શ્રાવક તણા આચાર

વસ્તુપાળ અને તેજપાળ બે ભાઇઓ

મોટો વસ્તુપાળ અને નાનો તેજપાળ પરદેશ જતી વખતે સંપતિ દાટવા જતા હતા ત્યાંથી વધુ સંપતિ મળી તેનો સદુપયોગ કરવા રસ્તા શોધતા હતા ત્યાં તેજપાળ જીવલેણ માંદગીમાં પછડાયા.

વસ્તુપાળે તન મન ધનથી ચાકરી કરી પણ કશું કારગત થતું નહોંતુ ત્યારે તેજપાળની આંખમાં આંસુ સુકાય નહીં. વસ્તુપાળ ધર્મ સમજાવે, કર્મ સમજાવે, કુટુંબને સાચવીશ,પણ તેજપાલનું રૂદન ના શમે. ત્યારે વસ્તુપાળ કહે ભાઇ જીવનની છેલ્લી ઘડીએ તારો મુંઝારો નહીં કહે તો મને કેમ સમજાશે તારા મનની પીડા ?

તેજપાળ કહે ભાઇ! મને યાદ છે બચપણમાં ગુરૂ ભગવંતોએ કહેલા શ્રાવકોનાં આચારનો એક આચાર હું ચુકી ગયો છું. વસ્તુપાળ કહે ભાઇ આપણે બધાજ આચાર પાળ્યા છે જીવદયા રુડી કરી છે તપ કર્યા છે સંઘયાત્રા કરી છે તિર્થાટનો કર્યા છે.સુપાત્રે દાન  કર્યા છે..

તેજપાળ કહે હા પણ ભાઇ તે બધુ સાચુ પણ અત્યારે મને એક વાત યાદ આવે છે અને તે છે મેં છતી શક્તિએ પ્રભુજીની મુર્તિ નથી સ્થાપિત કરી. નથી મેં મુર્તિ ભરાવ્યાનું ગુપ્ત દાન કર્યુ કે નથી સંઘને રોજ સેવાપૂજાનો લાભ મળે તેવી એક અંગુઠા જેટલી મુર્તિ નથી ભરાવી.

વસ્તુપાળે તે જ ક્ષણે પ્રણ લીધું કે તે સર્વ ધન દેરાસર બાંધવામાં વાપરશે. છતી શક્તિએ જે દેરાસરમાં મુર્તિ ન ભરાવે તે શ્રાવક તણા આચાર ચુકે છે.તેજપાળે દેહ છોડ્યો પણ ત્યાર પછી જેટલા દેરાસરો વસ્તુપાળે બંધાવ્યા તે વસ્તુપાળ તેજપાળનાં દેરાસરો કહેવાયા. કહેવાય છે કે આરસ્માંથી કોતરણી કરીને જેટલી કણ નીકળે તે ભારોભાર સોનુ વસ્તુપાળ આપતા અને સ્થપતિઓને બહુજ માન અને સન્માન થી રાખતા. 

 

This entry was posted in Uncategorized. Bookmark the permalink.