ગુજરાતી સાહિત્ય/પત્રકાર ક્ષેત્રે ઉનડકટ દંપતિ-કૃષ્ણકાત અને જ્યોતિ

વડોદરામા વસતુ આ  યુગલ સાથે પહેલી વખત વાત કરો તો શુધ્ધ ગુજરાતી ઉચ્ચારણ અને મૄદુભાષી વાતો ગમી જાય તેનુ કારણ સ્પષ્ટ ત્રણેય સ નું ઉચ્ચારણ અને બ્રાહ્મણ કે નાગર કુટુંબમા વાત કરતા હોય તેમ જણાય. મારો તેમની સાથેનો પરિચય આકસ્મિક જ.. મળવા ગયો હતો વિશ્વજીતને અને દિવ્યભાસ્કર ની પત્રકાર દિપ્તીએ અમારા સાહેબને મળીને જાવ કહેતા તેમની ઓફીસમા પહેલુ પગથીયું મુક્યું ત્યાં કૃષ્ણકાંતભાઇ બોલ્યા  ‘વિજયભાઇ તમારા ઇ મેલ મને મળે છે તેથી પરોક્ષરીતે હું તમને જાણુ છુ. પરિચયના પુષ્પોતો આમ જ બે ક્ષણોમા ખીલી ગયા. એઓ તેમનુ કામ કરતા જતા હતા અને મને વેબપેજ વિશે પુછતા જતા હતા. 

શનીવારે ઘરે આવોનો પ્રેમાળ આવકાર આપતા તેમની વ્યસ્તતામાં ઓફીસે મઝા નહીં આવેનો સંકેત કર્યો અને હું છુટો પડ્યો. એમના વિશે જાણવાનાં મારા પ્રયત્નોમાં તેમનો ભારંભાર વિનય છલકાતો અને કહેતા હું તો ગમતાનો ગુલાલ કરુ છું

 

કૃષ્ણકાંતભાઇનો પત્રકારીત્વ ક્ષેત્રે અનુભવ ૨૫ જેટલા વર્ષોનો (એટલે કે  બહોળો) છે જેમા રાજકોટ અને દિલ્હીમાં સ્પેસિયલ કરેસ્પોન્ડન્ટ તરીકે ચિત્રલેખામાં કાર્ય રત હતા ત્યાર બાદ ગુજરાત સમાચારનાં તંત્રી તરીકે વડોદરામાં કાર્યરત હતા. હાલ દિવ્યભાસ્કર વડોદરા આવત્તિનાં તેઓ તંત્રી છે. દિવ્યભાસ્કરની કળશ પૂર્તિમાં ચિંતનની પળે નામની કોલમ લખે છે. જે અમેરિકાની દિવ્યભાસ્કર પુર્તિમાં પણ વાંચવા મળે છે. જેનો હું નિયમિત વાચક પણ છું.ગુજરાતી સાહિત્યનાંએક અનોખા પ્રકાર જેવી જીવંત પ્રેમકથાઓ “અહા જિંદગી” નામના માસિક માટે નિયમિતરુપે લખે છે. આ વાર્તાઓની મઝા એ છે કે વાર્તા સત્ય ઘટના હોય અને તેમની જે તે પાત્રોની તસ્વીરો પણ સાચી અને સચોટ રીતે રજુ કરતા હોય છે. “ચિંતનની પળ” પુસ્તક સ્વરુપે પીઢ અને ચિંતક ગુણવંત શાહ્નાં હસ્તે વિમોચીત થઇ

જ્યોતિ બહેને પણ ચિત્રલેખામાં “વાચા” નામની કોલમ છેલ્લા ઘણા વર્ષો થી લખે છે અને સ્પેસીયલ કરસ્પોન્ડટ તરીકે રોજબરોજ ની ઘટનાઓનું રીપોર્ટીંગ કરતા હોય છે. તેમનું નોંધ પાત્ર રીપોર્ટીંગ ગોધરા ટ્રેન દુર્ઘટના, અક્ષરધામ ઉપરનો હુમલો, કચ્છનો ધરતીકંપ વિગેરે નોંધનીય છે  તેમની કોલમ વાચાને પણ પુસ્તક સ્વરુપ મળેલું છે.

તેમનો બ્લોગ છે http://krishnkantunadkat.blogspot.com/

તેમનો સંપર્ક ઇમેલ 

kkantu@gmail.com,

 jyotiu@gmail.com

This entry was posted in બ્લોગર વિશે માહીતિ, લેખક વિશે માહીતિ. Bookmark the permalink.

0 Responses to ગુજરાતી સાહિત્ય/પત્રકાર ક્ષેત્રે ઉનડકટ દંપતિ-કૃષ્ણકાત અને જ્યોતિ

  1. સુંદર અને ચિંતનશીલ કલમ અને એવી જ સબળ અભિવ્યક્તિ. એમનો બ્લોગ પણ સરસ છે, પણ જો એ વર્ડપ્રેસમાં હોય તો ઉત્તમ, વાચકો સાથે સરળતાથી અભિપ્રાયોની આપ-લે થઈ શકે.

  2. nishith says:

    nice and soft personality.so polite and always helping nature. both we love you……….

  3. RAJNI RAJPUT says:

    tamari badhi colum vanchine hu khubaj impress thai chhu,hu pan life ma kaik karva mangu chhu,pan maru manobal nablu pade chhe,mate tame tamari next colum ma anu sugession jarur apjo.hu tamari colum der vakhate vanchu chhu, ane a dives mari mate khub saro bani jay chhe,hu tamne farithi mail moklish,you are our good friend,

  4. Pingback: (66) જે પરિસ્થિતિને બદલી ન શકો તેને સ્વીકારી લો લેખક-શ્રી કૃષ્ણકાંત ઉનડકટ « વિનોદ વિહાર