        જીવનની આ કમનસીબી, કોને કરુ ફરિયાદ?…..ક્યાંથી વરસે આ વરસાદ

 

        વાદળ ગાજે વિજળી ચમકે ચાર દિશા જળ બંબાકાર

        ડુબી ગયા ઘરબ્હાર મારા,રહ્યા ફક્ત સ્મૃતિઓના ભંડાર

        તાજા વાસી ભોજનિયા, મારે મન મંદિર પરસાદ……..ક્યાંથી વરસે આ વરસાદ

 

        શ્રાવણ ભીંજવે કાયા મારી, હૈયું તુજ યાદ ભીંજાય

        મેહુલીઓ તો વરસે મહિનો, હૈયું ભીંજાય બારે માસ

        ધરતી તો થાશે લીલીછમ, મારું હૈયું સદા ઉદાસ…….ક્યાંથી વરસે આ વરસાદ

 

        શ્રાવણના જળબિંદુ ખર્યા કે અશ્રુ તુજ પાંપણ ધાર

        લાગે છે કે છુપાઇ ગઇ તું આભની પેલે પાર

        અદ્રષ્ય થઇ તું વિજળી સમ ફક્ત મુકી ગઇ તુજ યાદ…..ક્યાંથી વરસે આ વરસાદ

This entry was posted in સાહિત્ય સમાચાર. Bookmark the permalink.

2 Responses to ક્યાંથી વરસે આ વરસાદ ?-દિનેશ ઓ.શાહ

  1. Fulvati Shah says:

    Very emotional poem !
    Fulvati Shah

  2. Krunal Desai says:

    Heartwarming and deeply touching poem!
    Krunal Desai

Comments are closed.