પંચ તત્વની જેલ-ડો દિનેશ ઓ. શાહ

તાપણી કરીને બાળ્યા મેઁ તો ધરમ કરમના મેલ
જીવનના એકેએક દિવસે મેઁ જોયા જુદા ખેલ

જતન કરી ખુબ લાડ લડાવી માલીસ કરાવી તેલ
પઁચ તત્વની કાયા મારી જાળવી રાખી મેઁ જેલ

આતમ કેદી ઉડી જાશે એક’દિ ખાલી પડશે જેલ
માટીના મોર માટીમાં જાશે રડશે કોઈ નાની ઢેલ

વિદાય દેશે એક દિન સૌએ શણગારીને વેલ
જીવન પળમાં સરકી જાશે જેમ નદીની રેત

આશા તૃષ્ણા મહેચ્છા કેરા કંઈક ચણાવ્યા મહેલ
હૈયે હિઁમત રદયે રામ મારી સો જોજનની સહેલ

દિનેશ ઓ. શાહ, ગેઈન્સવીલ,ફ્લોરીડા, યુ.એસ.એ.

This entry was posted in કાવ્ય. Bookmark the permalink.