દુર્લક્ષ્ય-૭

 આગળ વહી ગયેલી વાર્તા શરુઆતથી

રાત આખી ઘરમાં અજંપો રાસ લેતો રહ્યો. રમા, રામા અને દિના જાણે ઘરમાં મૃત્યુ આવ્યુ હોય તેમ ડુસકાઓથી અને નિરાશાઓથી શ્વસતું રહ્યું. કેતન જ્યારે ભાનમાં આવ્યો ત્યારે માથામાં દુઃખે છે તેવી ફરિયાદ કરતો અને હિબકા ભરતો હતો.

રમાથી તેનુ દુઃખ જોવાતુ નહોંતુ અને તેથી તે પોતાની જાતને પણ મનોમન કોસતી હતી. દિના જેવું ધ્યાન કેતન પાછળ તેણે આપવુ જોઇતુ હતુ પણ તે ક્યારેય આપી શકી નહોંતી. વળી રામાને ખબર હતીકે રમા પોતાના બધા સ્વપ્નાઓ દિનામાં અને દિના દ્વારા પુરા કરતી હતી. જ્યારે કેતન આમેય શામળો હતો તેથી રામાની માલિકી હતી. રામા તેને સફળ ડોક્ટર બનાવવા માંગતો હતો. કેતન દિનાને મળતું મમાનું વહાલ ઝંખતો હતો. તેને પપ્પાને દિવસે કામ અને સાંજે બીયર પીતા જ જોયા હતા.જ્યારે મમ્મી દિનાને માટે જે  કંઇ કરે તે બધુ તેને પણ કરવું હતું.

રામા તેને લીગો અને તેની બધી એડવાન્સ રમતો લાવી આપતો પણ તેણે કરેલા પ્રોજેક્ટોમા સહાય કરવાની હોય કે સોકરની ગેમની પ્રેક્ટીસમાં લઇ જવાનો હોય તો તે સમય તે ફાળવી શકતો નહીં. ક્યારેક ડોક્ટર ઓફીસમાંથી એલેક્ષ તેને લઇ જાય અને મુકી જાય અને કેતનનું મન પપ્પાને ઝંખે. તેની પ્રેક્ટીસ દરમ્યાન તેણે કરેલા પરાક્રમોને તાળીઓથી વધાવનાર મમ્મા કે પપ્પા ત્યાં હાજર નહીં તેથી વ્યથીત થાય. એકલી દિના ક્યારેક તેને લીગો રમવામાં મદદ કરે ત્યારે તે આનંદમાં હોય! પણ એવા દિવસો હોય કેટલા? મહિને એકાદ વાર!

અચાનક તે ઉંઘમાં બડબડ્યો.”  no Jenny no..I only love you”

દિનાએ માથા પર હાથ ફેરવ્યો અને કેતન ઝબકીને બેઠો થઇ ગયો. ” દીદી મમ્મી ક્યાં?”

“મમ્મી હમણા જ તેના રૂમમાં ગઇ.”

” કેતન ભૈલા! હવે તને દુખાવો કેમનો છે?” દુઃખ મિશ્રિત લાગણીઓથી તેને પુછ્યુ.

” મને ચક્કર આવે છે અને ભુખ પણ લાગી છે.”

“હું રસોડામાંથી કંઇક લઇ આવુ. તુ જીરામીઠાની ભાખરી ખાઇશને?”

“ભલે” અને તે બીજી બાજુ પડખુ ફરીને સુઇ ગયો.

ગરમ ગરમ ભાખરી અને દુધ લઇને જ્યારે દિના આવી ત્યારે કેતન ફરીથી ઘસઘસાટ ઉંઘી ગયો હતો. રસોડમાં થતા માઇક્રોવેવના અવાજે રમા જાગીને રુમમાં આવી. રડી રડીને તેની આંખ લાલ ચોળ હતી. દિનાની સામે જોઇને ફરી તેની આંખ ભરાઇ ગઇ. હવે શું થશે?નો પ્રશ્નાર્થ ચિન્હ તેની આંખમાં ડોકાતો હતો.

મમ્મી!  કેતન મોટો થઇ ગયો છે. હમણા ઉંઘમાં બબડ્તો હતો .”  no Jenny no..I only love you”

રમાએ વળતો પ્રશ્ન કર્યો ” તુ ઓળખે છે જેનીને?”

દિના કહે “રોબની નાની બહેન”

રમાથી મોટો નિઃસાશો નંખાઇ ગયો..”પેલા ગંજેરીની બહેન..”

“મમ્મી મને તો કેતનની બહુજ ચિંતા થાય છે. તેને સોબત ખોટી મળેલ છે અને બધે મારી ઈર્ષ્યા કર્યા કરે છે. મને તારુ ધ્યાન બહુ મળેલ છે અને તેને નથી મળતુ તે વાત તેને બહુજ કઠે છે.”

‘દિના તારી વાત સાચી નથી. માબાપને મન તો બધા જ સરખા. છોકરીને સાસરવાસ કરવાનો તેથી લાડકોડ વધુ મળવાના અને છોકરો તો કાયમ સાથે રહેવાનો..જે કંઇ કચાશ રહી ગઇ હોય તે દુર કરવા આખી જિંદગી પડી છે ને?

“ના. મમ્મી કેતન ઉપર હવે તુ વધારે ધ્યાન રાખ.તે પ્રેમ માં પડ્યો છે ખોટી ઉંમરે..તે ડ્રગમાં સપડાયો છે ખોટી ઉંમરે. એની સાથે બધુ ખોટુજ થાય છે.”

સારુ બેટા તારો ભૈલો છે પણ મેંતો  થથરતી જાંઘે તેને જનમ આપ્યો છે. મારું પણ તે પીંડ છે.

કેતન તંદ્રાવસ્થામાં આ બધુ સાંભળતો હતો..તેની આંખની કોરે આંસુનું બીંદુ ઝમતુ હતુ…તે બોલ્યો ” Mom I love you ”

રમા બહેન ભાવ સભર અવાજે બોલ્યા ” યા બેટા  I love you too but I am angry on you..”

કેતન ફરી બોલ્યો ” Mom I love you ”

ત્રણેયની આંખ ભીની હતી. ભાખરી ઠંડી પડી ગઇ હતી અને નવો ધુમસ્સ ભર્યો દિવસ ઉગી ચુક્યો હતો. રાત્રે પડેલ હીમ સફેદ ચાદર બનીને લોન ઉપર ઠરતુ જતુ હતુ. રામાનું ટ્રેડમીલ ચાલુ થઇ ગયુ હતુ. જિંદગીએ જાણે થોડો શ્વાસ લેવા સમય આપ્યો હોય તેવુ ટીવી ઉપરનું શાંત સંગીત વાગતુ હતુ.

This entry was posted in Uncategorized. Bookmark the permalink.