ઇશ્વરે કદી કીધું નથી કે તમને પીડા વગરના દિવસો આપીશ.-વિલાસ ભોંડે ના ઇ મેલ પરથી

ઇશ્વરે કદી કીધું નથી કે તમને પીડા વગરના દિવસો આપીશ.  દુઃખ નહીં ફક્ત હાસ્ય આપીશ. વાદળ વિનાનો સૂર્યપ્રકાશ આપીશ.
……..પણ

  • એણે એ જરુર કીધું છે કે તમને પીડા સહન કરવાની તાકાત આપીશ.
  • રડીને હળવા થવાની રાહત આપીશ.
  • રસ્તો સુઝે એવો પ્રકાશ આપીશ….

વીતી ગયેલી ક્ષણોને સુધારી નવી શરુઆતની તક તો કોઇને મળતી નથી.  પણ આ ક્ષણ થી પ્રારંભ કરીને નવો અંત મેળવવાની તક તો દરેક જણ મેળવી શકે છે !

નિરાશાઓ રોડ પર આવતા બમ્પ જેવી હોય છેઃ તમારી ગતિ થોડીક વાર માટે રુંધાય જરુર છે,
પણ પછી ની સફર માં તો આનંદ મળે જ છે… માટે બમ્પ પર જ રોકાઇ ના જતા,
આગળ વધતા રહેજો!

જ્યારે જોઇતું હોય એ ના મળે ત્યારે નિરાંત જીવે બેસીને ખુશ થજો,
કારણ કે ઇશ્વર તમને કૈંક વધારે સારું આપવાનું પ્લાનીંગ કરી રહ્યા હશે!

સારા-નરસા અનુભવ થાય ત્યારે યાદ રાખજો કે જીવનની દરેક ઘટના તમને શીખવાડે છે

કે કેવી રીતે જીવનમાં વધુ પ્રસન્નતા મેળવવી… 
કે કેવી રીતે દુઃખથી ભાંગી પડવામાંથી બચવું…

કોઇ તમને ચાહે એવી ફરજ પાડવી તો શક્ય નથી. તમારે તો તમને કોઇ પ્રેમ કરી શકે એવી વ્યક્તિ બનવાની કોશિશ કરતારહેવાની છે.

માપ્યા વગરનો પ્રેમ કરશો  ત્યારે જ  પ્રેમ  કેટલો છે એ માપી શકશો !

જેને પ્રેમ આપવો ગમે અને જેને આપતા હો તેને પણ તમારા પ્રેમનો પ્રતિસાદ આપવો ગમતો હોય એવી વ્યક્તિ મળી જાય ત્યારે મોં  ધોવા ના જતા!

માનને ખાતર પ્રેમ ગુમાવવા કરતાં પ્રેમને ખાતર માન ગુમાવવાનું પસંદ કરજો..

પ્રેમ કરવા સંપૂર્ણ પાત્રની રાહ જોવા કરતાં પ્રેમ કરતાં હો એ પાત્રને સંપૂર્ણ પ્રેમ કરવાના પ્રયત્ન કરજો.

તમને જ્યારે કોઇની સાચી પરવા હોય ત્યારે

તમે નથી જોતા એની ખામીઓ.. તમે એને સ્વીકારી લો છો
નથી માંગતા જવાબો….એના બચાવો ને સ્વીકારી લો છો
નથી શોધતા ભુલો…. એ સુધારવાની મહેનત માં લાગી જાવ છો

 
જુના મિત્રોને ક્યારેય ગુમાવતા નહીં
એની જગ્યા લઇ શકે એવું કોઇ કદીય મળશે નહીં
મૈત્રી wine  છે…જેટલી જુની એટલી લજ્જત વધુ !-

લેખકઃ અજ્ઞાત વિલાસ ભોંડે ના ઇ મેલ પરથી

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to ઇશ્વરે કદી કીધું નથી કે તમને પીડા વગરના દિવસો આપીશ.-વિલાસ ભોંડે ના ઇ મેલ પરથી

  1. vilas bhonde says:

    saras commentry

Comments are closed.