ગણપતિ બાપ્પા મોરિયા-

મિત્રો
શ્રધ્ધા અને અશ્રધ્ધા વચ્ચે કેટલાક ચાલાક લોકો શ્રધ્ધા અને અંધ શ્રધ્ધાનો લોભ અને ભયની બે ભાવના વડે દુરુપયોગ કરે છે. લોભ આમ કરશો તો તમને કે ફલાણાને આટલો ફાયદો થયો અને નહી કરો તો તમને નુકશાન થશે. અહીં તે વાતોનું સ્વરુપ થોડુક બદલાયુ છે જે તમે નીચેના ચિત્રમાં જોશો

ભલે તમને ડરાવ્યા નથી પણ તમારી સાથે બીજા દસને તમે મોકલશો તેથી “ચાલાક” તત્વને નવ નવા ઇ મેલ સરનામા મળે છે.અન તેઓ આ સક્રિય સરનામા અસંતુષ્ટોને વેચી તેમનો તો ફાયદો કરે જ છે.

મેં તે ચાલાકો થી બચવા માર મિત્રોને એક નવો રસ્તો આપ્યો. ચિત્રો સરસ છે પ્રણામ કરી તમારી ધર્મ ભાવના સાચવો પણ ધરમ કરતા પડતી ધાડમાંથી બચો તે આજની તાતી જરૂરિયાત છે.

ધર્મ તો એમ કહે છે આવનારા સુખ અને દુઃખ તે કર્મની દેન છે. બંને પરિસ્થિતિમાં તે પરિસ્થિતિ સહ્ય કરવા મન ને મજબુત કરવું અને સુયોગ્ય ઉપાયો કરવા તે સાચો રસ્તો છે. આ રીતે ઇ મેલ કરવાથી જો દઃખ ફેડતુ હોય તો તે કાગનું બેસવુ અને ડાળનું પડવુ કદાચ હોઇ શકે તેમ પણ બને.

This entry was posted in સા. બુ. કહું તો... Bookmark the permalink.

One Response to ગણપતિ બાપ્પા મોરિયા-

  1. pinu says:

    This kind of mail are really to be punished. I urge in all my mails to discontinue sending this sort of mail. What i like about your artical is , it simply creates awarness about such mails plus the wrong and blind belief it spread across.

Comments are closed.