કવિયત્રી દેવિકા ધૃવના..”શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહનું વિમોચન કવિશ્રી તુષાર શુકલના હસ્તે

 

યુ.એસ.સ્થાઈ કવિયત્રી દેવિકા ધૃવના “શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહનું વિમોચન,સભાનું સુંદર સંચાલક રેખાબેને શરૂઆત કાનનબેને મા-સરસ્વતિની સ્તુતિથી કરેલ ઈશ્વરના આશિર્વાદ મેળવી સૌને આવકારતા કહ્યું” આજ  અમારા પરિવારનો ખુશીનો, સરસ્વતિ-માની આરાધના-સાધનાનાં પરિણામનો દિવસ છે તપશ્ર્યા બાદ સફળતા અને આનંદનો દિવસ છે.” સ્વાગત સહ કહ્યું:’જેમને સરસ્વતિનું વરદાન મળ્યું છે એવા કવિશ્રી તુષારભાઈ શુક્લનું સ્વાગત કરું છું.

                  રેખાબેને  મહેતા હ્યુસ્ટન(યુ.એસ.એ.)થી પધારેલ વિશ્વદીપ બારડને બે-શબ્દો કહેવા વિનંતી કરી. વિશ્વદીપ કહ્યું: ‘કવિયત્રી દેવિકાબેન ધૃવ જેમણે અક્ષર રૂપી સુંદર મોતી વિણી, વિણી શબ્દમાળા-મોતી પાલવડે ગુંથી..એક કાવ્યમાં નવો પ્રયોગ આદરી “ક”થી માંડી આખી બારખડીમાં એકથી એક ચડીયાતા કાવ્યો લખ્યાં એનું હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા ગૌરવ લે છે. આજે “શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહ પ્રગટ થયો તે બદલ ગુજરાતી સાહિત્ય સરિતા અને એમના ૧૬૦ સભ્યોવતી અભિનંદન પાઠવું છું અને અમો ગૌરવ અનુભવીએ છીએ.

                  કવિશ્રી તુષાર શુકલે સહર્ષ “શબ્દોને પાલવડે”નું વિમોસચન કરતાં  કહ્યું ” આ કવિયત્રીએ પોતાના કુંટુંબ-સંબંધી સૌને સાથ રાખી એના બંધનમાં રાખી એ પિંજરમાં રહીને વિહાર કરવું ગમે,કાવ્ય-સંગ્રહ “શબ્દોને પાલવડે” ઘણો સુંદર બનાવી ગુજરાતી સાહિત્યમાં અનોખું પ્રદાન છે.”ક”થી આખી બારખડીવાળી લયબધ કવિતા અને ગીતમય કવિતા  એ સંગીતમાં કંપોઝ કરી શાકય એવી કવિતા લખી છે.કવિયત્રીની ઘણી કવિતા એમને ગમી અને પઠન કર્યું. આખી સભામાં એક અનોખું આકર્ષણ ૯૪ વર્ષ માતુશ્રી બુદ્ધીબેન ધૃવ એ દેવિકાબેનના સાસુ ને રાહુલભાઈના બા ની હાજરી હતી. તુષારભાઈના હસ્તે “શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહ અર્પણ કર્યો..૯૪ વર્ષની ઉંમરના બુદ્ધિબેને છટાદાર ભાષામાં આશિર્વાદ આપતા કહ્યું” દેવિકાએ આ કાવ્ય સંગહ પ્રકાશિત કર્યો એ મારું સ્વપ્ન સફળ કર્યું એ મારું તેમજ અમારા કુંટુંબનું ગૌરવ છે.  ત્યારબાદ દેવિકાબેને સૌનો આભાર વ્યકત કર્યો..રેખાબેન મહેતાએ સમયને લક્ષમાં રાખી સભાનું સુંદર આયોજન કર્યું.ત્યારવાદ   સૌ પ્રીતિ-ભોજન લઈ વિખુટા પડ્યા..

This entry was posted in વિશ્વદીપ બારડ, સમાચાર. Bookmark the permalink.

2 Responses to કવિયત્રી દેવિકા ધૃવના..”શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહનું વિમોચન કવિશ્રી તુષાર શુકલના હસ્તે

  1. readsetu says:

    Congratulations Devikabahen, and Vishvdeepbhai to you too..

    Lata Hirani

  2. Dilip Gajjar says:

    દેવિકાબેન, આપને ‘શબ્દોના પાલવડે’કાવ્ય સંગ્રહના પ્રકાશન નિમિત્તે ખુબ ખુબ અભિનન્દન..જ્યારથી મારે દેવિકાબેન ને બ્લોગના માધ્યમ દ્વારા મળવાનું થયું ત્યારથી તેમની શાલિન ગુણસભર, ભાવસભર પ્રતિભાનો ખ્યાલ આવવા લાગ્યો. તેમના ને મારામાં કશુ સમાનપણુ હોય તેમ લાગતા આત્મીયતા સુલભ બની..તેમાય એક વાર તેમને ફોન પર મળ્યા પછી તમને મારા દ્વાર તેમની વર્ષો પહેલાની ખોવાયેલ બહેનપણી મળી. નયનાઅબેન પટેલને શોધી આપવામાં હું નિમીત્ત બન્યો તે માટે દેવિકાબેન જ્યારે નયનાબેન ને મળ્યા ત્યારે મને જાણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનૂં ન ચુક્યા એક નાનો તેમના નામને સાર્થક કરતો હોય તેમ લાગ્યા વિના ન રહ્યું… મને આ ઘટનાનો ઘણો આનંદ છે સાથે સ્ત્રી ગુણ ગાતો સ્લોક યાદ આવી ગયો કાર્યેષુ મંત્રી…અહી તો કાર્યેષુ કવયિત્રી છે દેવિકાબહેન,…આપને ખુબ ખુબ અભિનંદન. આપના કાવ્યપાઠ મને સાંભળવા મળ્યા છે અને હંમેશ વિસ્મય જગાડતા રહે છે રહેશે…

Comments are closed.