वाह क्या scene है !- લેખક-અશોક શાહ

                                      
                                           બોજ ગમકા ભી સહા જાતા નહીં.
                                           હાથ ફૈલાના મેરી ફિદરત નહીં..
                                           મૈ ચલા હું જબ તો મંઝીલ પાઉંગા..
                                           મૈ નહીં યા ફિર મેરી કિસ્મત નહીં.
                                           જિંદગી મુઝકો દિખાદે રાસ્તા…

                                           તુઝકો મેરી હસરતોંકા વાસતા..
                                            જિંદગી મુઝકો દિખાદે રાસ્તા ……….. દિખાદે રાસ્તા…… 

ઉપરોક્ત મુજબનું ગીત એક ચલચિત્રમાં, ચલચિત્રનો સહનાયક ગાઈ રહયો હતો. હું મારા પરિવાર સાથે એક રવિવારે સિનેમા થીયેટરમાં  ગુરુદત્તનું એક જૂની ફિલ્મ  જોઈ રહયો હતાં.ચલચિત્રનો સહનાયક તેની બેન માટે મજબુરીમાં.. શરમ નેવે મૂકી.. અથાક પરિશ્રમ કરીને પણ જીવનનિર્વાહ ચલાવવાં.. રસ્તા પર આ પ્રમાણેનું કરૂણ ગીત ગાઈ ભીક્ષા  માંગવા પ્રયત્ન કરી રહયો હતો… 

   આ દ્રશ્ય જોઈને મારી બીલ્કુલ બાજૂમાં બેઠેલા એક ભાઈ ડૂસકેં ડૂસકે રોઈ રહયા હતાં ! મને લાગ્યું કે ભાઈ વધું પડતાં ભાવુક અને સજ્જન હોવા જોઈએ.આ ગીતનાં સંદર્ભમાં તેઓ તેના પત્નીને સમજાવતાં હતાં અને આ બેદર્દ જમાના ઉપર આક્રોષમાં કહી રહયા હતાં કે ” દુનિયા કેટલી સંગદિલ છે..આ ભાઈને કેમ કોઈ બે પૈસાય પરખાવતું  નથી ! (જે ચલચિત્રમાં કરૂણ ગીત ગાઈ રહયા છે તેમને )..લોક સાવ નિષ્ઠુર જ છે…સાવ દયા વગરના છે….વિગેરે વિગેરે…”
હું  એ બાજૂવાળા મહાશય સિનેદર્શકની ભાવૂકતાથી ક્ષણિંકભર પ્રભાવીત થઈ ગયો અને મને પણ લાગ્યું કે તે ભાઈ બીલ્કુલ બરાબર કહે છે.
      પીક્ચર સમાપ્ત થયા પછીં અમે  સહ પરિવાર નજીકનાં બસ સ્ટોપ સુધી ચાલતાં ચાલતાં જ જતાં અમારી વાસ્તવિક દુનિયામાં લગભગ આવી ગયાં હતાં. અને અમારા બસ રૂટની બસની રાહ જોતાં ઊભા રહેવા લાગ્યાં. પેલા ભાવૂક સજ્જન પણ , જે થીયેટરમાં  મારી બાજૂની જ સીટમાં બેઠા હતાં તે પણ અમારી સાથે તેમના રૂટની કોઈ બસ ની રાહ જોતા ઊભા હતાં.
તે દરમ્યાન એક ૧૦-૧૨ વર્ષની ઉંમરનો દેખાતો એક અપંગ બાળક ” ગરીબો કી સૂનો ..વો તુમ્હારી સૂનેગા…તુમ એક પૈસા દોગેં..વો દશલાખ દેગા..ગરીબોં કી સૂનો…ગીત ગાતો ગાતો ”  થીયેટરમાં  મારી બાજૂમાં બેઠેલા પેલા સજ્જન પાસે આવી ગરીબાઇની મજબુરીમાં ભિક્ષા માટે આજીજી કરવાં લાગ્યો.મને એમ કે તે મહાશય તરત જ કાંઈક બનતી મદદ કરશે.પરંતુ મારી ધારણાં કરતાં વિપરીત રીતે તે ભાઈ પેલા ગરીબ બાળકને ધૂત્કારી રહયા છે !.બે પૈસા હાથમા આપવાને બદલે ગુસ્સો કરે છે અને શિખામણ આપે છે ” ભીખ માંગતા શરમ નથી આવતી !! હંઅ..હાલી નીકળ્યા છે..જ્યાં ને ત્યાં.. હાથ ફેલાવીને !…આ લોકો કોઈ જગ્યાએ શાંતિથી ઊભાય નથી રહેવા દેતા..વિ.વિ..બોલતા બોલતા..તેમના રૂટની બસ આવી એટલે છણકો કરતાં કરતાં જ બસ પકડી સહકુટુંબ રવાના થઈ ગયા !!
   હું  આશ્ચર્યજનક રીતે એ દ્રશ્ય જોઈ જ રહયો ! ! મારાથી મનમાં બોલાઈ ગયું ” વાહ ક્યા સીન હૈ ! “….મને એ ના સમજાયું કે પેલા ભાઈનો અસલી ચહેરો કયો ? ચલચિત્રમાં હિંબકા ભરી લાગણી સભર રૂદન કરતાં કોમળ માનવી તરીકેનો..  કે  પછી બસ સ્ટોપ પર અપંગ ગરીબને ધૂતકારીને  કઠોરમય વચનો કહેતો ! !
હું મારી બસ ના આવી ત્યાં સુધી  સમાજના આ દ્વિસ્તરીય માનસ તથા તેના અસલી રૂપને સમજવામાં જ ખોવાઈ ગયો !

This entry was posted in email, અન્ય બ્લોગ ઉપરથી ગમે. Bookmark the permalink.

3 Responses to वाह क्या scene है !- લેખક-અશોક શાહ

 1. anilshah19 says:

  Awesome touching story Ashokbhai !
  Really nice observations !
  Keep up writing.

  Anil shah ( Astrologer/ USA )

 2. vijayshah says:

  Thanks Harneeshbhai

  He wrote to m e in his email

  Vijaybhai-I could not add my comment on Ashok Shah’s article. “Wah Kya scene Hai-“-That is fantastic short story-Thank you for selecting for your blog. He can further shorten up and change it in to 6-7 lines “LaghuKatha”.

 3. pravinash1 says:

  people have two faces. May be in the movie he liked the actor singing that song. In reality it is opposite

Comments are closed.