દિવાળી-મહાવીરસ્વામી નિર્વાણ દિન

Diwali_Diya

 

ઉત્સવોની ઉજવણીની સાથે તેનો મહિમા પણ ખબર હોય તો તે ઉજવણી સરસ રીતે સમજાય.

થોડીક લંબાણથી અત્યારે વાત કરું જે જૈન કુટુંબોમાં સુવિદિત હશે જ પરંતુ અત્યારે તેનો સંદર્ભ મને યોગ્ય લાગે છે.

વાત છે ગોશાળા નામના તેમના શિષ્યની..પ્રભુ પાસે આત્મ કલ્યાણક ઘણું શીખતા શીખતા કોઇક તબક્કે સ્વરક્ષણ હેતુથી તેજોલેશ્યા નામની વિદ્યા પ્રભુ પાસેથી તે શીખ્યો. વચ્ચે તેના માઠા કર્મના ઉદયે ધર્મવિપરિત વાતો કરી જુદો પંથ સ્થાપી તેના શિષ્ય સમુહની સાથે પ્રભુ મહાવીર ની વિચારધારાનો વિરોધ કરવા લાગ્યો અને એક તબક્કે ક્રોધીત થઇને ગુરુ ઉપર તેજોલેશ્યા છોડે છે. પ્રભુ મહાવીર તો તે વખતે કેવલી અવસ્થામાં હતા તેથી તેજોલેશ્યા ગોશાલા તરફ પાછી વળે છે. અને તેના તાપમાં પીડાતા ગોશાલાથી પ્રભુ મૃત્યુનિદાન જાહેર થઇ ગયુ. છેલ્લા 72 કલાક પ્રભુએ અંતિમ દેશના આપી અને દિવાળીની મધ્ય રાત્રી એ તેઓ કાળધર્મ પામ્યા

સા.બુ. કહે કે જો મૃત્યુનો પ્રસંગ હોયતો ઉદાસીન રહેવું જોઇએ તેને બદલે ઉજવણી કેમ?

મૃત્યુ પામ્યા પછી પ્રભુ મહાવીર મોક્ષે ગયા જ્યાં સિધ્ધપદ પામીને જન્મ મરણમાંથી મુક્ત થયા તે નિર્વાણ પામ્યા માટે તે દુખનો પ્રસંગ ન રહેતા સુખ્નો અને ઉજવણીનો પ્રસંગ બને છે. અને તેજ સમયે ગુરુ ગૌતમસ્વામી એટલેકે બેસતા વર્ષની પરોઢે કેવળ જ્ઞાન પામે છે જે ઉજવણીનો બીજો મહત્વનો પ્રસંગ છે

This entry was posted in સા. બુ. કહું તો... Bookmark the permalink.